પાછલા થોડા વર્ષોમાં ઓનલાઇન ખરીદી એ પોતાની અલગ રીતે માર્કેટ વિકસાવી લીધી છે, આજે નાનો-મોટો દરેક માણસ કંઈ ને કંઈ વસ્તુ ઓનલાઇન ખરીદી કરતો રહે છે. પછી એ સામાન્ય બોલપેન હોય કે લાખો રૂપિયાના ફર્નિચર પરંતુ હાલ ઓનલાઈન બધું અવેલેબલ હોવાથી આજના જમાનામાં ઓનલાઈન ખરીદીનો યુગ જાણે આવી ગયો છે. પરંતુ ઓનલાઇન ખરીદી ની જેટલી સારી ગુણો છે એટલી જ સાથે સાથે રિસ્ક પણ રહેલું છે.
અને ઘણી વખત ઓનલાઈન ખરીદીમાં આપણી સાથે ફ્રોડ થતું હોય છે જે થયા પછી ઘણી વખત તેનું વળતર મળે છે તો ઘણી વખત તેનું કોઈ જ વળતર મળતું નથી. અને ઘણી વખત ઓનલાઇન ખરીદી કર્યા પછી ખરાબ અનુભવ થાય તો ઓનલાઈન સ્ટોર ના કસ્ટમર કેર માં થી તમને ઘણી વખત ખૂબ સારો રિસ્પોન્સ મળતો હોય છે તો ઘણી વખત તમે તેને કહી કહીને થાકી જાઓ તો પણ કોઈ જવાબ આપતું નથી.
આ વાત તો થઈ સામાન્ય માણસની, પરંતુ વિચારી જુઓ કે સામાન્ય માણસની જગ્યાએ કોઈ વીઆઈપી માણસ હોય અથવા કોઈ બોલિવૂડના સિતારાઓ હોય તો તેની સાથે પણ ઓનલાઈન ખરીદીમાં fraud થતું હશે કે કેમ તે કહી શકાય નહીં, પરંતુ હમણા એક એવો કિસ્સો સામે આવ્યો છે જે વાંચીને તમને નવાઈ લાગશે પરંતુ સાથે સાથે થોડો ગુસ્સો પણ આવશે કે ઓનલાઈન ખરીદીમાં આવું પણ શક્ય છે.
હકીકતમાં વાત જાણે એમ છે કે થોડા દિવસો પહેલા શત્રુઘ્ન સિંહાની પુત્રી સોનાક્ષીએ એમેઝોન માંથી હેડફોન મંગાવ્યા હતા. જ્યારે આ હેડફોન નુ પાર્સલ સોનાક્ષીને મળ્યું ત્યારે બધુ બરાબર લાગી રહ્યું હતું પરંતુ જેવું પાર્સલ ખોલ્યું કે અંદર જે હતું તે જોઈને હોંશ ઉડી ગયા. હકીકતમાં આ પાર્સલ ની અંદર લોખંડનો કાટ ખાઈ ચૂકેલો ટુકડો હતો જે કદાચ ભંગાર જેવો જ લાગતો હતો. અને આ ઘટના તેને પોતાના ટ્વિટર માધ્યમથી જણાવી હતી.
તેઓએ એમેઝોન ને ટ્વિટ કરતા કહ્યું હતું કે જુઓ મને બોસના હેડફોનની જગ્યાએ શું મળ્યું છે? પ્રોપર પેક થયેલું અને બોક્ષ ખુલ્લું પણ ન હતું, અને તે કાયદેસર લાગી રહ્યું હતું પરંતુ માત્ર બહારની સાઇટથી. આ સિવાય હદ તો ત્યારે થઇ કે એમેઝોનના કસ્ટમરકેર સર્વિસ તરફથી કોઈ મદદ મળી નહીં. આ ટ્વીટમાં તેને એમેઝોન ને પણ ટેગ કર્યું હતું.
થોડા સમય પછી સોનાક્ષીએ બીજી ટ્વિટ કરી હતી કે કોઈને 18 હજાર રૂપિયામાં ચમકીલો ભંગારનો ટૂકડો જોતો હોય તો હું વેચી રહી છું, ચિંતા ના કરો. અને આ ટુકડો હું વેચી રહી છું એટલે તમે જે ઓર્ડર કરશો તે જ મળશે, એમેઝોન નથી વેચી રહ્યું. આની આ ટ્વીટને નિહાળીને કદાચ એમેઝોન તરફથી જવાબ આવ્યો હતો તેમાં તેઓએ સોનાક્ષીની માફી માંગતા કહ્યું હતું કે આ ભૂલ કોઈ દિવસ થવી જોઈએ નહીં.
પરંતુ આ ટ્વિટ પછી લોકોને મજાક કરવાનો જાણે મોકો બની ગયો હતો, આથી લોકોએ ટ્વિટ કરવાનું શરૂ કર્યું હતું કે એમેઝોન ની સારી બાબત એ છે કે તમે બોલિવૂડના કલાકાર હોય કે સામાન્ય માણસ તમારી સાથે કોઇપણ જાતનો ભેદ-ભાવ થશે નહીં. બધા સાથે એક સરખો વ્યવહાર કરવામાં આવશે.
તો કેટલાય લોકોએ જણાવ્યું હતું કે જે સામાન્ય માણસ ઘણા સમયથી ભોગવી રહ્યો છે તે આજે એક કલાકારે પણ ભોગવવાનો વારો આવી ગયો.