એ ટ્રેન ના રિજર્વેશન ના ડબ્બા માં બાથરુમ તરફ રહેલી એક્સ્ટ્રા સીટ પર બેઠી હતી,
તેના ચહેરા ઉપરથી જણાય રહ્યુ હતુ કે એ થોડી ઘબરાયેલી છે તેના દિલમાં ડર છે કે જો ટી.સી. એ આવીને પકડી લીધી તો?
થોડા સમય સુધી તો પાછળ ફરી ફરીને ટીસી આવવાની રાહ જોઈ રહી હતી.
કદાચ એવું વિચારી રહી હતી કે થોડા ઘણા પૈસા દઈને નિપટાવી દેશે. જોઈને તો એમ જ લાગી રહ્યું હતું કે જનરલ ડબ્બામાં ચડી ન શકી એટલે અહીં આવીને બેસી ગઈ, કદાચ વધારે લાંબી મુસાફરી પણ નહોતી કરવી.
સામાન ના નામે તેના ખોળામાં રાખેલું એક નાનુ બેગ દેખાઈ રહ્યું હતું. હું તેને ઘણા સમયથી પાછળથી જોવાની કોશિશ કરી રહ્યો હતો કે કદાચ તેનો ચહેરો વ્યવસ્થિત દેખાય જાય પરંતુ દર વખતે અસફળ રહ્યો.
થોડા સમય પછી તે બારી પર હાથ ટેકવી ને સુઈ ગઈ. અને હું પણ પાછું મારું પુસ્તક વાંચવા લાગ્યો.
લગભગ એક કલાક જેવા સમય પછી ટીસી આવ્યા અને તેને હલાવીને જગાડી, “ક્યાં જવું છે બેટા”
“અંકલ અહમદનગર સુધી જવું છે”
“ટિકિટ છે?”
“ના અંકલ… જનરલની છે. પરંતુ ત્યાં ચઢી ન શકી એટલે અહીં આવીને બેસી ગઈ.”
“સારુ, 300 રૂપિયા દંડ થશે”
“ઓ… પરંતુ અંકલ મારી પાસે તો કેવળ 100 રૂપિયા જ છે.”
“આ તો ખોટી વાત છે બેટા… દંડ તો ભરવો પડશે”
“સોરી અંકલ, હું આગલા સ્ટેશન પર જનરલમાં ચાલી જઈશ. મારી પાસે સાચે પૈસા નથી અને થોડી મુસીબતો આવી એટલે ઘરેથી ઉતાવળમાં નીકળી ગઈ અને વધારે પૈસા રાખતા ભૂલી ગઈ. કહેતા કહેતા એ છોકરી રોવા લાગી, tc એ તેને માફ કરી અને સો રૂપિયા સુધીમાં અહમદનગર સુધી એ ડબ્બામાં બેસવાની પરમિશન આપી
ટીસી ગયા પછી તરત જ પોતાના આંસુ લૂછ્યા અને આમ-તેમ જોવા લાગી કે કોઈ તેની તરફ જોઈને હસી તો નથી રહ્યું ને?
થોડા સમય પછી તેને કોઈને ફોન લગાવ્યો અને કહ્યું કે તેની પાસે બિલકુલ પૈસા બચ્યા નથી, અહમદનગર સ્ટેશન પર કોઈ જુગાડ કરીને તેના માટે પૈસા મોકલાવી દે, નહીંતર તે સમયસર ગામડે નહીં પહોંચી શકે.
મારા મનમાં ઉથલ-પુથલ થઇ રહી હતી, ન જાણે કેમ પરંતુ તેની માસૂમિયત જોઈને તેની પ્રત્યે એક લગાવ મહેસુસ થઇ રહ્યો હતો, દિલ કરી રહ્યું હતું કે તેને પૈસા આપી દઉં અને કહું કે તો ચિંતા ન કર, રડ નહીં, પરંતુ એક અજાણ્યા માટે આવી વાત તે થોડું વિચિત્ર લાગી રહ્યું હતું.
તેના ચહેરા ઉપરથી લાગી રહ્યું હતું કે તેને કંઈ ખાધું પીધું ન હતું, કદાચ સવારથી… અને હવે તો તેની પાસે પૈસા પણ ન હતા.
