Site icon Just Gujju Things Trending

બાપુજીએ નીચે રહેવાની જીદ કરી તો દિકરાએ કારણ પુછ્યુ, બાપુજી એ આપ્યો એવો જવાબ કે દિકરાની આંખમાંથી…

એક કુટુંબ હળીમળીને સાથે રહેતુ હતુ. કુટુંબ ના દરેક સભ્યો જેમાં બાપુજી, બા તેના બંને છોકરા, તેની વહુઓ અને બંનેને બે-બે એમ ચાર સંતાન સાથે રહેતા. ઘર માં બધાને એક્બીજા સાથે ભળતુ અને હા કોઈ વખત નાની વાત માં ટસમસ થતી પરંતુ બાકી બધા ખુશીથી પોતાનું જીવન જીવી રહ્યા હતા.

બાપુજી એ પણ પાંચ વર્ષ પહેલા જ પોતાના માથે થી બધો કાર્યભાર પોતાના બંને સંતાનો ને સોંપી દીધો હતો. અને દુકાન ની બધી જવાબદારી બંને સંતાનોએ નાની ઉંમરમાં જ માથે લઈ લીધી હતી, દુકાન માંથી આવક પણ સારી એવી થતી અને બંને દિકરાઓ અવનવા વિચારો અજમાવી ને દુકાન ના વેપાર ને વધારતા રહેતા.

બાપુજી નિવૃત થયા ત્યારે જ તેને એક સરપ્રાઈઝ આપવાનું નક્કિ કર્યુ હતુ. અને માટે જ બાપુજી માટે લગભગ ઘણી બધી સુખ સુવિધાઓ સાથે તેઓને અલગથી રૂમ આપવામાં આવ્યો, પહેલા માળ પર બાપુજી રહેવા લાગ્યા.

થોડું દિવસ તો બધું બરાબર ચાલ્યું પછી બાપુજી અચાનક કહ્યું કે મને મારો રૂમ પાછો નીચે શિફ્ટ કરાવી દે, આથી દીકરાએ કહ્યું કે તમને શું વાંધો છે? પણ બાપુજી જાણે જીદ કરી રહ્યા હોય એ રીતે કહી રહ્યા હતા.

રસોડામાં ઊભી રહેલી વહુથી પણ રહેવાયું નહીં અને તે પણ બોલી કે ઘરડા લોકોને કોઈ માણસ અલગથી રૂમ આપતા નથી અને આપણે તેને પહેલે માળે અલગથી રૂમ આપી બધી સુખ સગવડતાઓ આપે અને નોકરાણી પણ આપી છે પરંતુ જાણે કાંઈ આપણી કદર જ નથી. તેઓ પોતાના રૂમમાં આરામથી રહી શકે છે તેમ છતાં તેને નીચે ફરી શિફ્ટ થવું છે.

બાપુજી થોડા બીમાર પણ રહેતા અને તેની તબિયત ખરાબ રહેતી હોવાથી દીકરાઓએ સમજીને ફરી પાછો રૂમ નીચે કરી નાખ્યો અને બાપુજી ને નીચે રહેવા બોલાવી લીધા.

હવે બાપુજી પહેલાની જેમ નીચે રહેવા આવી ગયા હતા, અને પોતાના રૂમમાં હંમેશા આરામ કરવા વાળા બાપુજી હવે થોડા હલનચલન પણ કરતા અને ઘરના ગેટ સુધી પણ પહોંચી જતા.

થોડા સમય સુધી પોતાના પૌત્ર સાથે વાત કરતા, બધા સાથે હસી મજાક કરતા અને ક્યારેક ક્યારેક બહાર બનાવેલા નાનકડા ગાર્ડનમાં પણ ચક્કર મારતા.

ઘણી વખત બાપુજી પોતાના જમવા માટે મનપસંદ ખાવાની વસ્તુઓ બનાવવાની ફરમાઈશ પણ કરી લેતા.

બાપુજી નીચે રહેવા આવ્યા પછી જાણે પહેલા કરતાં વધુ આનંદથી જીવી રહ્યા હોય તેવું લાગી રહ્યું હતું.

ધીમે ધીમે બાપુજીની તબિયત પણ સુધરી રહી હતી, અને તેઓ ઘણી વખત છોકરાઓ સાથે બેસીને વાતો ચિતો કરતાં તેમની સાથે રમતા પણ ખરા.

એક દિવસ દીકરો ઘરે આવ્યો તો ઘરનો દરવાજો ખોલતાની સાથે તેને સાંભળ્યું કે પોતાનો છોકરો દાદા ને કહી રહ્યો છે કે દાદા મને મારો બોલ ફેકો, આ સાંભળતાની સાથે જ તેને પોતાના દીકરાને કહ્યું થોડા મોટા અવાજથી કહ્યું કે નિર્મલ તું શું કરી રહ્યો છે? દાદા હવે ઘરડા થઇ ગયા છે તેને આવા કામ માટે ન હેરાન કર, તેને આરામ કરવા દે.

એટલે એના દીકરા એ તરત જ જવાબ આપ્યો કે પપ્પા દાદા તો રોજ મારો બોલ મને ફેકે છે અને અમે દરરોજ રમીએ છીએ.

શું? એક આશ્ચર્ય ભાવ સાથે નિર્મલના પિતાએ તેના પિતા તરફ જોયું.

તો બાપુજીએ કહ્યું કે દીકરા તે મને ઉપર જે સુખ સગવડતા વાળો રૂમ આપ્યો હતો તેમાં કોઈ જાતનો વાંધો ન હતો અને દરેક સુવિધાઓ પૂરી પાડતી હતી અને મને ત્યાં બીજો કોઇ જ વાંધો ન હતો. પરંતુ ત્યાં આપણા લોકોનો સાથ સહકાર હતો નહીં, હું બાળકો સાથે હળી-મળીને રમી શકતો નહીં કે વાતચીત પણ કરી શકતો નહીં. બસ ખાલી જમવા પૂરતું જ તમારી સાથે વાતચીત થતી.

જ્યારથી તેં મારો રૂમ નીચે શિફ્ટ કર્યો છે ત્યારથી હું અહીં ફળિયામાં ઘણો સમય વિતાવો છું અને સાંજે બધા છોકરાઓ સાથે હળી મળીને તેમની જોડે નાના બાળકની જેમ આનંદ પણ કરું છું.

પિતાજી કહી રહ્યા હતા અને તેનો દીકરો સાંભળી જ રહ્યો હતો તેની આંખો પણ ભીની થઈ ગઈ હતી, પછી તેને તેની ભૂલ સમજાણી કે પિતાને આપણે કદાચ ભૌતિક સુખ-સગવડતા તો ઘણી આપી દીધી હતી પરંતુ આપણા સાથની જરૂર હતી તે તેઓને મળતો ન હતો આપણી લાગણીની હુંફ મળતી ન હતી.

એટલે જ કદાચ કહેવાય છે કે ઘરડા વ્યક્તિઓનું સન્માન કરવું જોઈએ આ જ આપણી ધરોહર છે. ઘરડા વ્યક્તિઓએ એવા વૃક્ષ છે જે થોડા કડવા હશે પરંતુ તેના ફળ બેશક મીઠા હોય છે અને તેના છાયા નો મુકાબલો કોઈ સાથે થઈ શકે તેમ નથી.

જો તમને આ સ્ટોરી સારી લાગી હોય તો દરેક લોકો સુધી શેર કરજો અને આ સ્ટોરી ને કમેન્ટમાં રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version