સફળ વ્યક્તિ બનવું હોય તો માની લો બિલ ગેટ્સ ની આ વાત
ત્યારે વેઈટરે જવાબ આપ્યો કે થોડા દિવસો પહેલા જ્યારે તમારી અહીં જમવા આવી હતી ત્યારે તેને મને સો ડોલર ની ટીપ આપી હતી. અને આજે તમે આવ્યા છો ત્યારે તમે મને દસ ડોલર ની ટીપ આપી છે. તમે દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિ હોવા છતાં પણ કેમ ૧૦ ડોલરની જ ટીપ આપો છો, આવુ કેમ?
બિલ ગેટ્સ વેઈટરની આ વાત સાંભળીને હસવા લાગ્યા. તેને વેઈટર ને કહ્યું કે મારી દીકરી આ દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિની દીકરી છે, અને હું એક ગરીબ માણસ નો દિકરો છું. મને મારો ભૂતકાળ હંમેશા યાદ રહે છે. કારણકે એ જ માર્ગદર્શક રહ્યો છે અને હું તેને કદી ભૂલતો નથી.
આના પરથી આપણે સમજવાનું છે કે આપણે જીવનમાં ગમે તેટલા સફળ થઈ જઈએ, ગમે તેટલા આગળ વધી જઈએ પરંતુ ક્યારેય પણ આપણો ભુતકાળ અને આપણે પહેલા શું હતા તે ક્યારેય ભૂલવું ન જોઈએ. અને કદાપી જીવનમાં અહંકાર ન રાખવો જોઈએ.
આના પરથી એટલું તો શીખી જ શકાય કે જો દુનિયા નો સૌથી ધનવાન વ્યક્તિ પણ કોઈપણ જાતના અહમ વગર રહેતો ફરતો હોય તો આપણે તો અહમ રાખવો જ જોઈએ નહીં. કારણકે અહમ્ ના ઘણા ખરાબ પરિણામો આવી શકે છે.