બોલિવૂડ અભિનેત્રીઓના મંગલસૂત્ર ની કિંમત જાણીને ચોકી જશો, જાણો

મંગલસૂત્ર એટલે કે આમ જોવા જઈએ તો સોનું અને કાળા મોતીઓ માંથી બનાવવામાં આવતું આ મંગલસૂત્ર ને સુહાગની નિશાની માનવામાં આવે છે. એટલા માટે જ ભારતીય મહિલાઓ લગ્ન કર્યા બાદ મંગલસૂત્ર પહેરતી હોય છે. અને એવી જ રીતના બોલિવૂડમાં પણ લગ્ન પછી મંગલસૂત્ર પહેરવાનો રિવાજ ટ્રેન્ડિંગ છે.

જણાવી દઈએ કે કદાચ સામાન્ય માણસને લગ્નનું બજેટ હોય તેના કરતાં પણ અમુક મંગલસૂત્ર ખૂબ મોંઘા આવતા હોય છે, જેમ કે બોલિવૂડની અનેક હસ્તીઓ આવું જ મંગલસૂત્ર પહેરે છે. આજે અમે કઈ અભિનેત્રીઓ કેવું મંગલસૂત્ર પહેરે છે તેના વિશે જણાવવાના છીએ.

હમણાં જ પ્રિયંકા ચોપડા અને નિક જોનાસ ના લગ્ન થયા, હાલ તેઓ હનીમૂન પર જવા રવાના થઈ ચૂક્યા છે. પરંતુ જણાવી દઈએ કે તેના જેટલા લગ્ન ચર્ચામાં હતા એટલી જ ચર્ચામાં તેનું મંગલસૂત્ર પણ રહ્યું છે, કારણકે વોટરડ્રોપ ના શેપમાં બનાવેલું આ મંગલસૂત્ર ને સોનાની ચેન માં બનાવવામાં આવેલું છે, અને અમુક મીડિયા રિપોર્ટ અનુસાર આ મંગલસૂત્ર ની કિંમત લાખોમાં નહીં પરંતુ કરોડોમાં છે, કારણ કે સામાન્ય એવું દેખાતું આ મંગલસૂત્ર હકીકતમાં ડાયમંડ જડિત છે.

એનર્જીના બેતાજ બાદશાહ અને અભિનેતા રણવીર સિંઘ અને દીપીકા લગ્ન કરી લીધા છે તે વાત બધાને ખબર હશે, દીપિકા પદુકોણે જે મંગલસૂત્ર પહેર્યું છે તે દેખાવમાં સાદુ અને સરળ હોય તેવું લાગી રહ્યું છે પરંતુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ મંગલસૂત્રની અંદાજે ૨૦ લાખ રૂપિયા છે.

વિરાટ અને અનુષ્કા ના લગ્ન પણ ખૂબ જ ખાસ રહ્યા હતા, કારણ કે તેઓએ પણ ઈટાલીમાં ડેસ્ટિનેશન વેડિંગ કરીને બધાને ચોંકાવી દીધા હતા. જણાવી દઈએ કે 11 ડિસેમ્બર એટલે કે આજે તેની પહેલી વેડિંગ એનિવર્સરી પણ છે. અને અનુષ્કા ના કપડા થી માંડીને મંગલસૂત્ર વધુ ચર્ચામાં રહ્યું હતું, જણાવી દઈએ કે તેના મંગલસૂત્ર ની અંદાજિત કિંમત 52 લાખ રૂપિયા જેવી છે.

એશ્વર્યા રાય અને અભિષેક બચ્ચને 2007માં એકબીજા સાથે લગ્ન કર્યા હતા, ઐશ્વર્યાના મંગલસૂત્ર ની વાત કરે તો તેનું મંગલસૂત્ર પણ બધી બોલીવુડ દીવાઝ થી કંઈ ઓછું ન હતું, કહેવામાં આવી રહ્યું છે કે ડાયમંડ જડિત આ મંગલસૂત્ર ની અંદાજિત કિંમત ૪૫ લાખ રૂપિયા હતી.

શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા 2002માં લગ્ન કર્યા હતા, જણાવી દઈએ કે શિલ્પા શેટ્ટી પોતાનું મંગલસૂત્ર ગળામાં પહેરવાની જગ્યાએ હાથ ના કાંડા પર પહેરે છે જે હવે એક ફેશન બની ચૂક્યું છે. આ મંગલસૂત્ર ની કિંમત 30 લાખ રૂપિયા જેટલી છે.

અજય અને કાજોલ આ બંનેના લગ્ન 1999 માં થયા હતા. પરંતુ એ સમયે પણ કાજોલે ડાયમંડ જડિત મંગલસૂત્ર પહેર્યું હતું જેને અંદાજિત કિંમત 20 લાખ રૂપિયા જેટલી હતી.

ભારતી સિંહ કે જે એક સમયે કોમેડિયન હતી તેને 2017માં લગ્ન કર્યા બાદ તેના વજન ઘટાડવા ને લઈને તે ઘણી ચર્ચામાં રહી હતી, સાથે જણાવી દઈએ કે તેનું મંગલસૂત્ર પણ ચર્ચામાં રહ્યું હતુ કારણકે લોકોના નુ મંગલસૂત્ર પહેરે છે ત્યારે ભારતીય ઘણું મોટું મંગલસૂત્ર પહેર્યું હતું જેની કિંમત કરોડોમાં પણ હોઈ શકે છે.

Read more

2 વર્ષ સુધી બાળક ન થતાં પતિ-પત્નીએ ગુમાવી હિંમત, પછી ચમત્કારિક રીતે જે થયું તે જાણીને તમે પણ કહેશો...

ઘરમાં બપોરનો સમય છે. રસોડાની બારીમાંથી આવતો તડકો રસોઈના ટેબલ પર પડેલી જૂની, લોખંડની ડબ્બી પર સ્થિર થયો છે. આ ડબ્બીમાં મેં ઘણા વર્ષો સુધી મારી દવાઓ સાચવી

By Just Gujju Things Team

પિતા વેચતા હતા ચા, દીકરાએ પાસ કરી UPSC: જાણો સફળતાનું ચોંકાવનારું રહસ્ય

રાજકોટની ગલીઓમાં સવારનો તડકો હજુ તો પાકો થયો નહોતો ત્યાં રમેશભાઈની ચાની લારી પર વરાળના ગોટા ઉઠવા લાગ્યા હતા. રમેશભાઈના હાથમાં ચાની તપેલીનું વજન બહુ હતું. તે લોખં

By Just Gujju Things Team

પતિની નોકરી ગઈ, આખું ઘર ચાલમાં આવી ગયું, પણ આ ગુજરાતી વહુએ દુનિયાને હચમચાવી દીધી!

સવારના પાંચ વાગ્યા છે. શહેર હજુ ઊંઘમાં છે, પણ કવિતાના હાથમાં રહેલી પ્લાસ્ટિકની થેલીઓનો અવાજ શાંતિને ચીરી રહ્યો છે. આ થેલીઓ જૂની છે અને તેના

By Just Gujju Things Team

કરોડપતિ દીકરાએ માં ને મંદિરમાં તરછોડી, પછી જે થયું તે જાણીને તમારા રૂંવાડા ઉભા થઈ જશે!

માધવના હાથમાં રહેલી ચામડાની બેગનું વજન તેના ખભાને દુખાવી રહ્યું હતું. આ બેગમાં કપડાં હતાં, થોડી દવાઓ હતી અને એક જૂની લોખંડની પેટી હતી જેમાં તેની માતાએ આખી

By Just Gujju Things Team