બ્રેડ એ આપણા શરીર માટે કેટલી ફાયદાકારક અને કેટલી નુકશાનકારક છે તે આની પહેલા પણ આપણે તેના વિશે વાત કરી ચૂક્યા છીએ. પરંતુ જો વધુ પ્રમાણમાં સેવન કરીએ તો તેનાથી શરીરમાં શું અસર થાય છે… તેના વિશે આજના આ લેખમાં વાત કરવાના છીએ.
બ્રેડમાં તત્વો જોવા જઈએ તો વધારે પ્રમાણમાં સોડિયમ હોય છે એટલે કે હાઈ લેવલ સોડિયમ હોવાથી બ્લડ પ્રેશર અને હૃદયરોગ ને વધારે છે. અને વધારે પડતી બ્રેડ ખાવાથી શરીરમાં વધારે માત્રામાં મીઠું જમા થાય છે, જે ઘણા રોગોને નિમંત્રણ આપે છે.
જે બ્રેડમેનના માંથી બનાવવામાં આવી હોય તેને પચાવવા માટે આપણાં શરીરને ઘણી બધી મહેનત કરવી પડે છે. આમ પણ તમને ખબર હશે કે મેંદો પચાવવા માટે શરીરને ઘણી મહેનત કરવી પડે છે. તેમાં રહેલા કાર્બોહાઇડ્રેટ્સ લીવરને નુકસાન પહોંચાડી શકે છે, તદુપરાંત બ્રેડમાં પોષક તત્વો ખૂબ ઓછા માત્રામાં મળી આવે છે. અને બ્રેડ ખાવાથી ફાઇબર મળતું નથી. જો તુલનાત્મક રૂપે જોવા જઈએ તો વાઈટ બ્રેડ ની જગ્યા પર whole grain બ્રેડ પ્રમાણમાં સારી છે.
બ્રેડમાં ગ્લુટેન પણ વધારે હોય છે જે અમુક પ્રકારના રોગનો ખતરો વધારે છે. બ્રેડ ખાધા પછી ઘણા લોકોને પેટની સમસ્યા રહે છે આનું કારણ પણ આ હોઈ શકે છે. એટલે કે આપણા શરીરમાં જો ગ્લુટેન ઇન્ટોલરન્સ હોય તો આવું થઈ શકે છે. જો તમે પણ બ્રેડ વધુ પ્રમાણમાં ખાતા હોય તો વજન પણ વધે છે.
ઘણા લોકોનું માનવું હોય છે કે whole grain bread મા પોષક તત્વો હોય છે પરંતુજે બ્રેડને ઘઉં અથવા કહીએ તો લોટમાંથી બનાવવામાં આવેલી હોય તેમાં પણ કોઈ પોષક તત્વો હોતા નથી. અધિક માત્રામાં બ્રેડ ખાવાથી કબજીયાત ની શરૂઆત તો થાય જ છે પરંતુ વધારે ગંભીર પ્રકારના રોગો થઇ શકે છે. જેની કાળજી રાખવી જોઈએ.
અને ખાસ કરીને જ્યારે આપણું શરીર એવી અવસ્થામાં હોય જ્યારે આપણે તેને નિયંત્રણમાં રાખી શકીએ ત્યારે બને તેટલું નિયંત્રણમાં રાખવું જોઈએ. કારણકે અમુક પરિસ્થિતિ બદલાયા પછી તેને કંટ્રોલમાં લેવા માટે ઘણી વખત બહુ સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
આ અગત્યની માહિતી ને દરેક લોકો જોડે શેર કરજો એવી નમ્ર વિનંતી છે. આવા લેખ દરરોજ મેળવવા માટે આપણું પેજ લાઇક કરવાનું ભૂલતા નહિ. જેથી તમને દરરોજ નવા લેખ વિશે જાણકારી મળતી રહે.