દર રક્ષાબંધનના દિવસે પિયરમાંથી ફોન આવે છે પરંતુ આ વખતે કેમ ન આવ્યો? પછી પિયર ગઈ તો એવી ખબર પડી કે તેના આંખમાંથી…
બારીમાંથી હળવો પ્રકાશ અંદર પડી રહ્યો હતો, બારીની અંદર રહેલા રૂમમાં ઊભી રહેલી શીતલ વિચારી રહી હતી કે થોડા દિવસ પછી રક્ષાબંધન તો આવી રહી છે પરંતુ દર વખતની જેમ આ વખતે મમ્મીનો ફોન નથી આવ્યો, કે પછી કોઈ ભાઈનો પણ ફોન આવ્યો નથી.
આ વખતે શું કામ આવું થયું હશે, આટલું કહીને બસ બંને હાથ જોડીને ઉપર જોઈને ભગવાન તરફ પ્રાર્થના કરી રહી હતી કે તેના પિયરમાં બધું ઠીક હોય. શીતલ ના લગ્ન થયા ને લગભગ 13 વર્ષ થઈ ચૂક્યા હતા. દર વખતે રક્ષાબંધનના દિવસ ના થોડા દિવસો પહેલા પિયર માંથી તેને ફોન આવતો અને રક્ષાબંધનના દિવસે તે સમયસર પહોંચી જતી.
શીતલ ફરી પાછી રસોડામાં પાણી પીવા ગઈ ત્યાં સાસુ ઉભા હતા એટલે સાસુ સાથે વાત કરી કે મમ્મી મને તો બહુ ડર લાગી રહ્યો છે મને હજુ સુધી ફોન નથી આવ્યો… મને આ વખતે ભૂલી ગયા હશે કે તેમ?
સાસુને પણ ખબર હતી કે રક્ષાબંધનના થોડાક દિવસો પહેલા જ તેના ભાઈઓ અથવા તેની મમ્મી તેના ફોન કરીને બોલાવતા હતા પરંતુ આ વખતે ફોન નહોતો આવ્યો એટલે સાસુ એ કહ્યું કંઈ વાંધો નહીં ફોન ના આવ્યો હોય તો એમાં શું, તું ત્યાં જઈને જોઈ આવે.
શીતલને તો માત્ર આટલું જ સાંભળવું હોય તેમ સાંભળીને તરત જ કહ્યું કે ઠીક છે હું પિયર જઈ આવી રહી છું, પતિ બપોરે ઘરે જમવા આવ્યા ત્યારે પતિને વાત કરી અને પછી પતિની સાથે પિયર જવા રવાના થઈ ગઈ.
શીતલને મુકવા માટે પતિ ત્યાં પહોંચી ગયો બંને અંદર ગયા પરંતુ આ વખતે ઘરમાં ખૂબ જ અલગ વાતાવરણ હતું. આવું વાતાવરણ આ જ પહેલા કોઈ દિવસ શીતલે અથવા તેના પતિએ જોયું ન હતું. થોડા સમય સુધી વાતો કરીને શીતલનો પતિ ત્યાંથી ઓફિસ જવા રવાના થઈ ગયા.
શીતલનો પતી ગયો એટલે તરત જ શીતલ તેની માતા પાસે નજીક જઈને બેસી ગયા અને પૂછ્યું. મમ્મી ઘરનું વાતાવરણ આટલું બધું અલગ કેમ દેખાઈ રહ્યું છે? ભાઈ ભાભી બંનેના મોઢા પર પૂછીએ નથી, આ ઘરમાં થયું છે શું મને કોઈ તો કહો? ફરી પાછું પૂછ્યું શું કંઈ થયું છે? પહેલા તો માતાએ જવાબો આપીને કહ્યું કે કશું થયું નથી પરંતુ શીતલે ખૂબ જ પ્રેશર આપ્યું એટલે તેની માતા કહેવા લાગી…
બેટા તને ચિંતા ન થાય એટલા માટે તને કહ્યું ન હતું પરંતુ તારા ભાઈની નોકરી સરસ ચાલી રહી હતી પરંતુ તેની કંપનીમાં કર્મચારીઓમાં ઘટાડો કરવામાં આવ્યો તેમાં તારા ભાઈની નોકરી પણ જતી રહી, અને હવે નવી નોકરીની શોધમાં દરરોજ ધક્કા ખાય છે પરંતુ તેને નવી નોકરી મળી નથી રહી. અધૂરામાં પૂરું પૈસા પણ બચતના હવે ખાલી થવા આવ્યા છે અને આ બધા ખર્ચાઓ વધતા જાય છે.
બસ આની ને આની ચિંતામાં અમે તને ફોન કર્યો ન હતો, અને આવતીકાલે તો રક્ષાબંધન પણ આવી ગઈ છે. બસ એટલે થોડી ચિંતામાં તને જાણ કરી નહોતી, એક શીતલે જાણે રાહતનો શ્વાસ લીધો હોય તેમ તેને કહ્યું કે અરે બસ આટલી વાત, મમ્મી ખરાબ સમય તો દરેકની જિંદગીમાં આવે જ છે. એનાથી આટલા પરેશાન થઈ જવાની શું જરૂર છે, ચાલો જમવા બેસી જાવ.
બધા લોકો જમવા બેસી ગયા રક્ષાબંધનને હવે એક દિવસની વાર હતી પરંતુ જમતી વખતે પણ તેના ભાઈ અને ભાભી ટેન્શનમાં જમવાનું જમી રહ્યા હોય તેવું લાગી રહ્યું હતું. જમ્યા પછી ભાઈ ભાભી અંદર ગયા એટલે રસોડામાં કંઈક વાત કરી રહ્યા હતા તે વાત શીતલને સંભળાઈ રહી હતી.
તેના ભાઈએ ભાભી ને કહ્યું કે શીતલ આવી છે એટલે તેને કંઈક આપવું પડશે અને આવતીકાલે રક્ષાબંધન પણ છે, ઉપરથી હમણાં મને ફોન આવ્યો હતો બાળકોની ફી ભરવાની છે. આ બધું કેમ પૂરું થશે મારું મગજ નથી કામ કરી રહ્યું, પરંતુ શીતલની ભાભી પણ ખૂબ જ સારી હતી તેને તરત જ કહ્યું કે મારે તમે ચિંતા ન કરો આ મારી બંગડીઓ હવે ખૂબ જ જૂની થઈ ગઈ છે અને વહેંચીને તમે પૈસા આવે તેમાંથી તહેવાર પણ મનાવીશું અને કોલેજની ફી પણ ચૂકવાઇ જશે.