બહુ પહેલા ના જમાના ની વાત કરીએ તો લગભગ દરેક ઘરમાં એક સ્કૂટર જોવા મળતું હતું અને મોટાભાગના ઘરમાં બજાજનો સ્કૂટર જોવા મળતું હતું. એટલું જ નહિ બજાજ ની જાહેરાત પણ એટલી ફેમસ હતી કે હાલ પણ ઘણા લોકોને આ જાહેરાત શબ્દ સાથે યાદ હશે.
પહેલાના સમયમાં સ્કૂટર હોવું એ પણ ખૂબ જ મોટી વાત હતી, હાલ તો દરેક ઘરમાં માણસ દીઠ વાહનો થવા લાગ્યા છે. પરંતુ એ સમયમાં સ્કૂટર હોવું એ પણ ખૂબ જ મોટી વાત ગણાતી હતી. એ સમયમાં એક સ્કૂટર લોકો વચ્ચે ખૂબ લોકપ્રિય હતું તે છે બજાજનું ચેતક.
1972માં આ સ્કૂટરને લોન્ચ કરવામાં આવ્યું હતું, અને સામાન્ય માણસો માટે આ સ્કૂટર ખુબ જ લોકપ્રિય રહ્યું હતું. પહેલા આ સ્કૂટર માં ટુ સ્ટ્રોક આવતા હતા જ્યારે ૨૦૦૨ સુધી કંપનીએ કોઇ ફેરફાર કર્યા ન હતા પરંતુ ત્યાર પછી તેનું ટુ સ્ટ્રોક એન્જીન બદલીને ફોર સ્ટોક કરાયું હતું.
પરંતુ અફસોસ ફેરફાર થયાના ચાર વર્ષ પછી એટલે કે 2006માં આને બંધ કરી દેવામાં આવ્યું હતું, અને અત્યારે ખુશીના સમાચાર એ છે કે આ સ્કૂટર ફરી પાછું માર્કેટમાં લૉન્ચ થવા જઈ રહ્યું છે.
આ સ્કૂટર ફરી પાછું લોન્ચ થયા પછી હાલમાં રહેલા મોપેડ અને સ્કૂટર માંથી ઘણા મોડલનો વેચાણ ઘટાડી શકે છે કારણ કે એક સમયનું લોકપ્રિય સ્કૂટર, જો પાછું માર્કેટમાં આવતું હોય તો તેનો ચાહક વર્ગ મોટા પ્રમાણમાં હોવાથી આ સ્કૂટરને ઘણા લોકો ખરીદે એવું પણ અનુમાન લગાવાઈ રહ્યું છે.
જો કે આની કિંમત શું હશે અને લોન્ચ ડેટ વગેરે જાણવા મળ્યું નથી, પરંતુ આ સ્કૂટર ફરી પાછું માર્કેટમાં આવવાનું છે આ વાત ઘણા મીડિયા પ્લેટફોર્મ પર ફેલાઈ ગઈ હતી.
જો કે બજાજ તરફથી આની કોઈ અધિકૃત જાણકારી સામે આવી નથી, પરંતુ તેના ફેક્ટરી પ્રોડક્શનની તસ્વીરો સામે આવતા એવો અંદાજ લગાવાઇ રહ્યો છે કે ચેતક ફરી પાછું માર્કેટમાં લોન્ચ થઈ શકે છે.