ભગવાન તમારો સાથ ક્યારે આપે છે? આ વાંચશો એટલે સમજી જશો
આ પછી મારા બાળકો થયા જે મને ખૂબ પ્રેમ કરતા હતા. આથી મેં પત્નીની ફોટો હટાવીને મારા બાળકોની ફોટો લગાવી દીધી. મારા બાળકો પણ ધીરે ધીરે મોટા થઈ રહ્યા હતા.
એક સમય એવો આવ્યો કે મારા બાળકો પોતાના કામથી વિદેશ જતા રહ્યા અને હું પાછળથી એકલો પડી ગયો.
હું ખૂબ જ વૃદ્ધ થઈ ગયો હતો. અને ત્યારે જઈને મને ભગવાન ની યાદ આવી. આથી મેં મારા પર્સમાં ભગવાન શિવજી નો ફોટો રાખ્યો હતો. અને પછી મને સમજાયું કે હું જીવનભર મારો પ્રેમ બદલતો રહ્યો.
ક્યારેક પોતાને પ્રેમ કરતો, ક્યારેક પત્ની ને તો ક્યારેક બાળકો સાથે. પરંતુ અંતમાં દરેક લોકો મને છોડીને ચાલ્યા ગયા, હવે મારી પાસે માત્ર મારા ભગવાન જ મારી સાથે છે. જેને આખા જીવનમાં મેં ક્યારેય યાદ પણ કર્યા ન હતા.
આટલું સાંભળીને કંડકટર એ તુરંત એનું પર્સ એને પાછું આપી દીધું.
વાર્તા તો અહીં પૂરી થઇ ગઇ પરંતુ એક મોટો સંદેશ છોડી ગઈ, એ છે કે આપણામાંથી મોટા ભાગના લોકો યા તો કોઈ મુસીબત આવે અથવા કોઈ એવી સમસ્યા સર્જાય જેનું નિરાકરણ આપણા હાથમાં ન હોય ત્યારે જ ભગવાનને યાદ કરતા હોય છે. પરંતુ ભગવાન હંમેશા તમારી સાથે રહે છે. પણ આપણે તેને યાદ કરવાનું ”ભૂલી” જતા હોઈએ છીએ.