આજે સુર્ય નું ધન રાશિ માં ગોચર... આ ત્રણ રાશિઓ નું ચમકશે નસીબ

ગ્રહો માં જેને રાજા ગણવામાં આવે છે એ સુર્યનો આજે ધન રાશિ માં પ્રવેશ થશે, જેને કારણે દરેક રાશિ પર એની અસર થશે, આ ગોચર થી અમુક રાશિ ને ખુબ જ લાભ પ્રાપ્ત થશે, જ્યારે અમુક રાશિ ને નુકશાન પણ ભૉગવવું પડી શકે છે. સુર્ય નું દર મહિને ગોચર થાય તેનો પ્રભાવ દરેક રાશિ પર પડે છે. સુર્ય નું ગોચર દરેક રાશિમાં થતુ રહે છે, જ્યારે સુર્ય ધન રાશિ માં પ્રવેશ કરે ત્યારે ખરમાસ લાગે છે એટલે કે હવે પછીના સુર્ય ના ગોચર સુધી શુભ કાર્યો વર્જીત હોય છે. સુર્ય જ્યારે મકર રાશિ માં પ્રવેશે ત્યારે ખરમાસ પુરો થાય છે અને સુર્યના આ પ્રવેશ ને મકરસંક્રાંતિ કહેવામાં આવે છે.

રાશિ પ્રમાણે જાણો કેવો પડશે દરેક રાશિ પર પ્રભાવ

મેષ રાશિ ના જાતકો માટે સુર્ય નવમાં ભાવ માં પ્રવેશ કરશે. આ દરમિયાન આ રાશિ ના જાતકો ને શુભ ફળ પ્રાપ્ત થશે. સુર્ય ને અર્દ્ય આપવાથી લાભ માં વધારો થશે.

વૃષભ રાશિ માં સુર્ય ગોચર ને લીધે અ રાશિના જાતકોએ સાવધાન રહેવું, કારણ કે તેનું ફળ વિરુધ્ધ આવી શકે. ઉપાય અને માનસિક શાંતિ માટે દરરોજ નિયમિત પણે સુર્ય કવચ નો પાઠ કરવો.

મિથુન રાશિ ના જાતકોને આ ગોચર થી ખુબ સારુ ફળ મળશે, જાતકોએ ખાસ ધ્યાન રાખવુ કે પોતાનો સ્વભાવ ક્રોધીત ન રાખવો નહીંતર ફળ વિરુધ્ધ પણ મળી શકે. આ સમયગાળા દરમિયાન ધાર્યા કરતા સારુ ફળ મેળવવા સુર્ય ના સ્ત્રોત નો નિત્ય પાઠ કરવો.

કર્ક રાશિ માં આ ગોચર ને લીધે આ જાતકો માટે સમય ખુબ સારો રહેશે, પરંતુ ધન ખર્ચ કરવામાં ખાસ ધ્યાન રાખવુ અને બીનજરુરી વ્યય ન થાય તેની કાળજી રાખવી. ખોટા ખર્ચ થી બચીને રહેવુ. નુકશાન થી બચવા માટે રવિવારે વાનર ને ચણા આપી ઉપાય કરી શકાય.

સિંહ રાશિ ના આ ગોચર થી આ રાશિ ના જાતકો ને શુભ ફળ પ્રાપ્ત થશે. ન્યાયિક ફાયદો પણ મળશે. સારો સમય શરૂ થઈ શકે છે, દર રવિવારે વ્રત તેમજ દરરોજ સૂર્યને અર્ધ્ય આપવાથી અધિક લાભ મળશે.

કન્યા રાશિમાં આ ગોચર ને લીધે નુકસાન ભોગવવું પડી શકે છે. અને સાથે સાથે લાભ પણ થઈ શકે છે કારણ કે સૂર્ય વ્ય્યેશ મા હાનિકારક છે જ્યારે મારકેશ માં ફળ પણ આપી શકે છે. સૂર્ય મંગળ સ્તોત્રનો નિયમિત પાઠ કરવાથી લાભ મળશે.

તુલા રાશિમાં સૂર્યના ગોચર થવાથી અશુભ ફળ મળી શકે, પરંતુ ભાઇઓ તરફથી સુખ પ્રાપ્તિ થશે. ખાસ કરીને સ્વાસ્થ્યનું આ સમગ્ર સમયગાળા દરમિયાન કાળજી રાખી. સૂર્ય કવચ નિત્ય પાઠ કરવાથી શાંતિ બની રહે છે.

વૃશ્ચિક રાશિ માં આ ગોચર ના લીધે સારુ ફળ મળશે. સૂર્ય મંગળનો મિત્ર હોવાથી સારું ફળ મળે છે. વૃશ્ચિક રાશિના લોકોના આત્મબળમાં વૃદ્ધિ થશે અને રોજગાર માટે નવા અવસર પેદા થશે.

