Site icon Just Gujju Things Trending

“દીદી ના સસરાનો ફોન હતો, તેઓ કાલે આવી રહ્યા છે” આ સાંભળી પિતાનુ મોઢું ઉદાસ થઈ ગયું

અમુક સ્ટોરી માણસના જીવનમાં એટલી બધી અસરકારક હોય છે કે ઘણા માણસો આવી સ્ટોરી વાંચીને પોતાની અંદરથી જડમૂળથી ફેરફાર કરી નાખે છે અને એક નવો માણસ તરીકે બહાર નીકળે છે. એવી જ એક સ્ટોરી ક્યાંક વાંચવા મળી હતી, આજે તમારા લોકો સાથે શેર કરવાનું મન થયું આથી લખી છે.

એક નાનુ એવું 1 BHK સગવડતા વાળુ મકાન હતું, જેમાં માતા પિતા અને તેના બે સંતાન એક દીકરો અને એક દીકરી રહેતા હતા. દીકરી મોટી હોવાથી તેના વેવિશાળ માટે વાત ચાલતી હતી, અને એક જગ્યા પર નક્કી થયા બાદ થોડા દિવસો પહેલા જ તેની સગાઈ કરવામાં આવી હતી.

***

ફોનની રીંગ વાગી, 14 વર્ષના ભાઈ એ ફોન ઉપાડ્યો, અને વાત કરી. ફોન મુક્યો અને એવામાં પિતાજી પણ બહાર ગયા હતા ત્યાંથી પાછા ફર્યા અને ઘરે આવ્યા. આથી ભાઈએ જણાવ્યું કે પપ્પા દીદી ના થનારા સસરા અને સાસુ નો ફોન હતો, તેઓ કાલે આવી રહ્યા છે.

પિતા ઘરે હજુ પહોંચ્યા હતા, પરંતુ તેના મોઢા ઉપર તે જ પહેલાં જેવું દેખાતું ન હતું, છતાં ભાઈ ની વાત સાંભળી ને તેઓએ ઉદાસ મોઢે ધીમેથી કહ્યું કે હા દીકરા, તેઓનો કાલે જ મને ફોન આવ્યો હતો. કે તેઓ એક-બે દિવસમાં દહેજની વાત કરવા માટે આવી રહ્યા છે. તેઓએ કહ્યું હતું કે દહેજ વિશે તમારી સાથે જરૂરી વાત કરવી છે.

ઘણી મુશ્કેલીથી આવો સારો છોકરો મળ્યો હતો, કાલે જો તેઓની દહેજની માંગણી વધી જશે અને હું તેને પૂરી નહીં કરું તો શું થશે? આટલું કહેતા કહેતા તેની આંખો ભરાઈ આવી

પિતાજીની વાત સાંભળીને ઘરમાં રહેલા દરેક સદસ્યો ના ચેહરા ઉપર થોડી ઉદાસીનતા પ્રસરી ગઈ. દીકરી પણ ઉદાસ થઈ ગઈ.

બીજા દિવસે પેલા લોકો આવ્યા, અને તેમનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું.

થોડા સમય સુધી તેઓ બેસી રહ્યા પછી છોકરાના પિતાએ છોકરીના પિતાને કહ્યું કે હવે કામની વાત કરી નાખીએ.

છોકરાના પિતાએ ધીમેથી પોતાની ખુરશી ને છોકરીના પિતા તરફ સરકાવી અને કાન પાસે નજીક જઈને ધીમેથી બોલ્યા કે મારે દહેજ વિશે વાત કરવી છે.

આથી છોકરીના પિતાએ હાથ જોડીને કહ્યું કે બોલોને તમને જે ઉચિત લાગે તે કહો, હું પૂરેપૂરી કોશિશ કરીશ. તેનો અવાજ પહેલા જેવો ન હતો, સ્પષ્ટપણે અવાજમાં એક અલગ પ્રકારની ધ્રુજારી જણાતી હતી.

છોકરાના પિતાએ ધીમે થી છોકરીના પિતા ના બંને હાથ પોતાના હાથમાં રાખીને ખાલી એટલું કહ્યું કે, તમે કન્યાદાનમાં કંઈ પણ વસ્તુ આપો કે ન આપો, ઓછું આપો કે વધુ આપો, મને બધું જ સ્વીકાર છે. પરંતુ દેવું કરીને તમે એક રૂપિયો પણ વધારાનું ન આપશો. એ મને બિલકુલ સ્વીકાર્ય નથી.

કારણકે જે દીકરી પોતાના પિતાને દેવામાં ડુબાડી દે એવી કરજવાળી લક્ષ્મી મારે નથી જોઈતી… મારે કરજ વિનાની વહુ જોઈએ છે જે આવીને મારી સંપત્તિ ને વધારે…

છોકરીના પિતા આશ્ચર્ય ચકિત થઈ ગયા, એકબીજાને ગળે મળી ગયા. અને બોલ્યા તમે કહ્યું છે એવું જ થશે. ત્યાં હાજર સૌ માં ખુશીનો માહોલ પ્રસરી ગયો.

આ માત્ર એક સ્ટોરી જ છે, પરંતુ ઘણી શિક્ષા આપી જાય છે કે કરજ વાળી લક્ષ્મી ન તો કોઈ દિવસ વિદાય કરો કે ના તો કોઈ દિવસ વિકાર કરો.

જો તમને આ લેખ ગમ્યો હોય તો કોમેન્ટ કરી દેજો, અને તમારા મિત્રો તેમજ દરેક ગ્રુપમાં આ લેખને શેર કરજો જેથી વધુમાં વધુ લોકો આને વાંચી શકે. અને બોધ જીવનમાં ઉતારી શકે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version