Site icon Just Gujju Things Trending

ભગવાનમાં માનો છો? તો આ સ્ટોરી વાંચવાનું ચુકતાં નહીં…

ભગવાન પર ભરોસો રાખવો એ કેટલી મહત્વની અને અગત્યની બાબત છે આજની સ્ટોરીમાંથી શીખવા મળશે. ભલે આ એક કાલ્પનિક વાર્તા હશે પરંતુ આ સ્ટોરી ને છેલ્લે સુધી વાંચીને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરજો.

એક ગામડામાં એક વખત એક સંત ધ્યાન ધરતા હતા, પરંતુ આ સંતની ધ્યાન ધરવાની રીત બીજાઓ કરતાં ખૂબ જ અલગ હતી. કારણ કે આ સંત ગામડા માં આવેલા એક કૂવા ઉપર પોતાને એક સાંકળ સાથે બાંધીને લટકીને ધ્યાન ધરતા હતા. અને તેઓનું માનવું હતું કે જે દિવસે આ સાંકળ તૂટી જશે એ દિવસે એ સંત ને ભગવાન ના દર્શન થઇ જશે.

સંત ની આવી ભક્તિ જોઈને આખુ ગામડું તેનાથી પ્રભાવિત થઈ ગયું હતું. ગામડાના બધા લોકો તેની ભક્તિની અને ધ્યાન ની પ્રશંસા કરતા રહેતા. એ જ ગામડામાં એક વ્યક્તિ પણ રહેતો હતો. જેની ઉંમર લગભગ 20 વર્ષની હતી.

એ યુવકને પણ તેના મનમાં સંત ને જોઈને ઇચ્છા જાગી કે મારે પણ ભગવાનના દર્શન કરવા છે. આથી તેને પણ સંતાનની જેમ જ ધ્યાન ધરવાનો નિર્ણય કર્યો.

એ પેલા કુવા પાસે જઈને પોતાના પગમાં દોરડું બાંધી અને કૂવામાં ઊંધો લટકી ગયો અને ભગવાનનું સ્મરણ કરવા લાગ્યો અને મનમાં ને મનમાં ભગવાન ને વિનંતી કરી રહ્યો હતો કે મને દર્શન આપો.

થોડા સમય પછી એ દોરડું તે યુવકના વજનને કારણે તુટી ગયું અને એ યુવક કૂવામાં નીચે પડે તે પહેલાં જ ભગવાને તેને દર્શન આપ્યા અને બચાવી લીધો.

ભગવાને એને થોડા જ સમયમાં દર્શન આપ્યા એટલે એ યુવકે ભગવાન ને પૂછ્યું પ્રભુ, અમારા ગામમાં એક સંત પણ મારી જેમ જ ભક્તિ કરે છે અલબત્ત મેં તેને જોઈને જ તમારી ભક્તિ કરવાનો નિર્ણય કર્યો હતો. તો હજુ સુધી તમે એને દર્શન ન આપ્યા અને મને કેમ આટલા જલ્દી દર્શન દેવા આવ્યા? એ સંત તો વર્ષોથી તમારી ભક્તિ કરી રહ્યા છે.

ભગવાને તેને ઉત્તરમાં કહ્યું એ સંત કુવા પર લટકે જ છે, અને ભક્તિ પણ કરે છે પરંતુ તે પોતાના પગને લોખંડની સાંકળથી બાંધીને રાખે છે. એના મનમાં મારાથી વધારે ભરોસો તેને પહેલી લોખંડની સાંકળ પર છે.

અને અહીં તું જ્યારે ભક્તિ કરી રહ્યો હતો ત્યારે તને તારા ખુદ થી પણ વધારે ભરોસો મારા પર હતો. એટલા માટે હું તને દર્શન આપવા માટે આવ્યો.

સંત વર્ષોથી ભગવાનની ભક્તિ કરી રહ્યા હતા, એ પણ પેલા યુવક ની જેમ જ કુવા પર લટકીને ભગવાનનું ધ્યાન ધરી રહ્યા હતા. પરંતુ તેનો ભગવાન કરતા પણ વધારે વિશ્વાસ તેની લોખંડની સાંકળ પર હતો. એટલા માટે જ કદાચ કહેવામાં આવે છે કે ભગવાનની સાચા ભાવથી ભક્તિ કરીએ તો જરૂરી નથી કે આપણને દર્શન મળવામાં વર્ષો લાગી જાય. તમારી શરણાગતિ અને ઇશ્વર પ્રત્યેનો અતુલ ભરોસો તમને જલ્દી અને અવશ્ય દર્શન આપે છે.

પ્રશ્ન અહીં માત્ર એટલો જ છે કે તમારો ભગવાન પર કેટલો વિશ્વાસ છે? જો તમને ભગવાન પર પૂરો વિશ્વાસ અને ભરોસો હોય તો ભગવાન દર્શન આપે જ છે.

જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો આ ખાસ કરીને દરેક લોકો જોડે શેર કરજો, તેમજ આ સ્ટોરી ને કમેન્ટમાં રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version