Site icon Just Gujju Things Trending

જો તમે પણ એલ્યુમીનીયમ ની ફોઈલ નો ઉપયોગ કરતા હોઈ તો આ વાંચી લેજો

આપના બધાના ઘરમાં છોકરાઓને સ્કુલ નાસ્તા માટે આપણે એલ્યુમિનીયમ નો ઉપયોગ કરતા હોઈએ છીએ. કારણકે જ્યારે લંચ બ્રેક પડે ત્યારે તેઓ નાસ્તો બને તેટલો ગરમ ખાઈ શકે માટે. પરંતુ શું તમે જાણો છો કે તમારું આ પગલું સ્વાસ્થ્યને જોખમમાં મૂકી શકે છે. એલ્યુમિનિયમ ફોઈલમાં રહેલા ખતરનાક કેમિકલ આપણા શરીર ને અલ્ઝાઈમર અને હૃદય ને લગતી બીમારીઓનો શિકાર બનાવી શકે છે.

જો તમે પણ તમારા બાળકો ને ટિફિનમાં ખોરાક એલ્યુમિનિયમ ફોઈલમાં રાખીને આપતા હોવ તો આ નુકસાન અચૂક વાંચી લેજો, અને બીજા સાથે શેર કરજો.

ઉપર જણાવ્યું તેમ એલ્યુમિનિયમ ફોઈલમાં વીંટાળેલું ભોજન કે ફાસ્ટ ફૂડ ખાવાથી તમને મગજ લક્ષી બીમારીઓ જેવી કે અલ્જાઈમર થઈ શકે છે. આમાં રહેલા રસાયણો અમુક તંત્રિકાઓને ખરાબ કરીને અલ્ઝાઈમર જેવી બીમારીઓ પેદા કરે છે.

એલ્યુમિનિયમ ફોઈલમાં જ્યારે ગરમ ગરમ ખાવાનું રાખીએ છીએ, ત્યારે આપણી અપેક્ષા એવી હોય છે કે ખાવાનું બને ત્યાં સુધી ગરમ રહે પરંતુ એલ્યુમિનિયમ ફાઇલમાં મૌજુદ તત્વ પીગળીને ખોરાક સાથે ભળી જાય છે, જે પરોક્ષ રીતે આપણા શરીરમાં જાય છે. જેના થી આપણા લીવર અને કિડની ને નુકશાન પહોંચી શકે છે અને ફેલ થવા ની શક્યતાઓ વધી શકે છે.

આ સિવાય મગજ માં તો અસર કરે જ છે પરંતુ આમાં રહેલું ખોરાકનું સેવન કરવાથી આપણા હાડકા માં પણ નુકસાન થાય છે. આમાં રહેલા રસાયણોને કારણે શરીરમાં કમજોરી ફીલ થવા લાગે છે. અને ચક્કર પણ આવી શકે છે.

જો તમે નિયમિત પણે એલ્યુમિનિયમ ફોઈલમાં રહેલ ખોરાક ખાતા હો તો તુરંત જ ચેતી જાઓ. કારણકે નિયમિત પણે આનું સેવન કરવાથી શરીરમાં રહેલા અમુક તત્વો જમા થાય છે જેના કારણે અસ્થમા અથવા શ્વાસને લગતી બીમારીઓ થઈ શકે છે. આ સિવાય તમારી રોગ પ્રતિકારક શક્તિ પણ ખરાબ થઈ શકે છે.

બાળકોને એલ્યુમિનિયમ ફોઈલમાં કોઈ દિવસ ખોરાક આપવો જોઈએ નહીં. કારણ કે જો ખાતી વખતે એલ્યુમિનિયમ ફોઈલનો નાનો ટુકડો પણ પેટમાં જાય તો કેન્સર સુધી નો ભય રહે છે.

પરંતુ, ફ્રીજમાં ખોરાક હોય તો આનો ઉપયોગ કરી શકાય છે, આ સિવાય ગરમ ન હોય તેવા ઠંડા ખોરાક જેમ કે વડાપાવ, સેન્ડવીચ વગેરેને રાખી શકાય છે. આ સિવાય વધેલો ખોરાક કોઈ દિવસ એલ્યુમિનિયમ ફોઈલ માં પેક કરવો જોઈએ નહીં.

આ માહિતી દરેક સુધી પહોંચાડજો, આથી શેર કરવાનું ભૂલતા નહિ.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version