“ડિસ્કો કિંગ” બપ્પી દા ની દુનિયાને અલવિદા, એક દિવસ પહેલા જ હોસ્પિટલથી પાછા ફર્યા હતા…
80 અને 90ના દાયકામાં ભારતમાં ડિસ્કો મ્યુઝિકને લોકપ્રિય બનાવનાર સંગીતકાર અને ગાયક બપ્પી લહેરી નું આજે મુંબઈની ક્રિટીકેર હોસ્પિટલમાં અવસાન થયું હતું. તેઓ 69 વર્ષના હતા.
ભારતમાં ડિસ્કો કિંગ તરીકે વ્યાપકપણે જાણીતા બપ્પી લહેરીનો જન્મ 1952માં પશ્ચિમ બંગાળના કલકત્તામાં શાસ્ત્રીય સંગીતની સમૃદ્ધ પરંપરા ધરાવતા પરિવારમાં થયો હતો. તેણે 19 વર્ષની નાની ઉંમરે સંગીત નિર્દેશક તરીકે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમના પિતા અપરેશ લહેરી એક પ્રખ્યાત બંગાળી ગાયક હતા અને તેમની માતા બંસારી લહેરી એક સંગીતકાર અને ગાયક હતા તેઓ શાસ્ત્રીય સંગીત અને શ્યામા સંગીતના જાણકાર હતા.
લહેરીને એક મહિનાથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને સોમવારે તેમને રજા આપવામાં આવી હતી. પરંતુ મંગળવારે તેમની તબિયત બગડી હતી અને તેમના પરિવારજનોએ તેમના ઘરે ડૉક્ટરને મળવા બોલાવ્યા હતા. તેમને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. તેઓને ઘણી બધી હેલ્થ રિલેટેડ સમસ્યાઓ હતી. ડોક્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મધ્યરાત્રિના થોડા સમય પહેલા જ ઓએસએ (ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા)ના કારણે તેમનું અવસાન થયું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુપ્રસિદ્ધ સંગીતકાર બપ્પી લાહિરીના નિધનથી દુઃખી છે. તેમણે ટ્વિટ કર્યું “શ્રી બપ્પી લહેરી જીનું સંગીત વિવિધ પ્રકારની લાગણીઓની સુંદર અભિવ્યક્તિ હતું. દરેક પેઢીઓમાં થી લોકો તેના કાર્ય સાથે સંબંધિત હોઈ શકે છે. તેમનો જીવંત સ્વભાવ બધાને યાદ હશે. તેમના મૃત્યુથી હું દુખી છું. તેમના પરિવાર અને ચાહકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ.
Shri Bappi Lahiri Ji’s music was all encompassing, beautifully expressing diverse emotions. People across generations could relate to his works. His lively nature will be missed by everyone. Saddened by his demise. Condolences to his family and admirers. Om Shanti. pic.twitter.com/fLjjrTZ8Jq
— Narendra Modi (@narendramodi) February 16, 2022
કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે ટ્વીટ કર્યું હતું: પ્રખ્યાત ગાયક બપ્પી લહરીજીના નિધનથી દુઃખી છું જેમણે પોતાના સુરીલા સંગીત દ્વારા કરોડો દિલોમાં સ્થાન બનાવ્યું… ભારતીય ફિલ્મ અને કલા જગતને ન પૂરી શકાય તેવી ખોટ.