Site icon Just Gujju Things Trending

એર સ્ટ્રાઈક ઉપર વાયુસેનાના ચીફ એ કર્યા ખુલાસા, જાણો શું કહ્યું

પુલવામા થયેલા આતંકી હુમલાના જવાબમાં અને ભારતમાં વધુ આવા આતંકી હુમલાનો ખતરો હોવાથી ભારતે એક નોન મિલેટ્રી એક્શન લઈને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં જઈને એર સ્ટ્રાઇક કરી હતી.

26 ફેબ્રુઆરી વહેલી સવારે અંદાજે 3.30 વાગ્યે આ સ્ટ્રાઈક કરવામાં આવી હતી જેમાં અલગ-અલગ મીડિયા રિપોર્ટ્સ અનુસાર આશરે 300 થી પણ વધુ ત્રાસવાદીઓને મારવામાં આવ્યા હતા. જણાવી દઈએ કે આ સ્ટ્રાઇક કર્યા પછી મીડીયા બ્રીફિંગમાં સ્ટ્રાઈક વિશે જાણકારી આપવામાં આવી હતી પરંતુ તેમાં આંકડા નો ખુલાસો થયો ન હતો. આજે એટલે કે 4 માર્ચે એર સ્ટ્રાઈક ઉપર વાયુસેનાનું મોટું બયાન સામે આવ્યું છે.

સોમવારે વાયુસેનાના ચીફ એ એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા કહ્યું હતું કે, “વાયુસેનાનું કામ પોતાના ટાર્ગેટ ને તોડી પાડવાનું હોય છે, અમે એ ગણતા નથી કે ત્યાં કેટલું નુકશાન થયું છે.” તેઓએ સ્પષ્ટ રીતે કહી દીધું હતું કે અમને જે ટાર્ગેટ મળે છે માત્ર અમે એને તબાહ કરીએ છીએ.

Image for Representation Only

તેને પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે જો અમારા ટારગેટ હિટ નથી થયા અને માત્ર જંગલમાં જ બોમ્બ પડ્યા છે તો પાકિસ્તાન તરફથી જવાબ શું કામ આવે? આ સિવાય તેને કહ્યું હતું કે કૅઝ્યુઅલીટી કેટલી થઈ છે તેનો જવાબ સરકાર જ આપી શકે.

આપણા લડાકુ વિમાન MIG-21 BISON નો ઉપયોગ કેમ કરવામાં આવ્યો તેના જવાબમાં તેને કહ્યું હતું કે MIG21 આપણું એક કારગર વિમાન છે. જેને અપડેટ કરવામાં આવ્યું છે અને આ વિમાન ની પાસે સારા રડાર પણ છે.

આ સિવાય તેને એક કલેરિફિકેશન આપતા કહ્યું હતું કે ભારત પાસે ઘણા અત્યાધુનિક લડાકુ વિમાનો છે, જેમાં પહેલું એ પ્લાન્ડ ઓપરેશન હતું, જેમાં કોઈ MIG21 નો ઉપયોગ કરવામાં આવ્યો હતો નહીં, પરંતુ જ્યારે તમારા વિરોધીઓ તમારી ઉપર Strike કરે ત્યારે આપણે પાસે હાજર રહેલું દરેક લડાકુ વિમાન તેની સાથે લડવા માટે જાય છે, એ પછી ચાહે ગમે તે વિમાન હોય. આ સિવાય પણ એને કહ્યું હતું કે આપણી પાસે રહેલા દરેક એરક્રાફ્ટ દુશ્મન દેશ સાથે લડવા માટે કેપેબલ છે.

Image for Representation Only

આ સિવાય તેને જ્યારે સરહદ ઉપર ની હાલની પરિસ્થિતિ વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેને ટિપ્પણી કરી કે હાલ ની પરિસ્થિતિ વિશે હું કંઈ કમેન્ટ કરીશ નહિ, કારણ કે હાલ ઓપરેશન ચાલી રહ્યું છે.

આવી પોસ્ટ દરરોજ મેળવવા માટે આપણા ફેસબુક પેજ ને લાઈક કરજો.

અવનવા જોક્સ, પ્રેરણાદાયક સુવિચાર, ભારત અને દુનિયાનો ભવ્ય ઈતિહાસ વગેરે માટે વધુ જાણવા તમે આપણું ફેસબુક ગ્રુપ પણ જોઈન કરી શકો છો, ગ્રુપ માં જોઈન થવા માટે અહિં ક્લિક કરો.

Cover Image Source: Twitter/ANI

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version