એક મહિલા ખૂબ જ મોંઘા કપડાં પહેરીને પોતાના મનોચિકિત્સક પાસે ગઈ અને કહ્યું કે ડોક્ટર સાહેબ મને લાગે છે કે મારું આખું જીવન બેકાર છે, આનો કોઈ અર્થ નથી રહ્યો. શું તમે મને ખુશી મેળવવામાં મદદ કરશો?
મનોચિકિત્સકે મહિલાની આખી વાત સાંભળીને એક ઘરડી મહિલા ને બોલાવી જે ત્યાં સાફ સફાઈ નું કામ કરતી હતી અને પેલી અમીર મહિલાને કહ્યું કે હું આ ઘરડી મહિલાને કહીશ કે તે તમને જણાવે કે તેને પોતાની જીવનમાં ખુશીઓ કેવી રીતે મેળવી… અને હું ઈચ્છું છું કે તમે તેને ધ્યાનથી સાંભળો.
ત્યારે પેલી કડી મહિલાએ હાથમાં રહેલી સાવરણી નીચે રાખીને ખુરશી ઉપર બેઠી અને જણાવવા લાગી કે, મારા પતિની મેલેરિયાથી મૃત્યુ થયું. અને તેના ત્રણ મહિના પછી મારો દીકરો પણ રોડ દુર્ઘટના માં મૃત્યુ પામ્યો. મારા જીવનમાં હવે કંઇ બચ્યું ન હતું, હું સરખી રીતે ઉંઘી પણ શકતી નહીં, ખાઈ પણ શકતી નહીં અને હસવાનું તો જાણે સાવ બંધ થઈ ગયું હતું.
આથી મારા જીવનને કઈ રીતે સમાપ્ત કરવું તેના વિશે વિવિધ વિચારો મગજમાં આવતા રહેતા હતા. અને ક્યારેક ક્યારેક તો હું તેની રીતો વિશે પણ વિચારવા લાગતી હતી, એવામાં એક દિવસે જ્યારે હું કામ કરીને ઘરે આવી રહી હતી ત્યારે એક નાનકડું બિલાડીનું બચ્ચું મારી પાછળ આવવા લાગ્યું. બહાર ખૂબ જ ઠંડી હતી એટલે મે તે બચ્ચાને અંદર આવવા દીધું. પછી તેના માટે થોડી દૂધની વ્યવસ્થા કરી અને જોતજોતામાં એ આખી પ્લેટ દૂધ પી ગયું. પછી તે મારા પગ ની ફરતે લપેટાઈને તેને ચાટવા લાગ્યું.
એ દિવસે હું ઘણા મહિના પછી હસી, હાથી મે ત્યારે વિચાર્યું કે જો હુ આ બિલાડીના બચ્ચા ની સહાયતા કરું છું અને મને ખુશી મળે છે તો હોઈ શકે કે હું બીજાની મદદ કરું અને મને હજુ વધારે ખુશી મળે. આથી મેં બીજા દિવસે મારા પાડોશી, જે બીમાર હતા તેના માટે થોડા બિસ્કીટ બનાવીને લઈ ગઈ.
અને દરેક દિવસે હું કંઈક ને કંઈક નવું અને કંઈક એવું કરતી કે જેનાથી બીજાને ખુશી મળે અને તેને ખુશ જોઈને મને પણ ખુશી મળતી હતી.
આથી આજે મેં ખુશીઓ મેળવી છે, બીજાને ખુશીઓ આપીને.
આ સાંભળીને પેલી અમીર સ્ત્રી રડવા લાગી. તેની પાસે બધું જ હતું જે તે પૈસાથી ખરીદી શકતી હતી.
પરંતુ પૈસાથી જે વસ્તુ ન ખરીદી શકાય તે વસ્તુ તેને ગુમાવી દીધી હતી.
મિત્રો આપણું જીવન એ વાત ઉપર નિર્ભર નથી કરતું કે આપણે કેટલા ખુશ છીએ પરંતુ એ વાત ઉપર નિર્ભર કરે છે કે આપણા કારણે લોકો કેટલા ખુશ છે.
તો આજે જ આપણે પણ સંકલ્પ કરીએ કે આજે આપણે કોઈને કોઈની ખુશીનું કારણ બનીશું.
હસવા નું મહત્વ શું છે?
જો તમે એક શિક્ષક હોવ અને જ્યારે તમે હસતા હસતા વર્ગ ખંડમાં પ્રવેશ કરો તો ત્યાં હાજર બધા બાળકો પર સ્માઇલ આવી જશે.
જો તમે ડોક્ટર હોય અને સ્માઈલ આપી ને દર્દી નો ઈલાજ કરશો તો દર્દીનો આત્મવિશ્વાસ ઘણો વધી જાય છે.
જો તમે હાઉસવાઇફ હોય ને સ્માઈલ કરતા કરતા ઘરનું કામ કરો તો તમારા આખા પરિવાર માં ખુશીઓનો માહોલ બની જાય છે.
જો તમે એક બિઝનેસમેન હોય અને તમે કાયમ તમારી ઓફિસમાં તમારા ચહેરા પર સ્માઇલ પહેરીને ફરતા હો તો બધા કર્મચારીઓના મનનો પ્રેશર ઘણું ઓછું થઈ જાય છે અને ઓફિસ નો માહોલ પણ ખુશનુમા રહે છે.
ક્યારેક રોડ ઉપર કોઈ અજાણ્યા માણસ સામે પણ હસી નાખજો, અને જો જો એના ચહેરા પર પણ સ્માઇલ આવી જશે.
સ્માઇલ કરો કારણ કે તેના પૈસા નથી લાગતા અને આતો ખુશી અને સંપન્નતા ની ઓળખાણ છે.
સ્માઇલ કરો કારણ કે આજ તો માણસ હોવાની ઓળખાણ છે, એક પશુ ક્યારેય હસી નથી શકતું આથી સ્વયં પણ હસો અને બીજાના ચહેરાઓ પર પણ સ્માઈલ લાવો.
આ લેખ તમને ગમ્યો હોય તો દરેક લોકો સુધી પહોંચાડવા માટે આને શેર કરજો. અને આવા લેખ દરરોજ મેળવવા માટે આપણું પેજ લાઈક કરવાનું ચૂકતા નહીં. ફરી પાછા મળીશું એક નવા જ પ્રેરણાદાયી લેખ સાથે…