રશિયાએ કોરોનાવાયરસ ની વેબસાઈટ તૈયાર કરવાનો દાવો કર્યો છે. રશિયાના સેચેનોવ વિશ્વવિદ્યાલયનું કહેવું છે કે તેઓએ દુનિયાની પહેલી કોરોના વેક્સિન તૈયાર કરી લીધી છે અને આ વ્યક્તિનું મનુષ્ય ઉપર પરિક્ષણ પણ સફળ રહ્યું છે.
ઈંસ્ટીટ્યુટ ફોર ટ્રાંસલેશનલ મેડિસિન એંડ બાયોટેકનોલોજી ના નિર્દેશક વદિમ તરાસોવે જણાવ્યું હતું કે જે વોલેંટિયર પરવેક્સિન નું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેની પહેલી બેચ ને બુધવારે અને બીજી બેચ ને 20 જુલાઈએ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવશે.
નિર્દેશક અનુસાર વિશ્વ વિદ્યાલય એ ૧૮ જૂને રશિયાના ગેમ લી ઇન્સ્ટિટયૂટ ઓફ એપિડેમિયોલોજી એંડ માઇક્રોબાયોલોજી દ્વારા નિર્માણ કરવામાં આવેલા વેક્સિન નું પરીક્ષણ શરૂ કર્યું હતું. વિશ્વવિદ્યાલય એ પહેલી વેક્સિન ના વોલેંટિયર્સ પર સફળતાપૂર્વક પરીક્ષણ પૂરું કરી લીધું છે.
ત્યારે યુનિવર્સિટીમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ પેરાસિટોલોજી, ટ્રોપિકલ એંડ વેક્ટર-બોર્ન ડિઝીઝ ના નિર્દેશક એલેક્ઝાન્ડર લુકાશેવ એ જણાવ્યું કે આ અધ્યયન નો હેતુ માનવ સ્વાસ્થ્યની સુરક્ષા માટે કોવિડ-૧૯ નિવેદ સીનનું સફળતાપૂર્વક તૈયાર કરવાનું હતું. સુરક્ષાને ધ્યાનમાં લઈને વેક્સિન ના બધા પરિબળો ની તપાસ કરવામાં આવી છે અને જલ્દી જ બજારમાં અવેલેબલ થશે.
એલેક્ઝાન્ડરે જણાવ્યું હતું કે આગળની રણનીતી ઉપર પણ કામ કરવામાં આવી રહ્યું છે અને જલ્દી જ આ બાબતમાં પણ સૂચિત કરવામાં આવશે, તેઓએ આગળ પોતાની વાત રજુ કરતાં કહ્યું હતું કે કોરોના મહામારી થી લડવા માટે વેક્સિન તૈયાર કરવા માં સેચેનોવ યુનિવર્સિટીની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે, અને અમે આ વેક્સિન ઉપર કામ કરવાનું શરૂ કરી દીધું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અમેરિકા સહિત દુનિયાના ઘણા દેશ કોરોના પર વેક્સિન તૈયાર કરવામાં લાગી ગયા છે ત્યારે રશિયા તરફથી એવો દાવો કરવામાં આવ્યો છે કે તેઓએ વેક્સિન તૈયાર કરી લીધી છે અને મનુષ્ય ઉપર તેનું સફળ પરિક્ષણ પણ કરવામાં આવ્યું છે.