દિવાળી એ હિન્દુ ધર્મનો એવો તહેવાર છે, જે દરેક લોકો મનાવતા હોય છે. અને ખાસ કરીને આ તહેવારનું એટલે વધારે વિશેષ મહત્વ છે કે આ હિંદુ ધર્મ નો સૌથી મોટો તહેવાર છે. આ તહેવાર મનાવવામાં આવે છે તેના પાછળ આખી એક અલગ સ્ટોરી છે જે લગભગ બધાને ખબર જ હોય છે. છતાં જો ન ખબર હોય તો કમેન્ટ કરજો આપણે એ પણ જણાવીશું.
દિવાળીની રાત્રિએ આપણે દરેક લોકો લક્ષ્મીપૂજન કરતા હોઈએ છીએ, તેવી જ રીતે મા લક્ષ્મીને આપણે પૂજા અર્ચના કરતા હોઈએ છીએ જેથી કરીને આપણા ઘર પર સુખ-સમૃદ્ધિ અને લક્ષ્મીનો વાસ કાયમ રહે.
દિવાળીની રાત્રે જ્યારે દરેક લોકો લક્ષ્મીપૂજન કરે છે, ત્યારે ચારે બાજુ તેના સ્વાગત માટે દીવા પણ પ્રગટાવે છે. સાથે સાથે જો આ દિવસે અમુક ટોટકાઓ અજમાવવામાં આવે તો કિસ્મત બદલી શકે છે, ચાલો જાણીએ એવા ચમત્કારિક ટોટકાઓ વિશે
દિવાળીમાં આપણે આખા ઘરની સફાઈ કરી ને કોઈ પણ એક સમયે જેમ લક્ષ્મીપૂજન કરતા હોઈએ છીએ તેવી જ રીતના દિવાળી પછી પણ અમાસના દિવસે મા લક્ષ્મી નું વિશેષ પૂજન કરતું રહેવું જોઈએ. આ ઉપાયથી મા લક્ષ્મી નો સ્થાયી નિવાસ થાય છે અને આર્થિક વૃદ્ધિ પણ થાય છે.
દિવાળીની રાતે કોઈ પણ શુભ મુહૂર્ત માં સાબૂત નારિયેળ ને કોઈ લાલ ચમકદાર કપડામાં લપેટીને મા લક્ષ્મીને અર્પણ કરતા હોય એ રીતે પૂજા કરવી. પૂજન પછી એ નારિયેળને પોતાના ધન સ્થાન ઉપર પ્રસ્થાપિત કરવું. આ ઉપાયથી લક્ષ્મી માં પ્રસન્ન થશે અને તેની કૃપા હંમેશા તમારી ઉપર વરસતી રહેશે.
દિવાળીની રાત્રે માટીના કોઇપણ પાત્રમાં ચાંદીનો સિક્કો રાખીને તેને મહાલક્ષ્મીને અર્પિત કરો અને પછી કોઈપણ લક્ષ્મી મંત્રનો ઉચ્ચારણ કરી તેનું પૂજન કરો. પૂજન પછી ચાંદીના સિક્કા ને કોઈ એવી જગ્યા પર પ્રસ્થાપિત કરો જ્યાં સૂર્યની કિરણો ન પડતી હોય. આવું કરવાથી મા લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદાય વરસતી રહેશે. સાથે દેવું પણ દૂર થશે.
દિવાળીની રાત્રિએ થી શરૂ કરીને દરેક શનિવાર ના દિવસે કોઈપણ પીપળાના વૃક્ષ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવવો. આવું કરવાથી ઘરમાં સુખ શાંતિ બની રહે છે અને બધાના વિચારો મળે છે.
દિવાળીની રાત્રે ઘરના દરેક રૂમમાં શંખ વગાડવા જોઈએ. કારણકે શંખની પવિત્ર ધ્વનિ થી ઘરમાં રહેલી નકારાત્મક ઊર્જાનો નાશ થાય છે અને સુખ-સમૃદ્ધિમાં વધારો થાય છે.
પરિવારની સમૃદ્ધિ માટે દિવાળીની રાત્રે પરિવારના દરેક સદસ્ય ઉપરથી સાત વખત કાળા તલ ઉતારીને પશ્ચિમ દિશામાં ફેંકી દો. આવું કરવાથી ઘરમાં નકારાત્મક શક્તિઓ નો પ્રભાવ ઓછો થઈ જાય છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે છે.