કેળાને ઇન્સ્ટન્ટ એનર્જી નો સ્ત્રોત માનવામાં આવે છે. આ વાત લગભગ બધાને ખબર હશે. માટે જ કેળાનો ઉપયોગ ઘણા સ્પોર્ટ્સમાં પણ સ્પોર્ટ્સ પર્સન કરતા હોય છે.આનાથી ન માત્ર તેને સ્ફૂર્તિ મળે છે પરંતુ તે ખૂબ જ જલદી મળે છે.
અને કેળુ જેટલું સ્વાદ સારું છે એટલું જ આપણા સ્વાસ્થ્યમાં પણ સારું છે. કેળુ એવું ફળ છે જે કોઈપણ ઋતુમાં ખાઈ શકાય છે અને તેને કોઈ પણ ઋતુમાં ખાવાથી ફાયદો પણ મળે છે.
તમને કદાચ પ્રશ્ન થશે કે કેળું ખાવાથી ઇન્સ્ટન્ટ એનર્જી શુ કામ મળે છે, જણાવી દઈએ કે કેળામાં ભરપૂર માત્રામાં કાર્બોહાઈડ્રેટ, ફાઇબર, પોટેશિયમ અને કેલ્શિયમ હોય છે.
આપણે બધા કેળુ ગમે ત્યારે ખાઈ શકીએ છીએ પરંતુ જો તેને સવારે ખાલી પેટ ખાવામાં આવે તો તેના ફાયદા ઘણા વધી જાય છે. અને સવારે ખાલી પેટ કેળુ ખાઈ ને તમે માથે ગરમ પાણી પી લો તો ઘણા ફાયદા મળે છે. વધુ માહિતી સાથે વાત કરીએ કે કયા કયા ફાયદા મળે છે
સૌ પ્રથમ તો તમને સૌથી મોટો ફાયદો મળે છે કે આપણું હૃદય સ્વસ્થ રહે છે. અને હૃદય સંબંધિત થતી બીમારીઓનો ખતરો ઓછો થઈ જાય છે. કેળામાં ઉપર કહ્યું તેમ ફાઇબર, પોટેશિયમ, કેલ્શિયમ અને હોય છે જે કોલેસ્ટ્રોલના લેવલને નિયંત્રણમાં રાખીને હૃદય સ્વસ્થ રાખવા મા મદદ કરે છે.
આપણે ઉપર જે વાતની ચર્ચા થઈ તે રીતે શરીરમાં ઉર્જા વધારવાનું કામ પણ કેળા કરી શકે છે. આથી સવારે જો કહ્યું તે પ્રમાણે સેવન કરવામાં આવે તો આખો દિવસ ફ્રેશ ફીલ થાય છે અને રહેતો નથી.
આથી જો હંમેશા સ્વસ્થ રહેવા માગતા હોવ તો રોજ સવારે આનું સેવન અચૂક કરી લેવું. આના ઉપયોગના એક કલાક સુધી કંઈ જ ખાવું નહીં. અને એક કલાક પછી ખાઈ શકો છો.
કેળાને ફાઇબર અને કેલ્શિયમનો મુખ્ય સ્ત્રોત મનાય છે. ફાઇબર છે તે પાચનતંત્રને મજબૂત કરે છે જેનાથી પાચન શક્તિ વધે છે. અને સાથે સાથે ગરમ પાણી પીવાથી પેટની ગરમી બહાર નીકળવામાં પણ રાહત મળે છે. આથી જો આ બંને નું સાથે સેવન કરવામાં આવે તો કબજીયાતથી છુટકારો મેળવી શકાય છે.