ઘણા સમય સુધી તેને મુશ્કેલીમાં જોયા પછી થોડા ઉપાય નીકળવા લાગ્યા જેનાથી હું તેને મદદ પણ કરી શકો અને ફ્લર્ટ તરીકે પણ ન ઓળખાવ. પછી મેં એક પેપર પર નોટ લખી,
“ઘણા સમયથી તને મુશ્કેલીમાં જોઈ રહ્યો છું, હું જાણું છું કે અજાણ્યા અને સરખી ઉંમર નો છોકરો તને આવી રીતે નોટ મોકલે છે આ કદાચ તારા માટે વિચિત્ર પણ હશે અને તારી નજરમાં હું ખોટો પણ હોઈ શકું, પરંતુ તને આવી રીતે મુશ્કેલીમાં જોઈને મને બેચેની થઈ રહી છે એટલે આ 500 રૂપિયા આપી રહ્યો છું, અને તને કોઈએ શાન ન લાગે માટે મારું એડ્રેસ પણ લખી રહ્યો છું. તને જ્યારે ઠીક લાગે ત્યારે મારા એડ્રેસ પર પૈસા પાછા આપી શકે છે, અને હું તો એવું જ ઈચ્છું છું કે પૈસા પાછા ન આપે… અજનબી હમસફર”
પછી એક ચા વાળાના હાથે તેને નોટ આપવાનું કહ્યું અને ચા વાળાને ના પાડી કે કદાચ તે પૂછે છે કે નોટ કોને મોકલાવી છે તો મારું નામ કે ઇશારો ન કરે. નોટ મળ્યા પછી તેને બે ત્રણ વખત પાછળ ફરીને જોયું કે કોઈ તેની તરફ જોઈ રહ્યું હોય તો તેને ખબર પડી જાય કે નોટ કોને મોકલી હશે. પરંતુ મેં તો ચિઠ્ઠી મોકલ્યા પછી મોઢા પર ચાદર નાખીને સુઈ ગયો હતો. થોડા સમય પછી જાદર નો ખૂણો હટાવીને જોયું તો તેના ચહેરા પર સ્માઈલ હતી. એવું લાગ્યું જાણે ઘણા વર્ષોથી એક સ્માઈલ ને રાહ જોઈ રહ્યો હતો. તેની આંખની ચમક એ મારુ દિલ તેના હાથમાં જાણે થમાવી દીધું. પછી જાદર નો ખૂણો હટાવીને ઘણી વખત તેને જોઈને જાણે હું શ્વાસ લઇ રહ્યો હતો. ખબર જ ન પડી કે ક્યારે ઊંઘ આવી ગઈ, પરંતુ જ્યારે આંખ ખૂલે તો તે ત્યાં ન હતી.
ટ્રેન અહમદનગર સ્ટેશન પર જ ઉભી હતી, અને એ સીટમાં એક નાનકડી ચિઠ્ઠી હતી. મેં તરત મારી સીટ માંથી ઉતરી ને તે ચિઠ્ઠી જોઈ તેના પર લખ્યું હતું કે “ થેન્ક્યુ મારા અજનબી હમસફર, મારી માતા આજે મને છોડીને ચાલી ગઈ છે ઘરમાં મારા સિવાય કોઈ નથી માટે ખૂબ જ ઉતાવળમાં ઘરે જઈ રહી છું. આજે તમારા આ પૈસા ને કારણે મારી માતાને સ્મશાન જતા પહેલાં એક વખત જોઈ શકીશ. તેની બીમારીને કારણે મૃત્યુ થયા બાદ તેને વધુ સમય માટે ઘરે રાખી શકાય તેમ નથી, આજથી હું તમારી ઋણી છું. ખૂબ જ જલદી તમારા પૈસા પાછા આપી દઇશ.”
એ દિવસથી જાણે તેની આંખો અને તે સ્માઈલ મારા જીવવાનું કારણ બની ચૂકી હતી, દરરોજ પોસ્ટમેન ને પૂછતો કે કદાચ તેનો કોઈ પત્ર આવ્યો હોય. અંદાજે એક વર્ષ પછી એક પત્ર મળ્યો, જેમાં લખ્યું હતું તમારું ઋણ અદા કરવા માંગું છું. પરંતુ પત્ર થી નહીં તમને મળીને, નીચે મળવા ની જગ્યા નો ઉલ્લેખ કર્યો હતો અને છેલ્લે લખ્યું હતું “અજનબી હમસફર”