દર રક્ષાબંધનના દિવસે પિયરમાંથી ફોન આવે છે પરંતુ આ વખતે કેમ ન આવ્યો? પછી પિયર ગઈ તો એવી ખબર પડી કે તેના આંખમાંથી…
ફરી પાછું બંગડી તો ગમે ત્યારે નવી થઈ જશે, શીતલ આ બધું સાંભળી રહી હતી એટલે આ સાંભળીને તેને ખૂબ જ દુઃખ થયું કે દુઃખ એ વાતનું હતું કે તેના ભાઈ ભાભી આટલી બધી તકલીફમાં છે પરંતુ તેને કોઈ વાત નથી કરતો થોડા સમય સુધી ત્યાં જ બેસીને વિચારતી રહી કે આ પરિસ્થિતિમાં હવે શું કરવું, તે વિચારવા લાગી કે તેના ભાઈ ભાભી એવું વિચારતા હશે કે હું અહીં કંઈ લેવા માટે આવી છું?
ઘરે જઈને પોતાના પતિને વાત કરી પતિએ તરત જ કહ્યું કે, બસ આ જ સમય માટે મેં એ રૂપિયા બચાવ્યા હતા, શીતલે પૂછ્યું કે કયા રૂપિયા? એટલે પતિએ તરત જ જવાબ આપ્યો કે કેમ તું ભૂલી ગઈ લગ્ન વખતે તારા પિતાએ તને ત્રણ લાખ રૂપિયા આપ્યા હતા, જે તારી જ કરેલી બચત હતી અને તને તારા ભવિષ્ય માટે આપ્યા હતા.
તે એ રૂપિયા આવીને બધા જ મને આપી દીધા હતા, ત્યારે મેં તને કહ્યું હતું કે આ રૂપિયા હું તારી પાસે સાચવીને રાખજો પરંતુ તે મને આપી દીધા હતા. અને મેં તને પણ કહ્યું હતું કે મારે આ રૂપિયા નથી જોઈતા તું તારા માટે સાચવીને રાખ પરંતુ તે મને આપ્યા હતા એટલે પછી મેં એ રૂપિયા નું રોકાણ કરી દીધું હતું.
આજે તને કદાચ માનવામાં નહીં આવે પરંતુ એ ત્રણ લાખ રૂપિયાના અત્યારે દસ લાખ રૂપિયા થઈ ચૂક્યા છે. અને થઈ પણ કેમ ન જાય આખરે 13 વર્ષ પહેલાની આ વાત છે જ્યારે આપણા લગ્ન થયા હતા. તારા ભાઈને જેટલા રૂપિયાની જરૂર હોય એટલા રૂપિયા તું આપી દે.
અને ક્યાંય પણ મારું નામ ન લેતી કે મેં રૂપિયા આપ્યા છે, નહીંતર એને લેવામા સંકોચ થશે. હું તારા ભાઈને ઓળખું છું ત્યાં સુધી એ બધા રૂપિયા લેવાની ના જ પાડશે પરંતુ એને જરૂર હોય તેટલા રૂપિયા પરાણે આપીને આવજે.
તરત જ શીતલ તેના ઘરેથી નીકળીને પિયર જવા રવાના થાય છે ઘરે જઈને બાળકોને કહે છે કે બાળકો ચાલો આપણે ચોકલેટ ખાવા જઈએ, બહાર જઈને તે તરત જ સ્કૂલમાં જઈને તેની ફી ભરી આવે છે. અને બાળકોને ખૂબ જ બધી ચોકલેટ લઈ આપે છે અને કહે છે કે ઘરે કોઈને કહેવાનું નથી કે તમારી ફી ભરાઈ ગઈ છે.
પછી શીતલ તેના ભાઈ ના ઘરે જઈને ભાઈને કહે છે કે તારે કેટલા પૈસા જોઈએ છે હું તને આપીશ? ત્યારે ભાઈએ ચોખ્ખી ના પાડી દીધી જ્યારે શીતલે કહ્યું કે તું ચિંતા કરમા આ તારા જીજાજીના પૈસા નથી આ મારા જ પૈસા છે એટલે ભાઈએ પૂછ્યું કે તમારી પાસે આટલા બધા પૈસા ક્યાંથી આવ્યા, ત્યારે શીતલ એ જવાબમાં કહ્યું કે તારા જીજાજીએ મારા લગ્ન વખતે પિતાએ આપેલા પૈસાને હાથ પણ લગાડ્યો ન હતો અને આ એ જ પૈસા નું રોકાણમાંથી આવેલું વળતર છે.
ખૂબ જ કહ્યું એટલે તેના ભાઈએ જરૂરિયાત પૂરતા પૈસા લીધા અને કહ્યું કે મારી નોકરી લાગી જાય એટલે હું તમને આ બધા પૈસા પાછા આપી દઈશ, પછી તેને કહ્યું કે તારે હજુ પણ વધારે પૈસા જોઈતા હોય તો કહેજે મને મેં બાળકોની ફી ભરી નાખી છે એટલે તું એ ભરવાનો જતો.
રક્ષાબંધન આવવાને હજી એક દિવસની વાર હતી પરંતુ ભાઈ બહેનના આંખમાંથી આજે જ આંસુ નીકળી ગયા હતા. શીતલ પણ તેના ભાઈને ખુબ આશીર્વાદ આપીને ફરી પાછી પોતાની ઘરે જતી રહી, બહેનના ગયા પછી ભાઈ બેઠો બેઠો વિચારી રહ્યો હતો કે ખરેખર કોઈ સાચું જ કહ્યું છે કે દીકરીઓ પિયરમાં કશું લેવા માટે નહીં પરંતુ આશીર્વાદ આપવા માટે આવતી હોય છે.
જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો તેમજ કમેન્ટમાં આ સ્ટોરી ને 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.