Site icon Just Gujju Things Trending

Breaking: અત્યારની પરિસ્થિતિને જોતા ભારત પાકિસ્તાનની સીમા પર આવેલા એરપોર્ટ ના ઓપરેશન બંધ

*Update: Most of Airports in India now started operating normally.

પુલવામામાં થયેલા હુમલા પછી પાકિસ્તાન વિરૂદ્ધ કાર્યવાહી જરૂરી હતી. જે ગઈ કાલે એટલે કે 26 તારીખે વહેલી સવારે કરેલી નોન મિલિટરી એકશન માં ઇન્ડિયન એર ફોર્સ એ પાકિસ્તાનના અંદર મૌજુદ રહેલા ટેરરિસ્ટ કેમ્પ ખાતમો બોલાવ્યો હતો.

અને સવારે તેની અધિકારિક રીતે જાણકારી પણ આપવામાં આવી હતી. આ પછી પાકિસ્તાન અફડા-તફડી મચી ગઇ હતી, એ પછી મીડિયામાં કહો કે સંસદમાં પરંતુ દરેક જગ્યાએ અફડાતફડી મચી હતી.

અને એના જ હડકંપ માં આજે તેને ભારતની સીમામાં ઘૂસીને વિમાન ઉડાવવાની સાહસ કર્યું હતું પરંતુ ભારતીય વાયુ સેનાએ તેનો બદલો આપીને એક વિમાન ઉડાડી નાખ્યું હતું. જોકે આ વિમાનનો મલબો પાકિસ્તાનમાં ત્રણ કિલોમીટર જેટલો પડ્યો હતો.

અત્યારની પરિસ્થિતિને અનુલક્ષીને ભારત પાકિસ્તાનની સીમા ઉપર આવેલા એરપોર્ટ ના ઓપરેશન બંધ કરવામાં આવ્યા છે. અને આ એરપોર્ટ ની બધી ફ્લાઇટ રદ કરવામાં આવી છે.

જણાવી દઈએ કે જમ્મુ, શ્રીનગર, પઠાણકોટ, લેહ વગેરે જેવા સીમા થી નજીક આવેલા એરપોર્ટ ઉપર હાઈ એલર્ટ અપાયું છે. અને સુરક્ષાને ધ્યાનમાં લેતા આ બધા એરપોર્ટનું ઓપરેશન બંધ કરીને, એર space બંધ કરી દેવામાં આવ્યું છે.

ભારત અને પાકિસ્તાનની એક્સપ્રેસ માંથી નીકળી રહેલી ઇંટરનેશનલ ફ્લાઇટો પણ આ ઘટનાને પગલે તેના origin ઉપર અથવા અલ્ટરનેટ રૂટ અપનાવી રહી છે.

આ સાથે કદાચ સુરક્ષાને ધ્યાનમાં લઈને અમૃતસરના એરપોર્ટને પૂરી રીતે બંધ કરી દેવામાં આવ્યું છે, અને તેના ફ્લાઇટ ઓપરેશન સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આની જાણકારી ન્યુઝ એજન્સી ANI દ્વારા આપવામાં આવી હતી.

અને પાકિસ્તાન તરફથી બધા એરપોર્ટના ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ flight ઓપરેશન રોકી દેવામાં આવ્યા છે. એટલે કે હાલમાં પાકિસ્તાનમાં એક પણ flight ઉડી રહી નથી.

ભારતે આવું સુરક્ષાને લઈને કર્યું હોઈ શકે, અને જણાવી દઈએ કે ગઈકાલે કરેલી એર strike પછી પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય સીમા ઉલ્લંઘન કરીને ભારતમાં તેના લડાકુ વિમાનો ઘૂસ્યા હતા, પરંતુ વળતી કાર્યવાહી માં પાછી ફરતી વખતે ભારતીય વાયુ સેનાએ તેના એક વિમાન ઉડાડી દીધું હતું.

સાથે સાથે દેહરાદુન એરપોર્ટ માં પણ ફ્લાઇટ ઓપરેશનને ટેમ્પરરી સ્થગિત કરવામાં આવ્યા છે. અને અમૃતસર એરપોર્ટ ના ડાયરેક્ટર એ પણ જણાવ્યું હતું કે ઓપરેશનલ કારણો માટે અમૃતસર એર સ્પેસ બંધ કરવામાં આવી છે. એક પણ કોમર્શિયલ ફ્લાઈટ આવી રહી નથી. અને હવે એક પણ ફ્લાઇટ ઉડી રહી પણ નથી.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version