Site icon Just Gujju Things Trending

ખાલી સાત દિવસ સુધી રાત્રે સૂતી વખતે અજમો ચાવીને ઉપર ગરમ પાણી પી લો, આવા છે ફાયદાઓ

અજમો એ ખરેખર ખૂબ જ સારી ઔષધિ છે એ તમને ખબર જ હશે. નાના બાળકોને શરદી થઇ હોય ત્યારે મોટાભાગના ઘરોમાં તેને અજમો અપાતો હશે. કારણકે અજમા મા નાના-મોટા દરેક ની શરદી ને ભગાડવા ની તાકાત છે. આ સિવાય અજમામાં દરેક પ્રકાર નું અન્ન પચાવવાની તાકાત હોય છે.

અજમો એટલો ફાયદો પહોંચાડે છે કે આયુર્વેદમાં આને ઘરમાં છુપાયેલ વૈદ્ય પણ કહેવાયું છે. ગરમ પ્રકૃતિવાળા માટે આ હાનિકારક હોય છે. અજમાની પ્રકૃતિ ગરમ છે. આથી તેનો ઉપયોગ કરવામાં ધ્યાન રાખવું જોઈએ.

રાત્રે અજમાને હલકો શેકીને ચાવી ચાવીને ખાવો જોઈએ. તેમ જ તેની ઉપર ગરમ પાણી પીવું જોઈએ. જેનાથી ઘણા બધા પ્રકારના લાભ મળે છે. ચાલો જાણીએ તેના ફાયદાઓ વિશે

કમર દર્દ માં રાહત- ઘણા લોકોને કમરનો દર્દ કાયમ રહેતો હોય છે. અને આ પ્રકારનો પ્રયોગ કરવાથી કમરદર્દમાં રાહત મળે છે.

આ સિવાય સવારે પેટ સાફ કરવામાં પણ આ પ્રયોગ ખૂબ ઉપયોગી છે. આ પ્રયોગ નિયમિત કરવાથી સવારે પેટ સાફ થઈ જાય છે.

નિયમિત અજમાનું પાણી પીવાથી ડાયાબીટિઝનો ખતરો ઘણા અંશે ઓછો થઈ જાય છે. આ સિવાય બીજી ઘણી બધી બીમારીઓથી પણ દૂર રહી શકાય છે.

જ્યારે શરદી થઈ હોય ત્યારે અજમાના પાણીમાં થોડા તીખા નો ભૂકો મિક્સ કરીને શરદી, ઉધરસ, તાવ તેમ જ કફ જેવી બિમારીઓથી રાહત મળે છે.

જો રાતના નિંદ્રા ન આવતી હોય તોપણ આ પ્રયોગ કરવાથી આપણ ને નીંદર સારી આવી જાય છે. આ સિવાય અજમાના ઘણા બધા લાભ છે જેને આપણે બીજા લેખમાં જણાવીશું. આ લેખ પસંદ પડ્યો હોય તો દરેક લોકો જોડે શેર કરજો…

All images used for representation purpose only.

Disclaimer- This content is provided for informational purposes only, and is not anyway intended to be a substitute for professional medical advice.

શું તમે જાણો છો 200 KGs અડદિયા એકસાથે કેમ બને? જુઓ અડદિયા બનાવવાની સંપુર્ણ પ્રોસેસ બતાવતો રસપ્રદ વિડીયો 👇👇👇

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version