ટ્રેન માં એક અજાણી છોકરી આવી અને થોડી વાર પછી ટી.સી. આવ્યા અને તેને કહ્યું…
એ ટ્રેન ના રિજર્વેશન ના ડબ્બા માં બાથરુમ તરફ રહેલી એક્સ્ટ્રા સીટ પર બેઠી હતી,
તેના ચહેરા ઉપરથી જણાય રહ્યુ હતુ કે એ થોડી ઘબરાયેલી છે તેના દિલમાં ડર છે કે જો ટી.સી. એ આવીને પકડી લીધી તો?
થોડા સમય સુધી તો પાછળ ફરી ફરીને ટીસી આવવાની રાહ જોઈ રહી હતી.
કદાચ એવું વિચારી રહી હતી કે થોડા ઘણા પૈસા દઈને નિપટાવી દેશે. જોઈને તો એમ જ લાગી રહ્યું હતું કે જનરલ ડબ્બામાં ચડી ન શકી એટલે અહીં આવીને બેસી ગઈ, કદાચ વધારે લાંબી મુસાફરી પણ નહોતી કરવી.
સામાન ના નામે તેના ખોળામાં રાખેલું એક નાનુ બેગ દેખાઈ રહ્યું હતું. હું તેને ઘણા સમયથી પાછળથી જોવાની કોશિશ કરી રહ્યો હતો કે કદાચ તેનો ચહેરો વ્યવસ્થિત દેખાય જાય પરંતુ દર વખતે અસફળ રહ્યો.
થોડા સમય પછી તે બારી પર હાથ ટેકવી ને સુઈ ગઈ. અને હું પણ પાછું મારું પુસ્તક વાંચવા લાગ્યો.
લગભગ એક કલાક જેવા સમય પછી ટીસી આવ્યા અને તેને હલાવીને જગાડી, “ક્યાં જવું છે બેટા”
“અંકલ અહમદનગર સુધી જવું છે”
“ટિકિટ છે?”
“ના અંકલ… જનરલની છે. પરંતુ ત્યાં ચઢી ન શકી એટલે અહીં આવીને બેસી ગઈ.”
“સારુ, 300 રૂપિયા દંડ થશે”
“ઓ… પરંતુ અંકલ મારી પાસે તો કેવળ 100 રૂપિયા જ છે.”