કોરોના ની વેક્સિન તૈયાર થઈ ગયા નો દાવો કર્યો આ દેશે, મનુષ્ય ઉપર સફળ પરિક્ષણ થયું
રશિયાએ કોરોનાવાયરસ ની વેબસાઈટ તૈયાર કરવાનો દાવો કર્યો છે. રશિયાના સેચેનોવ વિશ્વવિદ્યાલયનું કહેવું છે કે તેઓએ દુનિયાની પહેલી કોરોના વેક્સિન તૈયાર કરી લીધી છે અને આ વ્યક્તિનું મનુષ્ય ઉપર પરિક્ષણ પણ સફળ રહ્યું છે.
ઈંસ્ટીટ્યુટ ફોર ટ્રાંસલેશનલ મેડિસિન એંડ બાયોટેકનોલોજી ના નિર્દેશક વદિમ તરાસોવે જણાવ્યું હતું કે જે વોલેંટિયર પરવેક્સિન નું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેની પહેલી બેચ ને બુધવારે અને બીજી બેચ ને 20 જુલાઈએ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવશે.
નિર્દેશક અનુસાર વિશ્વ વિદ્યાલય એ ૧૮ જૂને રશિયાના ગેમ લી ઇન્સ્ટિટયૂટ ઓફ એપિડેમિયોલોજી એંડ માઇક્રોબાયોલોજી દ્વારા નિર્માણ કરવામાં આવેલા વેક્સિન નું પરીક્ષણ શરૂ કર્યું હતું. વિશ્વવિદ્યાલય એ પહેલી વેક્સિન ના વોલેંટિયર્સ પર સફળતાપૂર્વક પરીક્ષણ પૂરું કરી લીધું છે.