Site icon Just Gujju Things Trending

મનોહર પારિકરના નિધન પછી બોલીવુડે આ રીતે વ્યક્ત કર્યો શોક, અક્ષય કુમારે કહ્યું આવું

ગઈકાલે એટલે કે રવિવારે ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકર નો નિધન થયું હતું. તેઓ અંદાજે એક વર્ષથી કેન્સરની બીમારીથી પીડિત હતા. તેના નિધનથી રાષ્ટ્રભરમાં શોકની લાગણી ફરી ગઈ છે. સરકારે આજે રાષ્ટ્રીય શોકનું એલાન કર્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર મુખ્યમંત્રી મનોહર પર્રિકર ના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે પણજી ની BJP ઓફિસમા રખાયા હતા. ત્યારબાદ સવારે 11થી સાંજે ચાર વાગ્યા સુધી તેના સમર્થકો અને સામાન્ય લોકો તેના અંતિમ દર્શન કરી શકશે, જેના માટે તેમના પાર્થિવ શરીરને કલા એકેડમી માં રાખવામાં આવશે. અને તેના અંતિમ સંસ્કાર સાંજે પાંચ વાગ્યે કરવામાં આવશે.

મનોહર પર્રિકર ના નિધન પર રાજનૈતિક હસ્તીઓની સાથે સાથે બોલીવુડ એ પણ શોક વ્યક્ત કર્યો હતો. અમિતાભ બચ્ચનથી માંડીને ઘણા દિગ્ગજોએ ટ્વિટ કરીને પોતાનો શોક વ્યક્ત કર્યો હતો.

અમિતાભ બચ્ચને ટ્વિટ કર્યું હતું કે ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકર નું નિધન થયું. તેઓ એક જેન્ટલમેન, સાદગીપૂર્ણ વ્યવહાર રાખનારા અને ખુબ જ સન્માનિત વ્યક્તિ હતા. તેના સાથે થોડો સમય વિતાવવાનો મોકો મળ્યો હતો. તેઓ પોતાની બીમારી સાથે બહાદુરીથી લડ્યા.

જુઓ તેને કરેલી ટ્વિટ

તેના નિધન પર અભિનેતા અક્ષય કુમારે પણ શોક વ્યક્ત કર્યો હતો, તેને જણાવ્યું હતું કે, “મનોહર પર્રિકર ના નિધન વિશે જાણીને ખુબ દુઃખ થયું. હું પોતાને ભાગ્યશાળી માનું છું કે મને એક ઈમાનદાર અને સારા વ્યક્તિ થી મળવાનો અને તેને જાણવાનો મોકો મળ્યો. તેના પરિવાર પ્રત્યે હાર્દિક સંવેદના.”

વરુણ ધવન એ પણ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે શ્રી મનોહર પર્રિકર નાની ધન વિશે જાણીને બહુ દુઃખ થયું. હું તેને ગોવામાં મળ્યો હતો અને તેઓ ખૂબ જ સપોર્ટિવ અને પ્રેમાળ હતા.

બોલિવૂડની હસ્તીઓની સાથે બોલિવૂડ ફિલ્મના નિર્માતા મધુર ભંડારકરે પણ લખ્યું હતું કે મનોહર પર્રિકર ના નિધન વિશે જાણીને દુઃખ થયું. તેઓને હંમેશા એક સામાન્ય વ્યક્તિ અને મજબૂત સંકલ્પ તેમજ સાદગી માટે યાદ કરવામાં આવશે, આ દેશ માટે ખૂબ જ મોટી ક્ષતિ છે. ઓમ શાંતિ

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version