આ બોલીવુડ સિતારાઓએ મદદ કરીને પાઠવી શહીદોને શ્રદ્ધાંજલિ, જાણો કોણે ડોનેટ કર્યા કેટલા રૂપિયા

ગયા ગુરુવારે, 14 ફેબ્રુઆરી એ થયેલા આતંકી હુમલા મા આરપીએફના 40 થી વધુ જવાનો શહીદ થઈ ગયા હતા. અને હુમલા પછી પણ આ આંકડો 45 એ પહોંચ્યો હતો. આ સુસાઇડ એટેક પછી આખો દેશ શોક માં હતો અને બીજી બાજુ આક્રોશ પણ હતો. આ હુમલા પછી દુશ્મન દેશ વિરૂદ્ધ ઘણાં પગલાં ભરાયા હતા.

દરેક લોકોએ સોશિયલ મીડિયા પર હુમલાને વખોડી કાઢ્યો હતો, એ પછી સામાન્ય માણસ હોય કે સેલિબ્રિટી પરંતુ લગભગ દરેક લોકોએ આ હુમલાને વખોડી કાઢ્યો હતો અને શહીદો ના પરિવારો પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યું હતું.

આ હુમલાએ જાણે આખા દેશનો એક અવાજ કરી નાખ્યો હતો, ચારે બાજુએ આ હુમલાને લઇને ચર્ચાઓ થઈ રહી હતી. અને દરેક લોકોથી બને તેટલી મદદ શહીદોના પરિવારોને કરવામાં આવી હતી.

લોકો દ્વારા હોમ મિનિસ્ટ્રી ની વેબસાઈટ ભારત કે વીર માં પણ શહીદોના પરિવારને મદદ માટે ફંડ આપવામાં આવ્યું હતું, જ્યારે સેલિબ્રિટીઓ અને બોલિવૂડના સેલિબ્રિટીઓની ખાસ કરીને વાત કરીએ તો તેઓ માથી ઘણાએ પણ શહીદોના પરિવારોને મદદ કરી હતી.

અક્ષય કુમાર

જ્યારે વાત દેશના જવાનોની આવે ત્યારે અક્ષય ઘણી વખત જવાનોના સપોર્ટમાં ઉભા રહે છે. આ વખતે પણ હુમલામાં શહીદ થયેલા જવાનોને પાંચ કરોડ રૂ દાન આપવાનો નિર્ણય લીધો હતો. અને તેઓએ દરેક લોકોને વિનંતી કરી હતી કે બીજા લોકો પણ શહીદોના પરિવારને દાન આપે.

અમિતાભ બચ્ચન

બોલિવૂડમાં જેની દિગ્ગજ અભિનેતાઓમા ગણતરી કરવામાં આવે છે અભિતાભ બચ્ચન એ પણ હુમલો થયા બાદ 40 શહીદોના પરિવારોને પાંચ લાખ રૂપિયા આપવાનું એલાન કર્યું હતું, તેના આ એલાન પછી તેના ચાહકોએ પણ તેની ઘણી પ્રસંશા કરી હતી.

સલમાન ખાન

સલમાન ખાન પોતાની સંસ્થા being human ચલાવે છે. જેના અંતર્ગત તેઓએ શહીદો ના પરિવાર માટે મદદ કરી છે. અને આ જાણકારી સલમાને નહીં પરંતુ કેન્દ્રીય મંત્રી કિરણ રિજૂજૂ એ ટ્વિટર પર આપી હતી. જોકે આ ટ્વિટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો કે સલમાને કેટલી રકમની મદદ કરી છે.

ફિલ્મ ટોટલ ધમાલ

ફિલ્મ ટોટલ ધમાલ ની ટીમ એ આ હુમલા પછી વર્તમાન પરિસ્થિતિ જોઇને પાકિસ્તાનમાં આ ફિલ્મ રિલીઝ નહીં થવા માટે તો નક્કી કર્યું જ હતું, પરંતુ તેઓએ શહીદો ના પરિવાર માટે પચાસ લાખ રૂપિયાની મદદ આપવાની વાત કરી હતી. અને આ ની જાણકારી ફિલ્મ ક્રિટિક તરણ આદર્શે ટ્વીટ કરીને આપી હતી.

ફિલ્મ ઉરી ની ટીમ

આ ફિલ્મના પ્રોડ્યુસર Ronnie screwvala એ ટ્વિટર ઉપર જાણકારી આપીને ટ્વીટ કર્યું હતું કે ટીમ ઉરી આર્મી ફેમિલી વેલ્ફેર ફંડમાં એક કરોડ રૂપિયા આપશે. સાથે તેઓએ સુનિશ્ચિત કર્યું હતું કે આ પૈસા પુલવામામાં શહીદ થયેલા જવાનોના પરિવારને જ મળે.

Diljit Dosanjh

પંજાબના મશહૂર ગાયક માં જેની ગણતરી કરવામાં આવે છે અને અભિનેતા એવા દિલ જીતે પણ પોતાના તરફથી ત્રણ લાખ રૂપિયાની રકમ શહીદો ના પરિવાર માટે શ્રદ્ધાંજલિ રૂપે આપી હતી. અને તેને આ રકમનો સ્ક્રીનશોટ પાડીને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો હતો.

Read more

2 વર્ષ સુધી બાળક ન થતાં પતિ-પત્નીએ ગુમાવી હિંમત, પછી ચમત્કારિક રીતે જે થયું તે જાણીને તમે પણ કહેશો...

ઘરમાં બપોરનો સમય છે. રસોડાની બારીમાંથી આવતો તડકો રસોઈના ટેબલ પર પડેલી જૂની, લોખંડની ડબ્બી પર સ્થિર થયો છે. આ ડબ્બીમાં મેં ઘણા વર્ષો સુધી મારી દવાઓ સાચવી

By Just Gujju Things Team

પિતા વેચતા હતા ચા, દીકરાએ પાસ કરી UPSC: જાણો સફળતાનું ચોંકાવનારું રહસ્ય

રાજકોટની ગલીઓમાં સવારનો તડકો હજુ તો પાકો થયો નહોતો ત્યાં રમેશભાઈની ચાની લારી પર વરાળના ગોટા ઉઠવા લાગ્યા હતા. રમેશભાઈના હાથમાં ચાની તપેલીનું વજન બહુ હતું. તે લોખં

By Just Gujju Things Team

પતિની નોકરી ગઈ, આખું ઘર ચાલમાં આવી ગયું, પણ આ ગુજરાતી વહુએ દુનિયાને હચમચાવી દીધી!

સવારના પાંચ વાગ્યા છે. શહેર હજુ ઊંઘમાં છે, પણ કવિતાના હાથમાં રહેલી પ્લાસ્ટિકની થેલીઓનો અવાજ શાંતિને ચીરી રહ્યો છે. આ થેલીઓ જૂની છે અને તેના

By Just Gujju Things Team

કરોડપતિ દીકરાએ માં ને મંદિરમાં તરછોડી, પછી જે થયું તે જાણીને તમારા રૂંવાડા ઉભા થઈ જશે!

માધવના હાથમાં રહેલી ચામડાની બેગનું વજન તેના ખભાને દુખાવી રહ્યું હતું. આ બેગમાં કપડાં હતાં, થોડી દવાઓ હતી અને એક જૂની લોખંડની પેટી હતી જેમાં તેની માતાએ આખી

By Just Gujju Things Team