બાળકે કહ્યું હું બગીચો સાફ કરી આપુ મને બદલામાં પૈસા નહીં પણ જમવાનું આપજો, શેઠાણીએ કારણ પૂછ્યું તો બાળકે…
એક દિવસની વાત છે એક શેઠ અને શેઠાણી બંન્ને પોતાનો સવારનો નાસ્તો પતાવીને પોતાના ભવ્ય બંગલા ના બગીચામાં આરામથી બેઠા બેઠા વાતો કરી રહ્યા હતા.
એટલામાં શેઠ શેઠાણીના પૂછ્યું કે આજે છાપુ નથી આવ્યું કે શું? કેમ સવારથી દેખ્યું નથી? એટલે શેઠાણીએ જવાબ આપીને કહ્યું કે કદાચ આજે છાપુ છપાયો જ નહીં હોય. પછી તેને યાદ આવ્યું કે હા આજે છાપુ આવવાનું નહોતું. એટલે શેઠને કહ્યું કે આજે જાહેર રજા હોવા ને કારણે છાપુ છપાવાનું જ હતું નહીં.
એ બંને જણા વાત કરી રહ્યા હતા એટલામાં એક બાળક ઘર સામે આવીને ઊભો રહ્યો એ પણ લગભગ છાપો વેચવાનું કામ કરી રહ્યો હોય તેવું લાગી રહ્યું હતું. પરંતુ એ દિવસે છાપો જ હતો નહીં એટલે એ માત્ર ખાલી હાથે આવ્યો હતો.
બાળકને જોઈને શેઠાણી તરત બહાર આવ્યા અને બહાર આવીને પૂછ્યું કે શું કામ છે?
બાળકે કહ્યું આંટી શું તમારો આ બગીચો સાફ કરી આપુ? એટલે શેઠાણીએ જવાબ આપતા કહ્યું કે ના રે ના મારે બગીચો સાફ નથી કરાવો.
ના સાંભળીને બાળક બંને હાથ જોડીને થોડા ઢીલા અવાજમાં બોલી ઉઠ્યો કે પ્લીઝ આંટી કરાવી લો ને, હું એકદમ સારી રીતે સફાઈ કરીશ. તમને કોઈપણ જાતની ફરિયાદ કરવાનો મોકો નહી આપુ.
આવી રીતના ઢીલો અવાજ સાંભળીને શેઠાણીને થયું કે આ છોકરાને કંઈ જરૂર લાગે છે એટલે તેને પણ સામે પ્રશ્ન પૂછ્યો કે અચ્છા સારું છે પરંતુ મને કહે કે કેટલા પૈસા લગાવીશ?
બાળકે જવાબ આપતા કહ્યું કે મારે પૈસા નથી જોતા આંટી, માત્ર જમવાનું આપજો.
એટલે શેઠાણીને કહ્યું કે ઠીક છે આવી જા અને સારી રીતે કામ કરજે. પછી તે અંદરોઅંદર વિચારવા લાગ્યા કે છોકરો ભૂખ્યો લાગે છે એટલે તેને પહેલાં જ ખાવાનું આપી દઉં છું.
શેઠાણીને કહ્યું કે એ છોકરા પહેલા ખાવાનું જમી લે પછી કામ કરજે.
પરંતુ બાળકે કહ્યું કે ના હું પહેલા કામ કરીને પછી જમવાનું જમીશ.