Site icon Just Gujju Things Trending

તમારા વિરોધીઓથી અલગ કેવી રીતે બનવું? 40 સેકન્ડની આ વાત વાંચજો

અમેરિકા ખંડ શોધનાર કોલંબસની આ વાત છે. લાંબી યાત્રાએથી પાછા ફર્યા પછી તેનું દરેક જગ્યાએ ખૂબ જ બહુમાન થતું હતું. સ્પેન તેમ જ પોર્ટુગલના રાજવી ખાનદાનો તરફથી પણ એને ખાસ માન મળવા લાગ્યું. આ બધું તેના વિરોધીઓ થી જોવાતું નહોતું અને ઈર્ષાના માર્યા તેઓ કહેતા હતા કે કોલમ્બસે થોડી નવી જમીન શોધી લીધી, એમાં ક્યાં મોટું તીર માર્યું છે? જમીન તો ત્યાં પહેલેથી જ હતી, ખાલી વહાણ લઇને તે ત્યાં ગયો, જમીન જોઈને પાછો ફર્યો! એમાં એણે કેવું ગયું મોટું સાહસ કર્યું કે પરાક્રમ કર્યું?

અને કોલંબસના વિરોધીઓનો આ ચણભણાટ રાજવી ખાનદાન સુધી પહોંચ્યો. આથી એક વાર આ ખાનદાને કોલંબસના માનમાં પાર્ટી ગોઠવી. ત્યારે જમતા જમતા અચાનક રાજાએ બધાને સંબોધીને કહ્યું કે તમારામાંથી કોઈ ઇંડાને ટેબલ ઉપર સીધું ઉભુ રાખી શકે એમ છે?

એ પાર્ટીમાં કોલંબસના વિરોધીઓ એવા અમીર-ઉમરાવો અને સેનાપતિઓ પણ હાજર હતા એ બધાએ ઇંડાને ટેબલ ઉપર સીધું રાખવા ઘણા પ્રયત્નો કર્યા પરંતુ એમાં કોઈને સફળતા મળી નહીં અને કોઈ ઈંડુ સીધું ઊભું રાખી શક્યુ નહિ.

આ દરમિયાન રાજાએ કોલંબસ સામે જોયું. કોલંબસે ઈંડુ હાથમાં લીધું અને એના એક છેડાને હળવેથી ટેબલ સાથે અથડાવ્યું. જેના પરિણામે ઈંડાના એ ભાગ ઉપર સહેજ ખાડો પડી ગયો અને ત્યાં રહેલી ગોળ સપાટી સીધી થઇ ગઈ. આથી પછી એ ભાગ ઉપર ઇંડુ ઊભું રાખી દીધું.

આ જોઈને પાર્ટીમાં ગણગણાટ વ્યાપી ગયો. અને કોઈએ તો એમ પણ કહી દીધું કે આ રીતે તો કોઈ માણસ, અરે માણસ નહિ કોઈ પણ નાનું બાળક પણ ઈંડા ને ટેબલ ઉપર ઊભું રાખી શકે!

ત્યારે રાજાએ કહ્યું કે “અમે ક્યાં કોઈને એમ કરવાની ના પાડી હતી? અને એ જ રીતે અમે દરિયાઈ સફર જવાની પણ ક્યાં કોઈને ના પાડી હતી?”

અમેરિકન અસ્તિત્વ તો આ પૃથ્વીના પટ પર હતું જ એને શોધી કાઢવા માટે જે બીજા કરતા થોડા વધારે પ્રયાસના અભિગમની જરૂર હતી એ કોલંબસ પાસે હતો.

આજના કાતિલ હરીફાઈના સમયમાં પોઝિટિવ એટિટયુડ ધરાવનાર વ્યક્તિ બીજા કરતા ફક્ત થોડો વધારે ઉત્સાહ, થોડી વધારે ધગસ, થોડી વધારે સૂઝબૂજ અને માત્ર થોડી વધારે તત્પરતા દાખવી ને એક પગલું આગળ રહી શકે છે.

જ્યાં છે ત્યાં જ રહી પડતાં સામાન્ય માણસ અને પ્રગતિના પથ પર સતત આગળ વધતા અસામાન્ય માણસ વચ્ચે આ ફક્ત થોડા વધારે નો જ તફાવત હોય છે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version