Site icon Just Gujju Things Trending

સાહેબ દિલ ચોખ્ખુ રાખજો, નસીબ માં હશે તો કોઈ છીનવી નહીં શકે, વાંચો આ સ્ટોરી

એક નાનકડું ગામડું હતું, જેમાં એક ગરીબ ખેડૂત રહેતો હતો. તે માત્ર પૈસાથી ગરીબ હતો પરંતુ તેનું દિલ ખુબ જ ઉદાર હતું. અને તે એકદમ પ્રામાણિક હતો તેમજ ગામમાં બધા લોકોને મદદ કરતો.

એક દિવસે રાતના સમયે તે પોતાના ખેતરે કામ કરીને પાછો આવી રહ્યો હતો. એટલામાં રસ્તામાં તેને પગમાં એક કાટો ખૂંચ્યો. આથી તેણે નીચે જોયું તો નીચે કાંટાવાળુ ઝાડ હતું, આથી તેને વિચાર્યું કે આ ઝાડ બીજા કોઈને પણ પગમાં વાગી શકે છે.

તેથી આને અહીંથી ઉખાડી નાખવું જોઈએ. આટલું વિચારીને તે એ નાનકડું વૃક્ષ ઉખાડવા લાગ્યો, પરંતુ શું? અંદરથી જોયું તો વૃક્ષની નીચે સોનાના સિક્કા ભરેલા ઘડા પડ્યા હતા. ખેડૂતને ભગવાન ઉપર અપાર ભરોસો હતો. આથી એણે સોનાના સિક્કા લીધા નહીં, અને કહ્યું કે જો આ સિક્કા મને મળવાના જ હોય તો જેને મને આ સિક્કા દેખાડ્યા છે, એ જ મારા ઘરે પણ પહોંચાડશે.

અને આટલું કહીને તે ઘર તરફ જવા રવાના થઈ ગયો, ઘરે જઈને વાળુ-પાણી કરીને તેની પત્નીને બધી વાત કરી. તેની પત્નીએ વાતવાતમાં આ બધી વાત તેના પડોશની એક મહિલાને જણાવી દીધી. અને આ મહિલાએ તેના પતિને આ વાત જણાવી દીધી જેથી એના ઘરના દરેક સદસ્ય તે જ રાત્રે તે વૃક્ષ વાળી જગ્યા પર પહોંચી ગયા.

બધાએ મળીને ત્યાં ખોદવાનું ચાલુ કર્યું. ધીમે ધીમે તેને એક પછી એક એમ ઘણા ઘડા મળતા ગયા. પરંતુ આ ઘડામાં સોનાના સિક્કા નહીં તેની જગ્યા પર સાપ હતા. આથી તેઓ એકબીજા સાથે વાત કરવા લાગ્યા કે પેલો ખેડૂત આપણને મારવા માંગે છે, એટલે જ આવું કર્યું હશે. અને પછી બધાએ મળીને નક્કી કર્યું કે આ બધા સાપ ભરેલા ઘડાને તેના જ ઘરમાં છોડી દઈએ, પરંતુ કહેવાય છે ને કે ભગવાનની લીલા અપરંપાર હોય છે.

જેવા એ લોકોએ ત્યાં ખેડૂતના ઘરે ઘડા મૂક્યા, તેવા તે ઘડામાં રહેલા સાપ સોનાના સિક્કામાં બદલી ગયા.

જ્યારે ખેડૂત સવારે જાગ્યો તો જોયું કે સોનાના સિક્કા ભરેલા ઘડા તેના ઘર માં પડ્યા છે. આ જોઈ ને તેને ભગવાનનો ખુબ આભાર માન્યો.

આ વાર્તા કાલ્પનિક હશે પરંતુ આપણને એટલું તો સમજાવી જ જાય છે કે નસીબ માં લખેલુ હશે તો તમને જરૂર મળશે. આજે નહિ તો એના સમયે પરંતુ નસીબ માં રહેલું દરેક માણસને મળે જ છે. પછી એ સારું હોય કે ખરાબ!

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version