એક દિવસની વાત છે એક શેઠ અને શેઠાણી બંન્ને પોતાનો સવારનો નાસ્તો પતાવીને પોતાના ભવ્ય બંગલા ના બગીચામાં આરામથી બેઠા બેઠા વાતો કરી રહ્યા હતા.
એટલામાં શેઠ શેઠાણીના પૂછ્યું કે આજે છાપુ નથી આવ્યું કે શું? કેમ સવારથી દેખ્યું નથી? એટલે શેઠાણીએ જવાબ આપીને કહ્યું કે કદાચ આજે છાપુ છપાયો જ નહીં હોય. પછી તેને યાદ આવ્યું કે હા આજે છાપુ આવવાનું નહોતું. એટલે શેઠને કહ્યું કે આજે જાહેર રજા હોવા ને કારણે છાપુ છપાવાનું જ હતું નહીં.
એ બંને જણા વાત કરી રહ્યા હતા એટલામાં એક બાળક ઘર સામે આવીને ઊભો રહ્યો એ પણ લગભગ છાપો વેચવાનું કામ કરી રહ્યો હોય તેવું લાગી રહ્યું હતું. પરંતુ એ દિવસે છાપો જ હતો નહીં એટલે એ માત્ર ખાલી હાથે આવ્યો હતો.
બાળકને જોઈને શેઠાણી તરત બહાર આવ્યા અને બહાર આવીને પૂછ્યું કે શું કામ છે?
બાળકે કહ્યું આંટી શું તમારો આ બગીચો સાફ કરી આપુ? એટલે શેઠાણીએ જવાબ આપતા કહ્યું કે ના રે ના મારે બગીચો સાફ નથી કરાવો.
ના સાંભળીને બાળક બંને હાથ જોડીને થોડા ઢીલા અવાજમાં બોલી ઉઠ્યો કે પ્લીઝ આંટી કરાવી લો ને, હું એકદમ સારી રીતે સફાઈ કરીશ. તમને કોઈપણ જાતની ફરિયાદ કરવાનો મોકો નહી આપુ.
આવી રીતના ઢીલો અવાજ સાંભળીને શેઠાણીને થયું કે આ છોકરાને કંઈ જરૂર લાગે છે એટલે તેને પણ સામે પ્રશ્ન પૂછ્યો કે અચ્છા સારું છે પરંતુ મને કહે કે કેટલા પૈસા લગાવીશ?
બાળકે જવાબ આપતા કહ્યું કે મારે પૈસા નથી જોતા આંટી, માત્ર જમવાનું આપજો.
એટલે શેઠાણીને કહ્યું કે ઠીક છે આવી જા અને સારી રીતે કામ કરજે. પછી તે અંદરોઅંદર વિચારવા લાગ્યા કે છોકરો ભૂખ્યો લાગે છે એટલે તેને પહેલાં જ ખાવાનું આપી દઉં છું.
શેઠાણીને કહ્યું કે એ છોકરા પહેલા ખાવાનું જમી લે પછી કામ કરજે.
પરંતુ બાળકે કહ્યું કે ના હું પહેલા કામ કરીને પછી જમવાનું જમીશ.
શેઠાણીએ પણ તેનો જવાબ સાંભળીને હા માથું ધુણાવીને અંદર ચાલ્યા ગયા અને પોતાના કામમાં વ્યસ્ત થઈ ગયા.
શેઠનો પણ ઓફિસે જવાનો સમય થઇ ગયો હતો એટલે શેઠ પણ તૈયાર થઈને ઓફિસે જવા લાગ્યા.
થોડા સમય પછી લગભગ એક કલાક જેવું થઈ ગયું હતું ત્યારબાદ બાળકે આવીને કહ્યું કે આંટી જોઈ લો તમારા બગીચાની સફાઈ એકદમ વ્યવસ્થિત રીતે કરી નાખી છે. તમે જરા જોઇને મને કહો કંઈ વાંધો તો નથી ને.
શેઠાણીએ બગીચો જોયો તો એકદમ સરસ સફાય તો કરી જ હતી પરંતુ સાથે સાથે બગીચામાં બાજુમાં રાખેલા કુંડાઓ પણ વ્યવસ્થિત રીતે ગોઠવી ને રાખી દીધા હતા.
શેઠાણી ખુશખુશાલ થઇ ગયા અને કહ્યું કેવા તે તો ખુબ જ સરસ સાફ-સફાઈ કરી છે. અહીં જ બેસ જે હું તારા માટે જમવાનું લઈ આવું છું. આ કુંડા પણ તે વ્યવસ્થિત ગોઠવી નાખ્યા બહુ સરસ કામ કર્યું છે.
શેઠાણી અંદર જઈને થોડું જમવાનું લઈને આવ્યા બાળકે પોતાના ખિસ્સામાં રહેલી એક થેલી કાઢી અને કહ્યું કે મને આમાં આપી દેશો? એટલે શેઠાણીને કહ્યું કે તે ભૂખ્યા પેટે જ કામ કર્યું છે હવે તો જમી લે અહીં બેસીને, અને તને વધારે જોઈતું હોય તો પણ હું આપીશ.
બાળકે કહ્યું ના આંટી મારે અહીં નથી ખાવું મારી માતા બીમાર છે અને તે ઘરે છે. સરકારી હોસ્પિટલમાં ગયો હતો અને દવા તો મળી ગઈ પરંતુ ડોક્ટરે કહ્યું હતું કે આ દવાને ખાલી પેટ આપતા નહીં. એટલે હું જમવાનો પ્રબંધ કરવા નીકળ્યો હતો.
આટલું સાંભળીને અઢળક સંપત્તિ ધરાવતા એ શેઠાણીના આંખમાંથી પણ અશ્રુધારા વહેવા લાગી. તરત જ પોતાના હાથે પહેલા માસુમ બાળકને જમવાનું જ માંડ્યું અને પછી તેની માતા માટે પણ રોટલી શાક વગેરે બનાવીને બાળક સાથે ટિફિન લઈને તે તેના ઘરે જઈને જમવાનું આપી આવી.
તે ત્યાં જમવાનું આપવા ગઈ ત્યારે પેલા બાળકની માને જોઈને શેઠાણી ના મોઢા માં થી ખાલી એટલા જ શબ્દો નીકળ્યા કે બેન તમે ખૂબ જ પૈસાદાર છો. ખૂબ જ અમીર છો. જે સંપત્તિ તમે તમારા દીકરાને આપી છે. એ અમે પણ અમારા બાળકોને નથી આપી શકતા.
આટલું કહીને શેઠાણી ત્યાંથી ચાલી ગઇ… અને બાળકના માથે વહાલથી હાથ ફેરવતી ગઈ.
જો તમને આ સ્ટોરી પસંદ આવી હોય તો દરેક લોકો સાથે આને શેર કરી શકો છો, અને કોમેન્ટમાં આ સ્ટોરી તમને કેવી લાગી તેનો અભિપ્રાય જરૂરથી આપજો તેમજ રેટિંગ પણ આપજો.