Site icon Just Gujju Things Trending

છેડતી – ડર થી શરમ સુધી… વાંચીને શેર કરજો

માનસી તેના ત્રણ વર્ષના પુત્રને લઈને પ્રાણી સંગ્રહાલય તરફ જઈ રહી હતી, આજે રજા નો દિવસ હોવાથી તે તેના બાળકને લઈને પ્રાણીસંગ્રહાલય તરફ જઈ રહી હતી, વેકેશનનો સમય હતો, ભરપૂર ઉનાળો હતો અને સૂર્ય નો તાપ જાણે આગ વરસ આવતો હોય તેમ રસ્તાને ગરમ કરી રહ્યો હતો.

રસ્તામાં બંને આગળ વધી રહ્યા હતા ત્યારે અચાનક જ સામેથી કોઈ છોકરાઓનું ટોળું આવતું દેખાયું,. માનસી પહેલાં તો સાવચેત થઈ ગઈ. તે અને તેનો દીકરો બંને સાથે જઈ રહ્યા હતા આ છોકરાઓ અવારનવાર રસ્તા પર ચાલતી મહિલાઓને હેરાન કરતા હતા.

જેમ જેમ તેઓ નજીક આવ્યા તેમાંથી એક છોકરાએ સીટી વગાડી અને કંઈક બોલવાનું શરૂ કર્યું પરંતુ માનસી તેના શબ્દોને સમજી ન હોતી રહી, માનસીએ એ છોકરાઓને બિલકુલ અવગણીને આગળ ઝડપથી ચાલવા લાગી. માનસી દીકરો ભેગો હોવાથી ઝડપથી ચાલી રહી હતી.

છોકરાઓ વધુ ચીડવા લાગ્યા પરંતુ આ જોઈને માનસી પણ ગભરાઈ નહીં તે માત્ર છોકરાઓ સાથે કોઈપણ જાતની બહેશમાં નહોતી આવવા માંગતી એટલે તેને પોતાની ગતિ વધુ ઝડપી બનાવી દીધી. માનસી તો તેના છોકરાને લઈને અંદર પ્રાણી સંગ્રહાલયમાં જતી રહી પરંતુ હદ તો ત્યારે થઈ કે આ બધા છોકરાઓ પણ પ્રાણીસંગ્રહાલયમાં સાથે આવ્યા.

થોડું દૂર ચાલ્યા પછી માનસીને અચાનક એક ચીસ સંભળાઈ, તે કોઈ છોકરાની જ ચીસ હતી, માનસી તો તેના દીકરાને લઈને પ્રાણી સંગ્રહાલય વિશે સમજાવી રહી હતી અને અચાનક ચીસ સંભળાતા તે ગભરાઈ ગયું અને પાછળ જોયું તો તેનું ધ્યાન પડ્યું કે તેને જે છોકરાઓ ચીડવી રહ્યા હતા તેમાંથી કોઈ એક છોકરો પાંજરાની અંદર પડી ગયો હતો.

પાંજરું ઘણુ વિશાળ હતું પરંતુ ઉપરથી તેનો પગ સ્લીપ થઈ ગયો અને તે છોકરો પાંજરામાં પડી ગયો હોય તેવું લાગી રહ્યું હતું, એ છોકરો મમ્મી મમ્મી એવી બૂમો પાડી રહ્યો હતો. તે પિંજરામાં ભયાનક જાનવર બેઠું હતું. આ બધું જોઈને સ્વાભાવિક છે કે તે છોકરાના મોટામાંથી બચાવો બચાવો નીકળી જાય.

તેના સાથી મિત્રો જેવા દેખાતા બધા જ છોકરાઓ આમતેમ જતા રહ્યા, માનસી આ બધું જોઈને તરત જ પાંજરા પાસે ગઈ. છોકરાની હાલત જોઈને તેને તેના પર દયા આવી તે પિંજરામાં પ્રાણીની સામે ફસાઈ ગયો હતો અને મૃત્યુની અણી ઉપર હતો, કશું વિચારવાનો સમય નહોતો એટલે માનસિક ઝડપથી તેની સાડી ખોલવા લાગી.

આજુબાજુમાં હાજર રહેલા લોકો આ બધું ભયથી અને આશ્ચર્યચકિત થઈને જોઈ રહ્યા હતા, આંખના પલકારામાં માનસી માત્ર બ્લાઉઝ અને પેટીકોટમાં જ રહી ગઈ. તેણીએ તેની સાડી નો એક છેડો પાંજરા ની અંદર ફેંક્યો અને બીજો છેડો પોતાની પાસે રાખ્યો, એક છેડો અંદર આવ્યો એટલે અંદર ફસાઈ ગયેલા છોકરાએ તરત જ સાડી પકડી લીધી.

માનસી એ આજુબાજુના લોકો સામે જોયું અને છોકરાને સાડી વડે ઉપર ખેંચવાનો ઇશારો કર્યો, કેટલાક લોકો ત્યાં આવવા અચકાવા લાગ્યા પરંતુ તેમ છતાં આગળ વધ્યા અને બધા લોકોએ સાથે મળીને સાડી ખેંચવાનું શરૂ કર્યું. ધીમે ધીમે છોકરો પાંજરામાંથી બહાર આવવા લાગ્યો, અને લોકોને ઘણી મહેનત પછી તે છોકરો આખરે પાંજરામાંથી સહી સલામત બહાર આવી ગયો.

લોકોએ તેને પાણી આપ્યું તે પાણી પીવા લાગ્યો, તે છોકરાની આંખમાં ભયની સાથે સાથે શરમ પણ હતી કારણ કે આ એ જ છોકરો હતો છે માનસી જ્યારે જઈ રહી હતી ત્યારે તેને ચીડવી રહ્યો હતો. સામે ઊભેલી તે સ્ત્રીને જોઈને તેને પોતાની ભૂલનો અહેસાસ થયો, માનસી એ પણ તે છોકરાને કશું ન કહ્યું. બસ માત્ર તે ત્યાંથી જતી રહી.

છોકરો કંઈક કહેવા માંગતો હતો પરંતુ તેના મોઢામાંથી એક પણ શબ્દ નીકળી ન શક્યો કારણ કે જે સ્ત્રીને તે થોડા સમય પહેલા ચીડવી રહ્યો હતો આજે તે જ સ્ત્રીએ તેનું જીવન બચાવ્યું હતું અને આજે એ બ્લાઉઝ અને પેટીકોટ પહેરેલી સ્ત્રી મા તે છોકરાને તેની માતા નજરે આવી રહી હતી.

માનસી અને તેનો દીકરો ફરી પાછા પ્રાણી સંગ્રહાલયમાં ફરવા લાગ્યા, અને માનસીને એક જીવ બચાવવાની ખુશી પણ હતી અને સાથે સાથે તે છોકરા ને કંઈ પણ કહ્યા વગર પાઠ ભણાવવાનું ગૌરવ પણ હતું, કારણ કે જ્યારે તે છોકરાની આંખોમાં નજર કરી ત્યારે ભયની સાથે સાથે શરમ પણ ચોખ્ખા દેખાઈ રહ્યા હતા. તે આજે સમજી ગયો હતો કે કોઈને બિનજરૂરી ત્રાસ આપશો નહીં, તે ક્યારે તમારા માટે દેવદૂત બની શકે છે તે તમે ક્યારેય જાણતા નથી.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો, તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version