ચાહે પુરુષ હોય ચાહે સ્ત્રી ઈચ્છો તો દરેકના મનમાં હોય જ છે. અને આમ પણ કહેવાય છે ને કે ઈચ્છાઓ હોય તો જ માનવી આગળ વધી શકે, પોતાના સપનાઓ સેવી શકે પોતાની જિંદગીમાં આગળ વધી શકે. ઈચ્છા એ માનવીના જીવનનું એવું પગલું છે જે દરેકના જીવનમાં હોવું જરૂરી છે કારણકે ઈચ્છા નથી તો આ જિંદગી શું કામની એમ પણ કહી શકાય. આપણે જે બધું કરીએ છીએ જે બધું જીવીએ છીએ તે ઈચ્છાને કારણે જ કહી શકાય.
આજે આ લેખમાં આપણે વાત કરવાના છીએ,છોકરીની અમુક ઇચ્છાઓ વિશે, ચાલો જાણીએ.
દરેક છોકરીને મનમાં ઘણી ઈચ્છા હોય છે, ખાસ કરીને તેના માતા-પિતા માટે કંઈક કરવા માંગે છે એટલે જ તે ઈચ્છે છે કે લગ્ન પહેલા માતા-પિતાનાં સન્માન માટે અને તેને ગર્વ થાય તે માટે બને તેટલી કોશિશ કરીને તે કંઈક ને કંઈક કરવા માગતી હોય છે.
છોકરીઓ ભલે ખુલીને કોઈને કહે નહીં પરંતુ તે હંમેશા ઈચ્છે છે કે તેનો ફ્યુચર પાર્ટનર તેને એટલી જ રિસ્પેક્ટ આપે જેટલી તે તેનાથી ઈચ્છે છે. અને ખાલી પાર્ટનર જ નહિ પરંતુ દરેક વ્યક્તિ તેને માન-સન્માન આપે તેવું જ તે ઈચ્છતી હોય છે.
આપણે જોતા હોઈએ છીએ કે ઘણી છોકરીઓ નાની-નાની વાતને લઈને ડરવા લાગે છે. પરંતુ પોતાના માટે તે ક્યારેય પીછેહટ કરતી નથી, અને આત્મવિશ્વાસ સાથે તે આત્મનિર્ભર બને તેવું ઇચ્છતી હોય છે.
લગ્ન પહેલા દરેક છોકરી નો વિચાર હોય છે કે એનો પાર્ટનર કેવો હોય, તે એવું ઈચ્છતી હોય છે કે એનો પાર્ટનર એને ખુબ પ્રેમ કરે. અને તેને લાડથી બોલાવે. તેમજ તેના પાર્ટનરનો સ્વભાવ રોમેન્ટિક હોય અને તે તેના પ્રત્યે ઈમાનદાર રહે તેવું ઇચ્છતી હોય છે.
આ સિવાય પણ છોકરીઓને એક ઈચ્છા હોય છે, પરંતુ આ ઈચ્છા સાંભળીને કદાચ તમને હસવું આવી જાય. પણ દરેક છોકરીઓ પોતાના લગ્ન પહેલા ખૂબ બધું શોપિંગ કરવા માંગતી હોય છે. અને તમે પણ જોયું હશે કે છોકરીઓ જેટલી તેના લગ્નને લઈને એક્સાઇટેડ હોય તેટલું એક્સાઇટમેન્ટ છોકરામાં ભાગ્યે જ જોવા મળતું હોય છે.