ઘરની સુખ સમૃદ્ધિ વધારવા માટે આપણે ધનતેરસ પર ઘણી વસ્તુઓ ખરીદતા હોઈએ છીએ. અને આ ખરીદેલી વસ્તુની દિવાળીએ પૂજા પણ કરતાં હોઈએ છીએ. ઘણા લોકો મોટાભાગે ધનતેરસના દિવસે સોનુ, ચાંદી, અમુક ધાતુની વસ્તુઓ વગેરે ખરીદતા હોય છે. પરંતુ આજે અમે એક એવી વસ્તુ વિશે જણાવવાના છીએ જે ખરીદવાથી તમારી આર્થિક સ્થિતિ માં બદલાવ આવે છે અને તે મજબૂત થાય છે.
ઘણા લોકોની માન્યતા પ્રમાણે ધનતેરસ ઉપર સોનાની ખરીદી કરવી તે શુભ મનાય છે, અને ઘણા લોકો સોનાની ખરીદી કરતા પણ હોય છે. પરંતુ એવું નથી હોતું કે દરેક લોકો માટે શુભ નિવડે અને દરેક લોકો માટે અશુભ નીવડે.
દર વર્ષે ધનતેરસ પર કંઈક ને કંઈક લેતા હોવ તો તમને ખબર હશે કે ઘણી વખત આપણે ખરીદી કરીએ છતાં પણ આર્થિક નુકશાનનો સામનો કરવો પડતો હોય છે. આથી આપણને એમ થતું હોય છે કે આમા કઈ એવી વસ્તુ લઈએ જેનાથી આર્થિક નુકશાનનો સામનો ન કરવો પડે. એવી જો એક વસ્તુ આ ધનતેરસે લેવી હોય તો તે છે ધાણા. એટલે કે બીજા શબ્દોમાં કહીએ તો સૂકા ધાણા. આ ધનતેરસે માત્ર થોડી માત્રામાં જ ધાણા ખરીદવાથી આર્થિક પરેશાનીઓથી છુટકારો મળી શકે છે.
ધનતેરસના દિવસે માત્ર 5-10 રૂપિયાના ધાણા ખરીદો. પછી એને સાચવીને પૂજા ઘરમાં રાખી દો. અને દિવાળીના દિવસે આની પૂજા કરવાનું ચૂકતા નહીં. અને પૂજા થઈ જાય પછી બીજા દિવસે સવારે કોઈપણ કુંડામાં અથવા તમારા બગીચામાં ફેલાવી દો. એવી માન્યતા છે કે ધાણામાંથી ઉગેલા દરેક છોડ આપણા ઘરમાં સુખ-સમૃદ્ધિ લાવે છે.
તેમજ આ છોડ કઈ રીતના ઉગે છે તેના ઉપરથી પણ અમુક વસ્તુઓ જાણી શકાય છે જેમ કે જો છોડ લીલોછમ ઉગે અથવા પાતળો ઉગે વગેરે સ્થિતિમાં ક્યા લાભ મળી શકે છે તેનું પણ તારણ લગાવી શકાય છે. ચાલો જાણીએ.
જો ધાણામાંથી લીલાછમ છોડ ઉગે છે તો આર્થિક સ્થિતિ મજબૂત અને ઉત્તમ થશે. અને જો છોડ પાતળો હોય તો ઘરમા સામાન્ય કમાણી આવતી રહેશે. આ સિવાય જો કુંડામાંથી બીમાર, પીળા, વગેરે ચોર નીકળે તો તે આર્થિક પરેશાનીઓ નો સંકેત હોઈ શકે છે.