Site icon Just Gujju Things Trending

હંમેશા જુવાન રાખશે આ 1 ગોળી, 150 વર્ષ સુધી જીવી શકશે લોકો

દિવસે અને દિવસે આપણે બધા વૃદ્ધ થતાં જઈએ છીએ એ વાતમાં કોઈ સહમત ન થાય એવું બને નહીં. આપણે કોઈ એવું ક્યારેય જોયું નથી કે કોઈ માણસ હંમેશા જુવાન જ લાગતો હોય. આપણે કદાચ ઈચ્છીએ તો પણ વૃદ્ધ થવું તે આપણી પસંદમાં નહીં પરંતુ ફરજિયાત પણે થવું જ પડે છે.

જોકે ઉમ્ર ને વધતો અટકાવી શકાતી નથી પરંતુ જો એમ કહેવામાં આવે કે વૈજ્ઞાનિકોએ એક એવી ખોજ કરી છે જેના હિસાબે ઘડપણ ની પ્રક્રિયા ધીમી પડી જશે, એટલે કે તમે વૃદ્ધ તો થશો જ પરંતુ ધીમી ગતિએ. વર્ષ 2020 સુધીમાં આ માનવ અંગો ને ફરીથી નવી જિંદગી અપાશે. અને માણસો 150 વર્ષ સુધી જીવવા માટે સક્ષમ બનશે.

આ અમે નહિ પરંતુ હાર્વડ પ્રોફેસર ડેવિડ અને ન્યૂ સાઉથ વેલ્સના શોધકર્તાઓએ એક નવી ટેકનીક વિકસાવી છે જેનાથી આપણી ઉંમર વધવાની પ્રક્રિયા ને ધીમી કરી શકાશે.

આ રિસર્ચમાં શોધ કરવામાં આવ્યું કે ઉંદરોને વિટામીન V ડેરિવેટિવ્ઝ ટીકડીઓ આપીને તેનું જીવન કાળ 10 ટકા સુધી વધારી શકાય છે. આ સિવાય એક સારી બાબત બીજી એ છે કે આ ગોળી ઉમરની સાથે વધતી જતી સમસ્યાને ઓછી કરવામાં મદદગાર છે. આ નવી ટેકનીક માં મોલેક્યુલ નાઈકોટીનામાઈડ ડિનુક્લેટાઈડ નુ વિજ્ઞાન કામ કરે છે. આને માનવ શરીરમાં ઉર્જા ઉત્પન્ન કરવામાં સક્ષમ મનાય છે. આ રસાયણ નો ઉપયોગ પહેલાં પણ પાર્કિન્સન અને જેટ લેગ જેવી બીમારીઓથી લડવામાં પણ કરાઈ ચૂક્યો છે.

પ્રોફેસર પોતે પણ ઘડપણ ની પ્રક્રિયા રોકવા માટે પોતાની બનાવેલી દવા લઈ રહ્યા છે. પ્રોફેસરે એવો પણ દાવો કર્યો છે કે તેના પિતા દોઢ વર્ષ પહેલા આ ગોળીને લીધા બાદ અત્યારે એડવેન્ચર સ્પોર્ટ્સ જેમકે વૉટર રાફ્ટિંગ પણ ભાગ લઈ ચૂક્યા છે.

શું હશે ગોળી ની કિંમત?

જે ગોળી આપણને ઉમરનું વરદાન દેતી હોય તેની કિંમત તમે કેટલી ધારી શકો છો? જણાવી દઈએ કે તમને કદાચ આ ચમત્કાર લાગશે પણ આ ગોળી ની કિંમત એક કપ કોફી જ હશે. રિપોર્ટ્સ અનુસાર પાંચ વર્ષની અંદર આ ગોળીનો ઉપયોગ સામાન્ય જનતા કરી શકશે. જોકે પ્રોફેસરે ચેતવણી આપી છે કે જ્યાં સુધી રિસર્ચ પેપર પ્રકાશિત ન થઈ જાય અથવા સંપૂર્ણપણે રીવ્યુ ન થઈ જાય, ત્યાં સુધી લોકોએ ઘડપણ ને રોકવાની કોશિશ ન કરવી.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version