લગ્ન પછી જીવન સફળ બનાવવા માટે જેટલો પતિ જવાબદાર છે તેટલી જ પત્ની પણ જવાબદાર છે, એટલે કે બંને વચ્ચે સંતુલન અને સમજદારી હોવી જરૂરી છે. કારણકે જો એક પાત્રની સમજદારી કે સંતુલન બગડે તો તેની અસર સીધી સંબંધ પર પડી શકે છે, અને લગ્નજીવનમાં એ પણ વધુ મહત્વનું છે કે તમે માત્ર તમારું વિચારવાને બદલે તમારા પાર્ટનર માટે પણ વિચારો. જેમકે ઘણી વખત આપણે લગ્નજીવન પુરુષો ઘણી ભૂલો કરતા હોય છે જેનાથી સંબંધમાં આવી શકે છે, આવી જ કંઈક સામાન્ય પણે થતી ભૂલો વિશે વાત કરવાના છીએ. ચાલો જાણીએ
ઉપર જણાવ્યું તે પ્રમાણે જો તમે તમારું જ વિચારો અને પાર્ટનરની ભાવનાઓનું ન કરો તો સંબંધમાં દરાર પડી શકે છે. અને ઘણા પુરુષો આ બાબતમાં ભુલ કરી બેસતા હોય છે કે તેઓ પાર્ટનરની ભાવનાઓને સમજી શકતા નથી. પરંતુ કોઈ પણ સંબંધ નું મૂળ ભાવનાઓમાં જ રહેલું હોય છે.
લગ્ન કર્યા પછી ઘણા લોકોને તેના પાર્ટનર પ્રત્યે પહેલા કરતા ધીમે ધીમે ઓછો પ્રેમ થવા લાગે છે, અને મોટામાં મોટી ભૂલ તેઓએ પણ કરી બેસતા હોય છે કે તેઓ પત્નીને સમય નથી આપી શકતા. જેની અસર પતિ-પત્નીના સંબંધમાં સીધી પડી શકે છે.
જ્યારે લગ્ન કરીએ ત્યારે લોકો એકબીજાના સુખ દુઃખ ના સાથી બની રહેશે એવો વાયદો કરતા હોય છે. પરંતુ જ્યારે એકબીજા વિશે વિચારવાનું બંધ કરીને તમે પોતાના વિશે વિચારો તો સંબંધમાં અસર પડી શકે છે. આ પણ ભૂલ ઘણી વખત પુરુષોથી થઈ જતી હોય છે.
આ સિવાય ઘણા ખરા પુરુષો પોતાની પત્નીને આર્થિક બાબતોથી દૂર રાખે છે. એટલે કે આર્થિક નિર્ણયો પોતે જ લે છે. પરંતુ હકીકતમાં આર્થિક નિર્ણયોને પત્નીથી છુપાવીને કે પત્ની નું યોગદાન ન હોય ત્યારે તમારા લગ્ન જીવન પર અસર પડી શકે છે અને એકબીજા વચ્ચે ની દુરી વધતી જાય છે.
કોઈ પણ સ્ત્રી એવું નથી ઇચ્છતી હતી કે તેની તુલના બીજી કોઈ સ્ત્રી સાથે કરવામાં આવે. અને પતિ ઘણી વખત એવી ભૂલ કરી દે છે કે તેઓ પત્નીને કોઈ બીજી સ્ત્રી સાથે સરખાવી દે છે, જેનાથી પત્નીને ખોટું પણ લાગી શકે છે અને તમારા લગ્નજીવન ના સંબંધમાં દૂરી આવી શકે છે.