આ જાણીતા એક્ટર ના નિધનથી ઇન્ડસ્ટ્રી શોકમાં, ઘણી ફિલ્મોમાં કરી ચુક્યા હતા કામ

સ્ટાર પ્લસ ની ખૂબ જ જાણીતી સીરિયલ યે હે મોહબતે ની અભિનેત્રી અવંતિકા હુંડલ ના પિતા નવતેજ હુંડલ નું અચાનક નિધન થતા ઈન્ડસ્ટ્રીમાં વ્યાપી ગયો છે. જણાવી દઈએ કે તેના પરિવારમાં તેની પત્ની અને બે સંતાન છે. તેની દીકરી અવંતિકા મશહૂર સિરિયલમાં નજરે આવી ચૂકી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર મળેલી જાણકારી પ્રમાણે સોમવારે એટલે કે 8 એપ્રિલે સાંજના સમયે અભિનેત્રીના પિતાએ છેલ્લો શ્વાસ લીધો હતો. અને આ દુઃખદ સમાચારને સીને એન્ડ ટીવી આર્ટિસ્ટ એસોસિએશન ના સોશિયલ મીડિયા હેન્ડલ પર કન્ફર્મ કરવામાં આવ્યા હતા.

બોલિવૂડમાં તાજેતરમાં જ આવેલી ફિલ્મ કે જે લોકપ્રિય પણ બની હતી તેમાં પણ આવી નેતા જોવા મળ્યા હતા. જણાવી દઈએ કે ઉરી કે જે સર્જીકલ સ્ટ્રાઈક ઉપર થી બનાવવામાં આવી હતી તે ફિલ્મમાં તેઓએ હોમ મિનિસ્ટર ની ભૂમિકા નિભાવી હતી.

સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ એસોસિએશન ટ્વિટ કર્યું હતું કે CINTA નવતેજ હુંડલ ના અવસાન પર શોક વ્યક્ત કરે છે. ભગવાન તેની આત્માને શાંતિ આપે. આ ટ્વીટ જોવા રા એમ પણ જાણકારી આપવામાં આવી હતી કે ગઈકાલે બુધવારે એટલે કે 10 તારીખે સવારે 11 વાગ્યે તેની અંતિમવિધિ કરવામાં આવી હતી.

જણાવી દઈએ કે ઉરી ફિલ્મ માં તેઓનો નાનો રોલ હતો પરંતુ આ રોલમાં પણ તેઓએ બધાનું ધ્યાન ખેંચ્યું હતું. તેઓ માત્ર અભિનય જ કરતા ન હતા અમુક રિપોર્ટ અનુસાર તેઓ સાથે સાથે ક્લાસીસ પણ ચલાવતા હતા. અને તેઓ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ઘણા વર્ષથી સક્રિય હતા. જણાવી દઈએ કે તેને ખલનાયક, તેરે મેરે સપને જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

અભિનેતા ના અચાનક નિધનના સમાચાર આવ્યા પછી ઘણા લોકોએ સોશિયલ મીડિયાના માધ્યમથી તેના પરિવારને દિલાસો આપવાની કોશિશ કરી હતી. ભગવાન તેની આત્માને શાંતિ અર્પે એવી પ્રાર્થના.

Read more

આદર્શ પત્નીનું ભયાનક રહસ્ય: એક વોટ્સએપ મેસેજે ખોલી નાખી પોલ, જાણીને રૂંવાડા ઊભા થઈ જશે!

આદર્શ પત્નીનું ભયાનક રહસ્ય: એક વોટ્સએપ મેસેજે ખોલી નાખી પોલ, જાણીને રૂંવાડા ઊભા થઈ જશે!

"લગ્નજીવન કેવું ચાલે છે?" કોલેજના એક જૂના મિત્ર અમિતનો આ વોટ્સએપ મેસેજ હતો. ફોનની સ્ક્રીન પર બે ભૂરી રેખાઓ દેખાઈ. મેસેજ વંચા

By Just Gujju Things Team
"પત્ની આપે છે એનાથી થોડું ઓછું આપજો..." - ભાઈના આ એક વાક્યથી કેમ મચી ગયો હંગામો?

"પત્ની આપે છે એનાથી થોડું ઓછું આપજો..." - ભાઈના આ એક વાક્યથી કેમ મચી ગયો હંગામો?

રમેશભાઈના જમણા હાથમાં ઇસ્ત્રીનું વજન ખાસ્સું ભારે હતું. તે જૂની, જાડી અને ભારે સ્ટીલની ઇસ્ત્રી હતી. ભીના સુતરાઉ કાપડ પર ગરમ ઇસ્ત્રી ફરતી ત્યારે એક ખા

By Just Gujju Things Team
ફાટેલું પાકીટ કાઢીને દાદાએ માંગ્યું બિલ, આગળ જે થયું તે જાણીને તમે ચોંકી જશો!

ફાટેલું પાકીટ કાઢીને દાદાએ માંગ્યું બિલ, આગળ જે થયું તે જાણીને તમે ચોંકી જશો!

બપોરનો સમય હતો. હવામાં ગરમી અને ભેજનું પ્રમાણ ખૂબ વધારે હતું. રસ્તા પરથી પસાર થતા વાહનોનો અવાજ હોટલની અંદર સુધી આવતો હતો. 'શ્રીજી ભોજનાલય'ની અંદર ભારે

By Just Gujju Things Team
ગરીબી સામે હારી ગયેલા પિતા માટે તેની ૬ વર્ષની દીકરી બની દેવદૂત

ગરીબી સામે હારી ગયેલા પિતા માટે તેની ૬ વર્ષની દીકરી બની દેવદૂત

રમેશના ખભા પર લટકતો જૂનો કાપડનો થેલો આજે રોજ કરતા વધારે ભારે લાગતો હતો. ઉનાળાની સાંજનો બફારો હજુ હવામાં અકબંધ હતો. તેણે પોતાના ઘરના લાકડાના જૂના દરવાજા પર હા

By Just Gujju Things Team