Site icon Just Gujju Things Trending

Breaking: CRPF એ કહ્યુ, “ભૂલીશું પણ નહીં અને માફ પણ નહીં કરીએ”

ગઈકાલે થયેલા હુમલામાં આપણા 40થી પણ વધુ જવાન શહીદ થયા છે, ત્યારે દેશના દરેક લોકોમાં આક્રોશ અને દુઃખ બંને છે. અને દરેકને હવે બદલાની ભાવના છે.

એવામાં સીઆરપીએફના ઓફિશ્યલ એકાઉન્ટમાંથી ટ્વિટ કરવામાં આવ્યું હતું કે પુલવામાં હુમલામાં થયેલા આપણા શહીદોને સલામ છે અને શહીદ ભાઈઓ ના પરિવાર ની સાથે ઊભા છીએ. અને આ જધન્ય હુમલા નો યોગ્ય બદલો લેવામાં આવશે.

આ હુમલાને ધ્યાનમાં લઈને દેશના દરેક લોકોએ પોતાનો આક્રોશ સોશિયલ મીડિયામાં ઠાલવ્યો છે. સામાન્ય માણસો થી લઈને રાજનૈતિક હસ્તીઓ, બોલિવૂડના સેલિબ્રિટીઓ દરેક લોકો આ હુમલાની નિંદા કરી રહ્યા છે.

ચારે બાજુ મલબો જ નજરે આવી રહ્યો હતો…

અને દરેક સામાન્ય માણસ પોતાની ઇચ્છા અત્યારે સોશિયલ મીડિયામાં વ્યક્ત કરી રહ્યો છે.

Source: ANI Twitter

પુલવામામાં થયેલા આ આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોના પાર્થિવ દેહ જ્યારે CRPF ના બડગામ કેમ્પમાં લાવવામાં આવ્યા ત્યારે દરેકની આંખો ભીની થઈ ગઈ હતી. આપણાં જવાન તો ચિર નિંદ્રામાં સુઈ ગયા પરંતુ દેશની શાન ને ઝૂકવા દીધી નથી.

IDE થી બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એલાન કર્યું છે કે સુરક્ષાબળોને ગુનેગારો પર એક્શન લેવા માટે ખુલ્લી છૂટ આપવામાં આવી છે.

આથી હવે સેના ના હાથ ખુલ્લા હોવાથી આનો બદલો તો લેવાશે એ વાતની ખાતરી છે. હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ, સલામ છે એ સૈનિકોને જેણે દેશ માટે પોતાની જાનની કુરબાની આપી છે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version