Site icon Just Gujju Things Trending

ભારતીય સેનાને મળી મોટી સફળતા, ભારતીય સીમામાં ઘૂસતા આતંકીઓને ઠાર મરાયા

છેલ્લા બે-ત્રણ દિવસથી કાશ્મીરમાં કેન્દ્ર સરકાર તરફથી જે અતિરિક્ત સુરક્ષાબળ મોકલવામાં આવ્યું છે તેનાથી ચર્ચા વધી ગઈ છે કે કાશ્મીરમાં આખરે શું થઈ રહ્યું છે, અને બીજી બાજુ પાકિસ્તાનની પણ ઊંઘ ઉડાડી નાખી છે.

છેલ્લા થોડાક દિવસમાં પાકિસ્તાન તરફથી પણ હેવી સ્પેલિંગ કરવામાં આવતા તેનો જડબાતોડ જવાબ ભારતીય આર્મી આપી રહી છે. સાથે સાથે ભારતીય આર્મી ને વધુ એક સફળતા મળી છે.

પરંતુ મીડિયા રિપોર્ટ અનુસાર હજુ પણ ફાયરિંગ ના કારણે સબ ને ત્યાંથી હટાવાયા નથી કે તેની ઓળખાણ થઈ નથી. અને ભારતીય સેનાએ સબૂત માટે 4 શબની તસવીરો પણ પાડી છે. એવું મીડિયા રિપોર્ટ અનુસાર કહેવાય રહ્યું છે કે આ કાર્યવાહી પાછલા 24-36 કલાક દરમિયાન થઈ છે.

જણાવી દઈએ કે પાકિસ્તાનની નાપાક હરકતો પુલવામાં થયેલા હુમલા પછી ચાલુ જ રહી છે. પરંતુ બોર્ડર એક્શન ટીમ એટલે કે ત્યાંની બોર્ડર એક્શન ટીમ દ્વારા ઘુસણખોરી કરવામાં આવી નથી અને પુલવામા થયેલા હુમલા પછી ઘુસણખોરી કરવાનો આ મોટો પ્રયાસ છે.

જણાવી દઈએ કે બોર્ડર એક્શન ટીમ પાકિસ્તાનની સ્પેશિયલ ફોર્સ અને LOC મા રેડ કન્ડક્ટ કરી રહેલા મિલીટન્ટ ની નાની ટુકડી છે.

ઇન્ડિયા ટુ ડે માં પબ્લિશ થયેલા રિપોર્ટ અનુસાર ૪ બોડી ભારતની બાજુ રહેલી LOC માં જોવા માં આવી છે, આ બોડી ત્યાંના કમાન્ડો અથવા આતંકીઓની હોઈ શકે છે.

જણાવી દઈએ કે પાછળના થોડા દિવસોમાં સેનાએ લગભગ ચાર જેટલા આતંકવાદીઓને ઠાર મારી દીધા છે. અને પાકિસ્તાન તરફથી એક પછી એક કાશ્મીરની શાંતિ ભંગ કરવા માટે તેમજ અમરનાથ યાત્રા પર જનારા યાત્રીઓને નિશાન બનાવવાની કોશિશ કરવામાં આવી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અમરનાથ યાત્રાના માર્ગમાં થી પણ IED, સ્નાઇપર અને બારૂદ મળી આવ્યા છે. આથી તેને લઈને પણ મોટો નિર્ણય લેવાઈ ચૂક્યો હતો.

આર્મી ઓફિસિયલ માટે પણ જણાવ્યું હતું કે આ બધી ગતિવિધિઓ પાકિસ્તાનની ત્રાસવાદી ગતિવિધિઓ સાથેના કનેક્શન બતાવે છે અને કાશ્મીરમાં શાંતિ ભંગ કરવાનો ઇરાદો દેખાય છે.

આર્મી ઓફિસિયલ એ એમ પણ જણાવ્યું હતું કે કાશ્મીરમાં ત્રાસવાદીઓને ઘુસાડવા માટે ખૂબ જ મોટી માત્રામાં પ્રયત્નો કરાઈ રહ્યાં છે. જેમાં ઘણા ત્રાસવાદી સંગઠનના ત્રાસવાદીઓને કાશ્મીરમાં ત્રાસવાદ ફેલાવવા માટે ઘૂસણખોરીની કોશિશ કરવામાં આવી રહી છે.

આવા સમયે ભારતીય આર્મી ફરી એક વખત ખૂબ જ સાહસ ભર્યું અને આપણે દરેક લોકોએ ગર્વ લેવા જેવું કામ કર્યું છે. જય હિન્દ.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version