Site icon Just Gujju Things Trending

ભીષ્મપિતામહ જયારે ધર્મના નિયમો વિશે કહી રહ્યા હતા ત્યારે દ્રૌપદી હસી પડી, ભીષ્મપિતામહએ કારણ પૂછ્યું તો દ્રૌપદીએ કહ્યું…

મહાભારત નું યુદ્ધ સમાપ્ત થઇ ગયું હતું, ધર્મરાજા યુધિષ્ટિર એક માત્ર સમ્રાટ થઇ ગયા હતા. ભગવાન શ્રી કૃષ્ણ ની આજ્ઞાથી રાણી દ્રૌપદી તથા પાંડવો ની સાથે પ્રાણ ત્યાગ કરવા માટે સૂર્ય ઉતરાયણની રાહ જોઈ રહેલા ભીષ્મ પિતામહ ની પાસે આવે છે.

યુધિષ્ઠિર ના પ્રશ્ન નો જવાબ ભીષ્મા પિતામહ આપી રહ્યા હતા જે બાણો ની શૈયા ઉપર સુતા હતા. જયારે ભીષ્મ પિતામહ ધર્મ ના નિયમો નું જ્ઞાન આપી રહ્યા હતા ત્યારે દ્રૌપદી ને હસવું આવી ગયું ત્યારે ભીષ્મ પિતામહ એ દ્રૌપદી ને પૂછ્યું કે બેટા તને કેમ હસવું આવ્યું? ત્યારે દ્રૌપદી એ કહ્યું કે મારી ભૂલ થઇ ગઈ મને માફ કરો.

પરંતુ ભીષ્મ પિતામહ ને જવાબમાં સંતોષ ના થતા તેને ફરી થી પૂછ્યું કે કોઈ પણ કુલવધૂ ગુરુજનો ની સામે એમ જ હસ્તી નથી તું ગુણકારી છો, સુશીલ છો, તારૂ હસવાનું કારણ વગરનું ના હોઈ શકે માટે તું કોઈ પણ જાત નો સંકોચ રાખ્યા વગર તારું હસવા નું કારણજણાવ…

હાથ જોડી ને દ્રૌપદી એ કહ્યું દાદાજી આ તો બહુ જ અભદ્ર વાત છે. પરંતુ આપની આજ્ઞા છે એટલે મારે કહેવી પડશે, આપણી આજ્ઞા હું કેમ ટાળી શકું? આપ જયારે ધર્મઉપદેશ કરી રહ્યા હતા. ત્યારે મારા મન માં આ વાત આવી કે આજે તો આપ ધર્મ ની ઉત્તમ વ્યાખ્યા કરી રહ્યા છો, પરંતુ કૌરવો ની સભા માં જયારે દુઃશાસન મને વસ્ત્રહીન કરવાની કોશિશ માં હતો. ત્યારે આ ધર્મ નું જ્ઞાન ક્યાં ચાલ્યું ગયું હતું. મને તો એવું લાગે છે કે આ જ્ઞાન ની પ્રાપ્તિ આપને પણ પાછળથી થઇ હશે.

મારા મન માં આવી વાત આવતા જ મને હસવું આવી ગયું હતું મને માફ કરશો, દ્રૌપદીએ કહ્યું…

ત્યારે ભીષ્મ પિતામહએ કહ્યું કે માફ કરવા નું કહેવા ની કોઈ જરૂર નથી. મને ધર્મજ્ઞાન તો એ સમયે પણ હતું. પરંતુ દુર્યોધન નું અનાજ ખાઈ ને મારી બુદ્ધિ ભ્રષ્ટ, મલિન થઇ ગઈ હતી. એ માટે એ સભા માં હું બરોબર, સાચો નિર્ણય કરી શક્યો નહિ. અને હવે અર્જુન ના બાણ વાગ્યા અને મારા શરીર માંથી એ લોહી વહી ગયું જે અનાજ ખાઈ ને બન્યું હતું. અને હવે મારી બુદ્ધિ શુદ્ધ થઇ ગઈ છે. એટલે હું ધર્મ ના નિયમ નું સાચું જ્ઞાન આપવા માટે સમર્થ છું.

કહેવાનો મતલબ એટલો જ છે કે મહાન જ્ઞાની વ્યક્તિ પણ આવા ખરાબ અનુભવમાંથી પસાર થાય છે, તો આપણા જેવા સાધારણ મનુષ્યના જીવન માં તો આવા કારણો ડગલે ને પગલે આવતા હોય છે તો આપણે પણ સાવધાન રહી ને જીવવું જોઈએ અને ખોટા કર્મો માં ફસાઈ ના જઈએ તેનું ધ્યાન રાખવું જોઈએ.

જો અધર્મ નો સાથ આપવા બદલ આવી બુદ્ધિ ભ્રષ્ટ થઇ જતી હોય, તો અત્યારના સમયમાં કોઈનું ધન ચાઉં કરી જવું આવી અનેક છેતરપીંડી કરનારા માણસો આપણી આજુબાજુ ઘણા મળશે તેનાથી સંભાળીને રહેવું કેટલું જરૂરી છે. એ આ સ્ટોરી માંથી શીખવા મળે છે.

first appeared on justgujjuthings.com

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version