ધન રાશિ ના લોકોને આ ગોચર થી ફાયદો મળી શકે છે. જાતક ના મનમાં સંતાન ને લઈને ચિંતા રહી શકે. અહિં સુર્ય ગુરુનો મિત્ર હોવાથી સારુ ફળ પ્રાપ્ત થશે. અધિક શુભ ફળ પ્રાપ્ત કરવા સુર્ય અષ્ટોત્તરશત નામાવલી નો પાઠ કરી શકાય.

મકર રાશિ નેટ આ ગોચર ના કારણે અશુભ ફળ પ્રાપ્ત થઈ શકે છે. શત્રુઓ થી સાવધાન રહેવું અને સુર્ય આદિત્યહ્રદય સ્ત્રોત નો પાઠ કરવો.

કુંભ રાશિ ના લોકોને આ ગોચર થી મિશ્ર પ્રતિસાદ અનુભવી શકાય, અધિક લાભ માટે સુર્ય દેવતા ની પુજા અર્ચના કરવી. શત્રુઓ થી સાવધાન રહેવાની આવશ્યકતા જણાય.

મીન રાશિ માં આ ગોચર ને કારણે રાશિ ના જાતકો ને સારુ ફળ મળશે અને લાભ પ્રાપ્ત થશે, જો નોકરી ધંધા માં મુસીબતો હોય તો કાળજી રાખવી, અધિક લાભ માટે રવિવાર ના વ્રત કરી શકાય.

ઉપર રહેલ લાઈક બટન દબાવવાથી તમને દરરોજ નવી પોસ્ટ પ્રાપ્ત થશે, આથી આપણું પેજ અવશ્ય લાઈક કરી આપજો.

Read more

આદર્શ પત્નીનું ભયાનક રહસ્ય: એક વોટ્સએપ મેસેજે ખોલી નાખી પોલ, જાણીને રૂંવાડા ઊભા થઈ જશે!

આદર્શ પત્નીનું ભયાનક રહસ્ય: એક વોટ્સએપ મેસેજે ખોલી નાખી પોલ, જાણીને રૂંવાડા ઊભા થઈ જશે!

"લગ્નજીવન કેવું ચાલે છે?" કોલેજના એક જૂના મિત્ર અમિતનો આ વોટ્સએપ મેસેજ હતો. ફોનની સ્ક્રીન પર બે ભૂરી રેખાઓ દેખાઈ. મેસેજ વંચા

By Just Gujju Things Team
"પત્ની આપે છે એનાથી થોડું ઓછું આપજો..." - ભાઈના આ એક વાક્યથી કેમ મચી ગયો હંગામો?

"પત્ની આપે છે એનાથી થોડું ઓછું આપજો..." - ભાઈના આ એક વાક્યથી કેમ મચી ગયો હંગામો?

રમેશભાઈના જમણા હાથમાં ઇસ્ત્રીનું વજન ખાસ્સું ભારે હતું. તે જૂની, જાડી અને ભારે સ્ટીલની ઇસ્ત્રી હતી. ભીના સુતરાઉ કાપડ પર ગરમ ઇસ્ત્રી ફરતી ત્યારે એક ખા

By Just Gujju Things Team
ફાટેલું પાકીટ કાઢીને દાદાએ માંગ્યું બિલ, આગળ જે થયું તે જાણીને તમે ચોંકી જશો!

ફાટેલું પાકીટ કાઢીને દાદાએ માંગ્યું બિલ, આગળ જે થયું તે જાણીને તમે ચોંકી જશો!

બપોરનો સમય હતો. હવામાં ગરમી અને ભેજનું પ્રમાણ ખૂબ વધારે હતું. રસ્તા પરથી પસાર થતા વાહનોનો અવાજ હોટલની અંદર સુધી આવતો હતો. 'શ્રીજી ભોજનાલય'ની અંદર ભારે

By Just Gujju Things Team
ગરીબી સામે હારી ગયેલા પિતા માટે તેની ૬ વર્ષની દીકરી બની દેવદૂત

ગરીબી સામે હારી ગયેલા પિતા માટે તેની ૬ વર્ષની દીકરી બની દેવદૂત

રમેશના ખભા પર લટકતો જૂનો કાપડનો થેલો આજે રોજ કરતા વધારે ભારે લાગતો હતો. ઉનાળાની સાંજનો બફારો હજુ હવામાં અકબંધ હતો. તેણે પોતાના ઘરના લાકડાના જૂના દરવાજા પર હા

By Just Gujju Things Team