બે મિત્રો ચાલતા ચાલતા ક્યાંક ફરવા જઈ રહ્યા હતા. ઉનાળો હોવાથી ખૂબ તડકો હતો.બંનેની હાલત ગરમીથી ખરાબ થઇ ગઇ હતી. અને ચાલતા ચાલતા તેઓ થાકી ગયા હતા. આથી અને વિચાર્યું કે હવે ક્યાંક આપણે આરામ કરી લઈએ.
થોડું દૂર ચાલ્યા પછી તેને એક વડનું ઝાડ દેખાયું, આ જોઈને તેઓ ખૂબ ખુશ થઈ ગયા અને નક્કી કર્યું કે ત્યાં આપણે આરામ કરીશું. ત્યાં જઈને તેઓ ત્યાં આરામ કરવા માટે સુઈ ગયા. એ ઝાડની નીચે છાયા ને કારણે એકદમ ઠંડક હતી અને જેનાથી તેઓ નો બધો થાક દૂર થઈ ગયો.
થોડીવાર પછી જાગી ને એક મિત્ર બીજા મિત્રને કહ્યું કે ભગવાન પણ કેટલો અન્યાયી છે. તેને આ ઝાડ તો બનાવ્યું પરંતુ એનું ફળ કેટલું નાનું છે. જો આ નું ફળ નાળિયેર જેટલું મોટું હોત તો રસ્તામાં આવવાવાળો અહીં પાણી પણ પી શકત. અને સારુ મહેસુસ કરી શકત.”
એને વાત હજી પુરી કરી એટલામાં જ તેની ઉપર વડ નું ફળ તેના માથા પર પડ્યુ. આ જોઈને બીજા મીત્ર એ કહ્યુ, “ભગવાન અન્યાયી નથી, આપણો વિચાર જ ખોટો છે. આપણે એવું જ વીચારતા હોઈએ છીએ કે જે આપણને સત્ય લાગે અને સારુ લાગે પરંતુ ભગવાન એ જ વીચારે છે જે આપણા માટે સાચુ હોય. જો એને આ વડ માં તે વિચાર્યુ એમ નારીયેળ જેવડાં ફળ બનાવ્યા હોત તો જ્યારે હમણાં આ ફળ પડ્યુ ત્યારે તારુ માથુ ફાટી ગયુ હોત! એ તો દુરની વાત પણ આ ફળ નીચે પડશે તો એવી બીકે આપણે અહિં આરામ પણ ન કરી શક્યા હોત.”
આપણે ઘણી વખત એવું વિચારતા હોઈએ છીએ કે ભગવાન આવું શું કામ કરે છે, તેવુ શું કામ કરે છે. પરંતુ યાદ રાખો જે પણ થાય તે સારા માટે જ થાય છે. આથી ભગવાન દરેક નિર્ણય નું સમ્માન કરવું જોઈએ.