ચંદ્રયાન-2 ના લેન્ડર વિક્રમ જ્યારે ચંદ્ર ની સપાટી તરફ આગળ વધી રહ્યું હતું, ત્યારે અચાનક સંપર્ક તૂટી ગયો હતો. જેના કારણે ISRO ના વૈજ્ઞાનિકો સહીત ત્યાં હાજર સૌ લોકોમાં ચહેરા ઉપર જાણે સન્નાટો વ્યાપી ગયો હતો, એવામાં પ્રધાનમંત્રી મોદી પણ ત્યાં હાજર હતા. તેઓને જ્યારે આ વાતની જાણ કરવામાં આવી ત્યારે તેઓએ પણ વૈજ્ઞાનિકોનો હોસલો વધાર્યો હતો. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે જીવનમાં ઉતાર ચઢાવ તો આવ્યા રાખે છે, તેઓએ આગળ ઉમેર્યું હતું કે હિંમત ક્યારે ન હારવી જોઈએ.
ત્યાર પછી આજે સવારે ઇસરોના કંટ્રોલ સેન્ટર થી દેશને સંબોધિત કરીને પ્રધાનમંત્રીએ વૈજ્ઞાનિકોના સાહસ અને જુસ્સાને વધાર્યો હતો.
પ્રધાનમંત્રી મોદીએ ઈસરોના વૈજ્ઞાનિકો નું સાહસ વધારતાં કહ્યું હતું કે, આજે ભલે થોડી અડચણ નો સામનો કરવો પડયો હોય પરંતુ આનાથી આપણું સાહસ જરા પણ ઓછું થયું નથી, પરંતુ વધારે મજબૂત થયું છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે આજે આપણા રસ્તામાં ભલે એક અડચણ આવી પરંતુ એનાથી આપણે મંઝિલ ના રસ્તા થી ડગયા નથી.
પ્રધાનમંત્રી આગળ પોતાની વાત જણાવતા કહ્યું હતું કે આ મિશન સાથે જોડાયેલો દરેક વ્યક્તિ પોતાની એક અલગ જ અવસ્થામાં હતો. અચાનક જ કંઈપણ નજર આવી રહ્યું ન હતું, બધું જ નજર આવવાનું બંધ થઈ ગયું હતું, મેં પણ આપણને તમારી સાથે જીવી છે. આજે ચંદ્ર ને હડકવાની આપણી ઇચ્છાશક્તિ વધુ દ્રઢ બની છે, અને સંકલ્પ વધુ પ્રબળ બન્યો છે.
આગળ પોતાની વાત જણાવતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે પરિણામ થી નિરાશ થયા વગર નિરંતર લક્ષ્ય તરફ આગળ વધવાની આપણી પરંપરા પણ રહી છે અને આપણા સંસ્કાર પણ રહ્યા જ છે. તેઓએ વૈજ્ઞાનિકોનું સાહસ વધારતાં કહ્યું હતું કે તમે લોકો માખણ પર લકીર ખેંચવા વાળા નહીં પરંતુ પથ્થર પર લકીર ખેંચનારા લોકો છો. જો શરૂઆતમા આવેલી અડચણ, મુસીબત વગેરેથી આપણે હારી જતા હોત તો આજે ઈસરો દુનિયા ની સફળ સ્પેસ એજન્સીઓમાં એક પણ સ્થાન પ્રાપ્ત ન કરી શકયો હોત.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે ચંદ્રકાંત ના સફર નો છેલ્લો સમય ભલે આપણી આશા અનુકૂળ ન રહ્યો હોય, પરંતુ આપણે એ પણ યાદ રાખવું પડશે કે ચંદ્રયાનની યાત્રા શાનદાર રહી છે, જાનદાર રહી છે. દરેક મુશ્કેલી, દરેક સંઘર્ષ, દરેક સમસ્યા આપણને કંઈક નવું શીખડાવી ને જાય છે.
જુઓ વિડિયો
Addressing our hardworking space scientists. Watch. https://t.co/rPRfGBQLJQ
— Narendra Modi (@narendramodi) September 7, 2019