Site icon Just Gujju Things Trending

આ વાંચીને તમે ઈયળ ને પણ ગુરુ કહેશો, કારણ કે એ પણ ઘણું શીખવાડે છે!

ધ્યેય વગરનો માણસ કેપ્ટન વગરના જહાજ જેવો હોય છે. કેપ્ટન વગરનું જહાજ યોગ્ય દિશામાં ચાલવાને બદલે ગમે ત્યાં ફંગોળાઈ જશે અને છેવટે ડૂબી જશે. એવી જ રીતે ધ્યેય એટલે કે ગોલ વીનાના માણસ ના જીવનમાં પણ હતાશા અને નાઉમેદી વ્યાપી જાય છે.

ફ્રાન્સના પ્રકૃતિવિદ જ્હોન હેનરી ફેબરે ઈયળો ઉપર એક પ્રયોગ કર્યો. આ ઇયળો ગાડરિયા પ્રવાહની જેમ એકબીજાની પાછળ ચાલી જાય એટલે અંગ્રેજીમાં એને Processionary Caterpillar કહેવાય છે.

ફેબરે ફૂલદાની ની કિનારી ઉપર થોડી ઈયળ ને એવી રીતે ગોઠવી કે જેથી પ્રથમ ઈયળ છેલ્લી પાછળ હોય અને એમ એક વર્તુળ પૂરું થાય. ફૂલદાની ની વચોવચ સરઘસ આકારે ચાલતી ઈયળ ને બહુ ભાવતા પાંદડા ફેબરે મૂક્યા. પણ પેલી ઈયળો સર્કલમાં ચાલતી રહી. ધીમે ધીમે સમય પસાર થયો. એક કલાક બે કલાક, એક દિવસ બે દિવસ. એમ કરતા કરતા સાત દિવસ અને સાત રાત એ ફૂલદાનીમાં વર્તુળાકારે ચાલતી રહી. છેવટે થાક અને ભૂખને લીધે એ બધી ઈયળ મરી ગઈ. 6 ઈંચ કરતાંય ઓછા અંતરે એની સામે એને ખૂબ ભાવતો અને પુષ્કળ પ્રમાણમાં ખોરાક હતો પણ એને એનો ઉપયોગ સુધ્ધા કર્યો નહીં.

ઘણા લોકો જીવનમાં આવી જ ભૂલ કરતા રહેતા હોય છે. પરિણામે એમને જે પુષ્કળ મીઠા ફળ મળવાના હોય છે એમાંથી બહુ થોડા એ ચાખે છે. ગાડરિયા પ્રવાહ ને અનુસરવાથી એની પોતાની ચોક્કસ દિશા પકડાતી નથી. જોકે દેખાય છે તો એવું કે એ ખૂબ મહેનત કરે છે, પણ એ પહેલા ઘાંચી ના બળદ જેવું. ઘાંચી અને તેલ ઘાણીમાં બળદની આખે કાળા ડાભલા ચડાવી ફરતે ફેરવે છે. સાંજ પડે બળદને એમ થાય કે મેં તો કેટલું બધું ચાલી નાખ્યું. પણ આંખેથી જેવા ડાબલા ઉતારવામાં આવે કે ખબર પડે કે એ તો હતો ત્યાં ને ત્યાં જ છે.

આ સ્ટોરીનો સારાંશ એ છે કે જે વસ્તુને પ્રાપ્ત કરવાની મહેચ્છા હોય એને વ્યવસ્થિત ગ્રુપમાં મૂકી એની પાછળ આયોજનબદ્ધ રીતે લાગી જઈએ તો એનાથી જ ધ્યેયસિધ્ધી શક્ય બને.

આ સ્ટોરી સારી લાગી હોય તો કમેન્ટ કરજો, અને બધા જોડે આ લેખ શેર કરજો…

~ રાજુ અંધારિયા

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version