Site icon Just Gujju Things Trending

શું કહે છે બોલિવૂડ એર સ્ટ્રાઇક વિશે? જાણીને જોશ વધી જશે

પુલવામામાં આતંકી હુમલા પછી જવાબી કાર્યવાહીમાં ભારતે નોન મિલિટરી એકશન દ્વારા એલ.ઓ.સી ની પેલે પાર જઈને 1000 કિલો બોમ્બ વર્ષ આવ્યા હતા, જેમાં આતંકી સંગઠન ના કેમ્પોનો સફાયો કરી નાખ્યો હતો. હુમલો કર્યા બાદ પાકિસ્તાનને ખબર પડે અને તે કાંઈ જવાબી કાર્યવાહી કરે તેની પહેલા ભારતના લડાકુ વિમાનો ત્યાંથી નીકળી ગયા હતા.

જોકે અમુક પાકિસ્તાનના લડાકુ વિમાનો તેનો પીછો કર્યો હતો પરંતુ આપણા વિમાનોની સંખ્યા જોઈને તેઓ પણ પાછા ફરી ગયા હતા. એટલે કે એક વાત તો ચોખ્ખી હતી કે આર યા પાર આ વખતે ઇન્ડિયન એરફોર્સ પૂરી તૈયારી સાથે ગઈ હતી. આ એર સ્ટ્રાઈક કર્યા બાદ દરેક લોકો ઇન્ડિયન એરફોર્સના વખાણ કરી રહ્યા છે. એવામાં બૉલીવુડ પણ પાછું ન રહે એ સમજવા જેવી વાત છે, બોલિવૂડના સેલિબ્રિટીઓએ પણ પ્રધાનમંત્રીના અને ઇન્ડિયન એરફોર્સના ભરપૂર વખાણ કર્યા છે.

ચાલો જાણીએ શું કહે છે બોલિવૂડના સિતારાઓ

જ્યારે વાત દેશભક્તિની આવે, ત્યારે મોટાભાગે અક્ષય કુમાર આપણા નજર સમક્ષ આવી જાય છે. એનું કારણ શું હોય એ ખબર નહીં પરંતુ તેને પેટ્રીયોટિક ફિલ્મ માં પાત્ર ભજવીને કદાચ દરેક લોકોનો લગાવો તેની પ્રત્યે કરી નાખ્યો છે. આ અભિનેતાએ પણ ઇન્ડિયન એર ફોર્સ પ્રત્યે ગર્વ મહેસુસ કરતા જણાવ્યું હતું કે અંદર ઘૂસીને મારો.

બોલીવુડના દિગ્ગજ અભિનેતાઓમાંના એક પરેશ રાવલે પણ ટ્વિટ કરીને કહ્યું હતું કે આ હતી સૌથી સાચી ગુડ મોર્નિંગ. ત્યાર પછી તેને આર્મી અને પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો, અને લખ્યું હતું જય હો.

સલમાન ખાન ટ્વિટ કરીને જણાવ્યું હતું જેમાં ઇન્ડિયન એર ફોર્સ ટેગ કર્યા હતા, પછી લખ્યું હતું, જય હો! આમ સલમાને ઇન્ડિયન એર ફોર્સ ના વખાણ કર્યા હતા, જણાવી દઈએ કે સલમાન ખાનની ફિલ્મ ભારત ટૂંક સમયમાં જ રિલીઝ થવાની છે.

શત્રુઘ્ન સિન્હા કે જેઓ અભિનેતા છે સાથે સાથે રાજનીતિમાં પણ જોડાયેલા છે, તેઓએ ઇન્ડીયન એરફોર્સ અને પ્રધાનમંત્રી નો આભાર માન્યો હતો. તેમજ ઇન્ડિયન એરફોર્સના સલામ કરી હતી.

તો અનુપમ ખેરે પણ માત્ર ભારત માતા કી જય લખીને પોતાની લાગણીઓ વ્યક્ત કરી હતી. આ સહીત ઘણા કલાકારો એ IAF નો આભાર વ્યક્ત કર્યો હતો.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version