શિક્ષકે બાળકો ને પૂછ્યું કે જો તમને બધાને હું 500 રૂપિયા આપું તો તમે એમાંથી શું…
એક કાચું મકાન હતું, તેમાં શિક્ષક બધાને ભણાવી રહ્યા હતા. ચોમાસાનું વાતાવરણ હોવાથી બહાર વરસાદ થઈ રહ્યો હતો, અને અંદર શિક્ષક બધાને ભણાવી રહ્યા હતા.
શિક્ષક એ બધા બાળકો ને પૂછ્યું કે જો તમને બધાને હું 500 500 રૂપિયા આપું તો તમે એમાંથી શું ખરીદશો?
અને એક પછી એક બધા બાળકો એ તેના પ્રશ્નોના જવાબ આપવા લાગ્યા.
કોઈએ કહ્યું કે હું વિડીયોગેમ ખરીદીશ તો કોઈએ કહ્યું કે હું બેટ ખરીદીને ક્રિકેટ રમવા જઈશ. કોઈએ કહ્યું કે હું સાયકલ ખરીદીશ તો કોઈએ કહ્યું કે હું ઘણી બધી ચોકલેટ ખરીદીશ. તો કોઈએ કહ્યું કે હું મારા માટે નવા કપડાં ની ખરીદી કરીશ.
એવામાં શિક્ષકનું ધ્યાન એક એવા બાળક ઉપર પડયું જે બાળકનું ધ્યાન કંઈક બીજી જગ્યા પર જ હોય તેવું લાગ્યું, કારણ કે તે બાળક વિચારમાં ડૂબેલો હતો. શિક્ષકે તેને પૂછ્યું કે તું શું વિચારી રહ્યો છે, જવાબ આપ તું શું ખરીદીશ?
આથી બાળકે કહ્યું કે મારી માતા ને થોડું આંખમાં ઓછું દેખાય છે. આથી હું મારી માતા માટે એક ચશ્મા ખરીદીશ.
શિક્ષકે પૂછ્યું કે તારી માતા માટે ચશ્મા તો તારા પિતા પણ ખરીદી શકે છે, તારે તારા માટે કંઈ નથી ખરીદી કરવી?
આનો જવાબ બાળકે આપ્યો ત્યાર પછી શિક્ષકનું ગળું ભરાઈ આવ્યું. બાળકે કહ્યું કે મારા પપ્પા હવે આ દુનિયામાં નથી, મારી માતા લોકોના કપડા સીવીને મને ભણાવે છે, અને તેને ઓછું દેખાતું હોવાથી તેને હવે સારી રીતે કપડાં સિવવામાં ખુબ જ તકલીફ પડે છે. આથી હું ઈચ્છું છું કે મારી માતા ને હું ચશ્મા લઈ આપુ, જેથી હું સારી રીતે ભણી શકું અને ભવિષ્યમાં આગળ વધીને ખૂબ જ ઉચ્ચ કક્ષાએ પહોંચીને મોટા માણસ બની ને મારી માતાના બધા દુઃખ દૂર કરીને તેને દુનિયાના બધા સુખ આપવા માંગું છું.
શિક્ષકે કહ્યું કે દીકરા તારો વિચાર છે એ જ તારી કમાણી છે. આ લે આ 500 રૂપિયા મેં જે પ્રમાણે કહ્યું હતું એ પ્રમાણે, અને હા ધ્યાનમાં રાખજે કે આ હું તને ઉધાર આપી રહ્યો છું. જ્યારે પણ કમાણી કરતો થઇ જાય ત્યારે મને પાછા આપી દેજે, મારી એવી ઈચ્છા છે કે તું એટલો બધો મોટો માણસ બને કે તારા માથા પર હાથ ફેરવી ને હું ધન્ય થઈ જાવ.
ધીમે ધીમે સમય વીતતો ગયો, એક બે એમ કરતાં કરતાં 20 વર્ષ વીતી ગયા.