સુષ્મા સ્વરાજ ના અવસાન પછી બોલિવૂડ સેલિબ્રિટીઓએ આવી રીતે આપી શ્રદ્ધાંજલિ, જાણો

ભારતના પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજનું નિધન ગઈ કાલે મોડી રાત્રે થયું હતું, જેના કારણે આખા દેશમાં શોકની લહેર વ્યાપી ગઇ છે. જે રીતે આખો દેશ શોક માં છે, એવી રીતે બોલીવુડના ઘણા સેલિબ્રિટીઓએ પણ તેમના નિધન પર શોક જતાવ્યો હતો.

ગાયિકા લતા મંગેશકરે પણ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે તેઓ તેમના નિધનથી સ્તબ્ધ છે. હાલમાં જ અમિતાભ બચ્ચન સહિત બોલીવુડના ઘણા સેલિબ્રિટીઓએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

જણાવી દઈએ કે ગઈકાલે મોડી રાત્રે તબિયત ખરાબ હોવાને કારણે તેને ઇમર્જન્સીમાં AIIMS હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાર પછી એવી જાણકારી મળી રહી હતી કે તેઓનું નિધન હાર્ટ એટેક આવવાને કારણે થયું હતું.

મોડી રાત્રે તેઓના નિધનના સમાચાર આવતા બોલીવુડ સિતારાઓએ સોશિયલ મીડિયાના માધ્યમથી તેઓને શ્રદ્ધાંજલિ આપી હતી.

બોલિવૂડની અભિનેત્રી સેલિના જેટલી ય જણાવ્યું હતું કે સુષ્મા સ્વરાજ જી ના નિધન વિશે સાંભળીને તદ્દન શોક લાગ્યો હતો. તેઓએ વિદેશમાં ભારતીય અને કઈ રીતે ટ્રીટ કરવામાં આવતા તેનો આખો રસ્તો બદલી નાખ્યો હતો. ખૂબ જ જલદી તેઓ જતા રહ્યા, આ ખોટ પૂરી શકાય તેવી નથી.