આજકાલ દરેક માણસ કોઈ ને કોઈ બીમારીથી પીડાતો રહેતો હોય છે, અને આપણા બદલતા જીવન તેમજ હાર્ડ એન્ડ ફાસ્ટ લાઈફ સ્ટાઈલ પ્રમાણે દરેક લોકો હેલ્થ તરફ પૂરતું ધ્યાન આપી શકતા નથી જેના કારણે ઘણા રોગો થઇ શકે છે, એવી જ રીતના મેદસ્વીતા પણ લોકોના શરીરમાં પ્રવેશવા લાગે છે. અને જેમ જેમ મેદસ્વીતા વધે તેમ તેની અસર પર્સનાલિટી અને આપણા સ્વાસ્થ્ય પર ખરાબ પડે છે. ઘણા લોકો તેનાથી છુટકારો મેળવવા માટે જિમમાં જતા હોય છે અથવા કોઈપણ દવાઓનો ઉપયોગ કરતા હોય છે પરંતુ ઘણી વખત આ દવાઓ પણ શરીરને વધુ નુકસાન પહોંચાડી શકે છે.
આજે આપણે એવી વાત કરવાના છીએ જેનાથી તમારા શરીરમાં રહેલી મેદસ્વીતા એક મહિનામાં ઓછી થવા લાગશે અને આ ઉપાય ઘરેલુ હોવાથી કોઈને નુકસાન પણ થતું નથી. આ દરેક નુસખાઓ માંથી કોઈ પણ નુસખો અજમાવી શકાય છે.
કાકડી નો જ્યુસ
એક કાકડી, 1/2 લીંબુ, એક ચમચી આદુ, કોથમીર અને 1/3 કપ પાણી મિક્સ કરીને મિશ્રણ બનાવી લો, આ મિશ્રણ તૈયાર થઈ ગયું છે અને રાત્રીના ભોજન કર્યા બાદ સૂતા પહેલા પીવાથી એક મહિનામાં વજન ઓછું થવા લાગે છે.
આ સિવાય ગ્રીન ટીથી પણ વજન નિયંત્રણમાં રાખી શકાય છે. કારણ કે એન્ટી ઓક્સીડંટ અને એન્ટિ વાઇરલ ગુણોથી ભરપૂર ગ્રીન ટીનું સેવન કરવાથી પેટની બીમારીઓ દૂર કરવામાં પણ સહાયક સાબિત થઈ શકે છે.
આવી રીતે નુસખા ઘણા હોય છે જેનાથી વજન ઓછુ કરી શકાય, પરંતુ તમારા શરીરને અનુરુપ નુસખો અજમાવવાથી જલ્દી અને નોંધપાત્ર તફાવત દેખાય છે. જેમ કે નુસખો અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ પણ લેવી જોઈએ.
લીંબુ અને આદુ- આદુ અને લીંબુ ના રસ ને પણ મીક્ષ કરીને રોજ સવારે ખાલી પેટ નવસેકા પાણી માં પી શકાય છે જેનાથી હેલ્થ પ્રોબલેમ દુર થઈ શકે છે.
તજ થી પણ ફાયદો પહોંચી શકે છે. 1 ચમચી તજ, 2 ચમચી એપલ સાઈડર વિનેગર, 2 ચમચી લીંબુ નો રસ, 1 ચમચી મધ અને 1 ગ્લાસ પાણી સાથે મીક્ષ કરી લો, આ ડ્રીંક મોટાપા ની સાથે સાથે ઘણા રોગો થી બચવામાં પણ મદદગાર સાબીત થઈ શકે છે.
સવારે ખાલી પેટ નવશેકા પાણી માં લીંબુ અને મધ ભેળવીને પીવાથી પણ શરીર નું પાચન તંદુરસ્ત રહે છે અને મેટાબોલિઝમ ને ઠીક રાખવામાં મદદ કરે છે, જેનાથી મોટાપો પણ ઘટે છે.
આ માહિતી અગત્યની હોવાથી બને તેટલી શેર કરજો જેથી કોઈ જરુરિયાત મંદ લોકો ને કામમાં આવી શકે.
Disclaimer- This content is provided for informational purposes only, and is not anyway intended to be a substitute for professional medical advice.