Site icon Just Gujju Things Trending

અઠવાડિયું રોકાયા પછી પિયરમાંથી પાછી જઈ રહેલી દીકરીને તેની માતાએ 5000 રૂપિયા આપ્યા તો દીકરીએ તેની માતાને કહ્યું…

નંદિની લગભગ એક વર્ષ પછી તેના પિયરમાં રોકાવા આવી હતી, બાળકોને રજા ન મળે વગેરે જેવા અનેક કારણોને લીધે તે પિયરમાં વધારે રોકાતી નહીં અને તેની પાસે વધારે રોકાવા માટે સમય પણ ન રહેતો. આ વખતે સમય અને સંજોગો અનુકૂળ હોવાથી તે અઠવાડિયા જેટલું રોકાઈ શકી નહીંતર થોડા જ દિવસોમાં તેને ફરી પાછું સાસરીમાં જવું પડતું.

આજે તે પોતાના પિયર માંથી ફરી પાછી સાસરીમાં જઇ રહી હતી એટલે તેના મોટા ભાઈ ની વહુ એટલે કે ભાભી તેને એક પછી એક બધી વસ્તુઓ આપી રહી હતી, અરે નંદિની બહેન તમે વર્ષમાં એક જ વખત તો આવો છો તો આ વખતે આ બધું લઈને જજો. એવું તેને શીતલ ભાભી એ કહ્યું…

શીતલ ભાભી નંદિની થી ઉંમરમાં લગભગ 15 વર્ષ જેટલા મોટા હતા, એટલે બંને વચ્ચે ખૂબ જ સ્નેહ હતો તેમજ શીતલ એ નંદિનીને દીકરીની જેમ મોટી કરી હતી, જોકે શીતલ ની સાસુ એટલે કે નંદિની ની માતા ઘણી વખત ઈચ્છતા કે તેની દીકરી નો સંપર્ક ભાભી સાથે બને તેટલો ઓછો જો થાય. પરંતુ એ બંને નો વ્યવહાર સારો હોવાથી નંદિની જાણે શીતલ ભાભી ની દીકરી બનીને જ રહી ગઈ હતી.

આટલી બધી વસ્તુઓ તેને આપી એટલે તરત જ નંદિનીએ કહ્યું અરે ભાભી બસ પણ તમે મને કેટલી વસ્તુ આપી રહ્યા છો, બસ આટલું બધું મારે નથી લઈ જવું… ત્યારે તરત જ તેના ભાભીએ કહ્યું અરે નંદિની બહેન તમે એક તો વરસમાં એક વાર થોડા દિવસો માટે જ આવો છો અને જો તમે આના ભાઈ હોત તો કેમ તમારો પણ અડધો ભાગ હોત કે નહીં…

એટલે નંદિનીએ કહ્યું પણ ભાભી, મોટાભાઈ હમણાં કેટલા ખર્ચામાં છે. મારા માટે તો તમારા બધાનો આદર સન્માન અને પ્રેમ મળે એ જ ઘણું છે મારે બીજું કાંઈ જોતું નથી.

એટલું કહ્યું એવા મા તેના મમ્મી પણ આવી ગયા, તરત જ નંદિની માતા એ આવીને શીતલ ને કહ્યું વહુ તમે રસોડામાં જઈને થોડી ચા બનાવીને લઈ આવો મારે પીવી છે. તરત જ શીતલ એ કહ્યું ભલે મમ્મી હું લઈને આવું છું એમ કહીને તે રસોડામાં ચાલી ગઈ.

શીતલ રસોડામાં જેવી ગઈ કે તરત જ નંદિનીના માતાએ તેની પાસે આવીને પોતાની સાડી માંથી છુપાયેલા 5000 રૂપિયા બહાર કાઢ્યા અને તરત જ તેની દીકરી નંદિનીને આપ્યા અને કહ્યું આ તારા માટે છે.

નંદિની આશ્ચર્યચકિત થઈ ગઈ અને તેની માતાને કહ્યું અરે મમ્મી આ શું આપી રહ્યા છો?

ત્યારે તેની માતાએ તેને કહ્યું રાખી લે બેટા આ તારા માટે જ છે તને અને તારા બાળકોને કામ લાગશે…

નંદિની ઘણી સમજદાર હતી એટલે તરત જ તેને તેની માતાને રૂપિયા પાછા આપતા કહ્યું પણ મમ્મી તમારી પાસે આટલા બધા રૂપિયા આવ્યા ક્યાંથી? તમે કંઈ નોકરી તો થોડી કરો છો, અને આમ પણ હમણાં જ ભાઈને બાળકોની ફી ભરવાની છે તો આ પૈસા એમને જ આપી દો એમને થોડી મદદ થઈ જશે. મારા કરતા આ પૈસાની વધારે જરૂર મોટાભાઈને છે.

તેની માતાએ તેને જવાબ આપતા કહ્યું ના બેટા, તારા પપ્પા મને ગરીબ છોડીને નથી ગયા. આ લે આ રૂપિયા રાખી લે…

એવું કહીને ફરી પાછા રૂપિયા તેને તેની દીકરીને પરાણે આપી દીધા અને તરત જ પોતાના રૂમમાં જતા રહ્યા.

હાથમાં રૂપિયાનું બંડલ જોઈને તરત જ નંદિનીને થોડા દિવસ પહેલા આવેલો શીતલ ભાભી નો ફોન યાદ આવ્યો. તે ખૂબ જ મુશ્કેલીમાં હતા અને ફોનમાં કહ્યું હતું કે મોટાભાઈને મળેલો પગાર ઘરમાં રાખ્યો હતો અને અચાનક જ તેમાંથી પાંચ હજાર રૂપિયા ગાયબ થઇ ગયા હતા.

નંદિની ને સમજતા વાર ન લાગી કે શું બન્યું હશે, થોડા સમય સુધી તે ત્યાં જ ઉભી રહી પછી હસવા લાગી. ત્યાં રસોડામાંથી શીતલ ભાભી ચા લઈને આવ્યા અને કહ્યું નંદિની બહેન, મમ્મી ક્યાં ચાલ્યા ગયા?

એટલે નંદિની રૂમ તરફ ઈશારો કરીને કહ્યું કે મમ્મી રૂમ માં ગયા છે. પછી તેને ભાભીને કહ્યું ચલો હું નીકળું છું હવે અને આ પૈસા મને હમણાં જ અહીં ગાદલા નીચેથી મળ્યા છે. હું મારા થેલા કાઢવા માટે નીચે વળી ત્યારે મારું ધ્યાન પડયું હતું આ કદાચ એ જ રૂપિયા છે. જે તમે મને ફોનમાં જણાવ્યું હતું.

શીતલ ભાભી કશું બોલી ન શક્યા તેની આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી કારણકે રસોડામાં તેની સાસુ અને નણંદ વચ્ચેની વાતચીત તેને સાંભળી લીધી હતી. તરત જ શીતલ નંદિનીને ભેટી પડી અને તેના કાનમાં કહ્યું તું મારી સૌથી મોટી દીકરી છો.

બંને નણંદ ભાભી હસવા લાગ્યા, એવામાં રૂમ માંથી અવાજ આવ્યો શીતલ વહુ, મારી ચા થઈ ગઈ છે કે નહીં? ભાભી રૂમમાં તેના સાસુ ને ચા આપવા ગયા અને નંદિની પણ તેના પિયરમાંથી સાસરીમાં હસતા હસતા જવા લાગી.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો, તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં ૧ થી ૧૦ ની વચ્ચે રેટિંગ પણ આપશો.

First published on justgujjuthings.com

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version