Site icon Just Gujju Things Trending

જીંદગી જીવો ત્યાં સુધી આ સ્ટોરી યાદ રાખજોઃ વાંચતા બે મિનીટ થશે

એક ગામડું હતું તેમાં આશરે 5000 લોકો રહેતા હતા. તેમાં એક માણસ કંઈ જોઈ ન શકતો હતો. એટલે કે આંધળો હતો અને એક માણસ લંગડો હોવાથી ચાલી ન શકતો.

પરંતુ તે બંને પોતાનું રોજીંદુ કામ અને ખાવા પીવાનું વગેરે કંઈ ને કંઈ કરી ને સંભાળી લેતાં. એક વખત ગામડામાં અચાનક આગ લાગી.

અને આ આગ ધીમે ધીમે મોટી થતી જતી હતી જેવી કે ગામના લોકોને આગ વિશે ખબર પડી કે બધા લોકો આમ-તેમ ભાગવા લાગ્યા અને ગામની બહાર જવા લાગ્યા.

એટલામાં આ લંગડા અને આંધળા માણસને આગ વિશે ખબર પડી. પરંતુ મજબુરી એ હતી કે લંગડો માણસ જોઈ તો શકતો હતો પરંતુ ચાલી ન શકતો, અને આંધળો માણસ વ્યવસ્થિત ચાલી શકતો હતો પરંતુ તેને કંઈ દેખાતું ન હતું.

આ બંને લોકો રાડો પાડીને ગ્રામજનોને મદદ કરવા માટે પોકારી રહ્યા હતા પરંતુ ગામડાના લોકો પોતાનો જીવ જોખમમાં મૂકીને આને બચાવવા કઈ રીતે આવી શકે? આથી તેઓ બધા પોતપોતાના સંતાનોને વગેરેને બચાવીને ભાગતા હતા.

અંતે ગામડામાંથી બધા માણસો ભાગી ગયા આ બંને જણા એકલા રહી ગયા. અને આગ નજીક આવતી જતી હતી એટલે પેલા લંગડા માણસે કહ્યું કે ચાલ આપણે બે સાથે હવે નીકળીએ આંખ મારી અને પગ તારા. એટલે કે હું આંખેથી જોઈ ને તને રસ્તો બતાવી એ પ્રમાણે તું ચાલતો જજે. અને આમ કરીને તેઓ બંને બચી ગયા.

આ વાર્તા માથી ઘણાં બોધ મળે છે. જો ઘરડાઓ ની આંખ અને યુવાનો ના પગ મળી જાય તો જિંદગી ની આગ રૂપી મુસીબતો માંથી બચી શકાય છે. આથી આપણે હંમેશા આપણા ઘરડાઓની સલાહ માનવી જોઈએ.

અહિં ઘરડાઓની આંખ એટલે કે અનુભવ અને યુવાનો પગ એટલે કે ઉત્સાહ, કારણ કે અનુભવ ન હોય ત્ત્યાં ગમે તેટલો ઉત્સાહ હોય તો પણ કામ લાગતો નથી, અને અનુભવ હોય તો જીંદગીમાં નવા શીખરો સર કરી શકાય છે.

આ સિવાય બોધ છે કે પાણી આવે ત્યારે પાળ ન બંધાય, એટલે કે બરાબર વિચારીને સમજીને જે પગલુ આપણા હિતમાં હોય તે ભરવા માટે રાહ ન જોવાય!

આ વાર્તા પસંદ પડી હોય તો તમારા મિત્રો જોડે શેર કરજો, અને દરરોજ આવી વાર્તા મેળવવા આપણા પેજ ને લાઈક કરી નાખજો.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version