Site icon Just Gujju Things Trending

સફળ વ્યક્તિ બનવું હોય તો માની લો બિલ ગેટ્સ ની આ વાત

બિલ ગેટ્સને લગભગ તમે બધા ઓળખતા હશો, કારણ કે તે લગભગ ધરતી પરનો સૌથી અમીર લોકોમાં નો 1 છે. બિલ ગેટ્સ એની જિંદગીમાં ખૂબ જ સફળ વ્યક્તિ માનવામાં આવે છે. અને તેઓએ પોતે ઘણા ઈનોવેશન્સ કર્યા છે. આ સિવાય તેઓએ ઘણી વખત પ્રેરણા માટે સ્પીચ પણ આપી છે.

બિલ ગેટ્સ સાથે બની ગયેલી આ ઘટના આજે અમે જણાવવાના છીએ, જે જાણીને તમને એમાંથી કંઈક શીખવા મળશે.

એક વખત બિલ ગેટ્સ એક સારી હોટલમાં જમવા ગયા. જમી લીધા પછી તેને હોટલનું બીલ મંગાવ્યું.

વેઈટર બીલ લઈને આવ્યો, ત્યારે તેને બિલ આપ્યું અને હોટલની સર્વિસ સારી હોવાથી તેને 10 ડોલર ની ટીપ આપી. ટીપ આપીને બિલ લઈને તે બહાર જતો હતો. ત્યારે બહાર જતી વખતે હોટલ નો વેઈટર તેને તાકી તાકી ને જોઈ રહ્યો હતો. બિલ નું ધ્યાન ગયું ત્યારે તેઓ ને આ વાત અજીબ લાગે. અને પછી તેને વેઈટર ને પોતાની પાસે બોલાવ્યો અને પૂછ્યું કે તું મને આમ કેમ જોઈ રહ્યો છે.

ત્યારે વેઈટરે જવાબ આપ્યો કે થોડા દિવસો પહેલા જ્યારે તમારી અહીં જમવા આવી હતી ત્યારે તેને મને સો ડોલર ની ટીપ આપી હતી. અને આજે તમે આવ્યા છો ત્યારે તમે મને દસ ડોલર ની ટીપ આપી છે. તમે દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિ હોવા છતાં પણ કેમ ૧૦ ડોલરની જ ટીપ આપો છો, આવુ કેમ?

બિલ ગેટ્સ વેઈટરની આ વાત સાંભળીને હસવા લાગ્યા. તેને વેઈટર ને કહ્યું કે મારી દીકરી આ દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિની દીકરી છે, અને હું એક ગરીબ માણસ નો દિકરો છું. મને મારો ભૂતકાળ હંમેશા યાદ રહે છે. કારણકે એ જ માર્ગદર્શક રહ્યો છે અને હું તેને કદી ભૂલતો નથી.

આના પરથી આપણે સમજવાનું છે કે આપણે જીવનમાં ગમે તેટલા સફળ થઈ જઈએ, ગમે તેટલા આગળ વધી જઈએ પરંતુ ક્યારેય પણ આપણો ભુતકાળ અને આપણે પહેલા શું હતા તે ક્યારેય ભૂલવું ન જોઈએ. અને કદાપી જીવનમાં અહંકાર ન રાખવો જોઈએ.

આના પરથી એટલું તો શીખી જ શકાય કે જો દુનિયા નો સૌથી ધનવાન વ્યક્તિ પણ કોઈપણ જાતના અહમ વગર રહેતો ફરતો હોય તો આપણે તો અહમ રાખવો જ જોઈએ નહીં. કારણકે અહમ્ ના ઘણા ખરાબ પરિણામો આવી શકે છે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version