આપણામાંથી બધા લોકો જાણતા હશે કે બદામ ખાવાથી કેટલા ફાયદાઓ મળે છે. બદામમાં ભરપૂર માત્રામાં પ્રોટીન ફેટ minerals તેમજ વિટામિન રહેલા હોય છે. પરંતુ જણાવી દઈએ કે અમુક લોકો જો બદામનું સેવન કરે તો એની તબિયત પર ખરાબ અસર પડી શકે છે. આજે આ લેખમાં અમે તમને જણાવાના છીએ કે કેવા લોકોએ બદામના સેવન કરવાની કાળજી રાખવી જોઈએ.
પોષક તત્ત્વોથી ભરપૂર ખોરાકનું સેવન કર્યા સિવાય શરીરને બીજા વિટામિન્સ તેમજ મિનરલ્સથી પણ જરૂર પડે છે. જો આવી સ્થિતિમાં પોષક તત્વોમાં જે વસ્તુઓ ભરપૂર માત્રામાં નથી મળતી તે ખામીને ડ્રાયફ્રુટ પૂરા કરી નાખે છે. એવું જ એક ડ્રાયફ્રુટ એટલે બદામ છે બધામાં પણ આગળ જણાવ્યું તેમ ભરપૂર માત્રામાં મિનરલ્સ પ્રોટીન વગેરે રહેલાં હોય છે. જે ન માત્ર શરીરનો વિકાસ કરવામાં મદદગાર સાબિત થાય છે પરંતુ શરીરને તાકાત પણ આપે છે.
પરંતુ જણાવી દઈએ કે તમારી આજુબાજુ પણ અત્યારે ઘણા લોકોને હાઈ બ્લડપ્રેશર જેવી બીમારીઓ સામાન્ય થઈ ગઈ છે. જે લોકો હાઇ બ્લડપ્રેશરથી પીડાતા હોય તે લોકોએ બદામ ખાવાથી ચેતવું જોઈએ. આનું કારણ શું છે? કારણ માત્ર એટલું છે કે જે લોકો હાઇ બી.પી.ની બીમારીથી પીડાતા હોય તે લોકો બ્લડ પ્રેશર કંટ્રોલમાં રાખવા માટે દવાઓ પણ લેતા હોય છે એવામાં જો બદામ પણ સેવન કરે તો હાનિકારક સાબિત થઈ શકે છે.
ઘણા લોકોને ખોરાક પચવામાં ખૂબ જ સમસ્યાઓ હોય છે, એટલે કે પાચનક્રિયામાં તે લોકોનું શરીર વિવિધ મુશ્કેલીઓનો સામનો કરતું રહે છે. જો એવા લોકો હોય જેઓને પાચનક્રિયામાં તકલીફ રહેતી હોય તો આ લોકોએ પણ બદામ ખાવાનું બંધ કરી દેવું જોઈએ કારણકે પહેલા જણાવ્યા પ્રમાણે બદામમાં ભરપૂર માત્રામાં પ્રોટીન અને વિટામિન રહેલા હોય છે એટલે આ વસ્તુ તમારી પાચન ક્રિયામાં વધારે મુશ્કેલીઓ પેદા કરી શકે છે.
આ સિવાય જે લોકો ને એસીડીટી ની મુશ્કેલીઓ રહેતી હોય એ લોકોએ પણ ન ખાવી જોઈએ કારણકે બદામમાં ફાઈબરની માત્રા ખૂબ જ હોય છે જેથી ગેસની સમસ્યા પણ થઈ શકે છે.
આ સિવાય જે લોકો પોતાનું વજન ઘટાડવા માંગતા હોય અથવા ઘટાડી રહ્યા હોય તો આજથી જ ડાયટમાં બદામનું સેવન કરી રહ્યા હોય તો બંધ કરી દેવું જોઈએ કારણકે બદામમાં ઘણી બધી કેલરી રહેલી હોય છે એવામાં જવાનું વધારે પડતું સેવન કરવામાં આવે તો વજન ઘટાડવામાં ખૂબ જ તકલીફ પડી શકે છે.
જે લોકોને ગોલ બ્લેડર અથવા kidney stone જેવી બીમારી એટલે કે સામાન્ય ભાષામાં જે લોકોને પથરી હોય તેવા લોકોએ પણ બદામ ન ખાવી જોઈએ કારણકે બદામમાં મળી આવતા oxalate ના કારણે તેની સાઇડ ઇફેક્ટ પણ થઈ શકે છે.
Disclaimer- This content is provided for informational purposes only, and is not anyway intended to be a substitute for professional medical advice.